કીડી બિચારી કીડલી રે | Kidi bichari kidli re lyrics in gujarati

કીડી બિચારી કીડલી રે | Kidi Bichari Kidli Re Lyrics in Gujarati એક મજેદાર અને લોકપ્રિય ગુજરાતી લોકગીત છે. કીડીબાઈની જાનમાં પંખીઓ, પ્રાણીઓ અને અન્ય જીવજંતુઓને નોતરવાનું રમૂજી વર્ણન આ ગીતને અનોખું બનાવે છે. લોકબોલી, હાસ્ય અને મીઠી લયથી ભરેલું આ ગીત ગુજરાતી લોકસંસ્કૃતિની સુંદર ઝલક આપે છે.

અહીં તમને Kidi Bichari Kidli Re Lyrics in Gujarati સંપૂર્ણ અને સુઘડ રીતે વાંચવા મળશે.

કીડી બિચારી કીડલી રે (Kidi bichari kidli re lyrics in gujarati)

(હાલો ને કીડીબાઈની જાનમાં) Lyrics

કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયાં લેવાય,
પંખી પારેવડાને નોતર્યા…
હે, કીડીને આપ્યા સન્માન,
હાલો ને કીડીબાઈની જાનમાં…


મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજૂરો પિરસે ખારેક,
ભૂંડે રે ગાયાં રૂડાં ગીતડાં…
હે, પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઈની જાનમાં…


મંકોડાને મોકલ્યો માળવે રે, લેવા માંડવિયો ગોળ,
મંકોડો કેડેથી પાતળો…
હે, ગોળ ઉપડ્યો ન જાય,
હાલો ને કીડીબાઈની જાનમાં…


મીનીબાઈને મોકલ્યાં ગામમાં રે, એને નોતરવા ગામ સામા,
સામા મળ્યા બે કૂતરા…
હે, બિલાડીના કરડ્યા બે કાન,
હાલો ને કીડીબાઈની જાનમાં…


ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાચીંડે બાંધી કટાર,
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા…
હે, ગધેડો ફૂંકે શરણાઈ (હરણાઈ),
હાલો ને કીડીબાઈની જાનમાં…


ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરિયાને પેટ,
દેડકો બેઠો ડગમગે…
હે, મને કપડાં પહેરાવ, જાવું છે,
હાલો ને કીડીબાઈની જાનમાં…


વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ,
આજ તો જાનને લૂંટવી…
હે, લેવા સર્વેના પ્રાણ,
હાલો ને કીડીબાઈની જાનમાં…


કઈ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર,
ભોજા ભગતની વિનતી…
હે, સમજો ચતુર સુજાણ,
હાલો ને કીડીબાઈની જાનમાં…


કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયાં લેવાય,
પંખી પારેવડાને નોતર્યા…
હે, કીડીને આપ્યા સન્માન,
હાલો ને કીડીબાઈની જાનમાં…

Kidi Bichari Kidli Re

(Halo Ne Kidibai Ni Jaanma) Lyrics

Kidi bichari kidli re, kidina laganiyan levay,
Pankhi parevadane notarya…
He, kidine aapya sanman,
Halo ne Kidibai ni jaanma…


Morale bandhyo rudo mandavo re, khajuro pirase kharek,
Bhoonde re gaya rudaa gitada…
He, popat pirase pakvan,
Halo ne Kidibai ni jaanma…


Mankodane mokalyo malave re, leva mandaviyo gol,
Mankodo kedethi patalo…
He, gol upadyo na jay,
Halo ne Kidibai ni jaanma…


Minibai ne mokalya gamma re, ene notrava gam sama,
Sama malya be kutra…
He, biladina kardya be kan,
Halo ne Kidibai ni jaanma…


Ghode re bandhya page ghughara re, kachinde bandhi katar,
Unte re bandhya gale dholka…
He, gadhedo funke sharnai (haranai),
Halo ne Kidibai ni jaanma…


Undarmama halya re rihamane ne, betha dariyane pet,
Dedko betho dagmage…
He, mane kapda peherav, javu chhe,
Halo ne Kidibai ni jaanma…


Vansde chadyo ek vandaro re, jue jaan ni vaat,
Aaj to jaanne luntavi…
He, leva sarvena pran,
Halo ne Kidibai ni jaanma…


Kai kidini koni jaan chhe re, santo karjo vichar,
Bhoja Bhagteni vinanti…
He, samjo chatur sujan,
Halo ne Kidibai ni jaanma…


Kidi bichari kidli re, kidina laganiyan levay,
Pankhi parevadane notarya…
He, kidine aapya sanman,
Halo ne Kidibai ni jaanma…

અંતમાં…

“કીડી બિચારી કીડલી રે” એક રમૂજી અને રસાળ ગુજરાતી લોકગીત છે, જેમાં કીડીબાઈની જાનના બહાને પ્રાણી-પક્ષીઓની મજેદાર વાતો અને ગુજરાતી લોકબોલીની મીઠાશ જોવા મળે છે. ગીતની સરળ ભાષા અને રમૂજી પ્રસંગો તેને આજે પણ લોકપ્રિય બનાવે છે.

આવા સુંદર Gujarati Folk Songs અને Traditional Gujarati Lyrics આપણી લોકસંસ્કૃતિ અને પરંપરાની યાદોને જીવંત રાખે છે. તમને Kidi Bichari Kidli Re Lyrics in Gujarati ગમ્યા હોય તો પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો.

ગુજરાતી લોકગીતોની આ મીઠી પરંપરા હંમેશાં જીવંત રહે, એવી શુભકામના. ❤️🎶

Leave a Comment

x
WhatsApp ગ્રૂપમાં જોડાવો!