એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી – માતા અંબેની મહિમા અને ભક્તિભાવ વ્યક્ત કરતો સુંદર ગુજરાતી લોકગરબો છે. આ ગરબામાં માતાજી નવ પગથિયાં ચઢે છે અને દરેક પગથિયે જળનું સ્તર વધતું જાય છે, જેનું ભાવસભર વર્ણન લોકબોલીમાં કરવામાં આવ્યું છે. અહીં વાંચો આ પરંપરાગત ગરબાના સંપૂર્ણ ગુજરાતી લિરિક્સ અને માણો માતાજીની ભક્તિનો આનંદ.
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી (ek vanjari julan julti thi lyrics in gujarati)
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી,
મારી અંબેમાંનાં ઝૂલણાં ઝૂલતી’તી.
વણઝારી…
માએ પહેલે પગથિયે પગ મૂક્યો,
માની પાની સમાણાં નીર, મોરી માત!
વણઝારી…
માએ બીજે પગથિયે પગ મૂક્યો,
મારાં ઘૂંટણ સમાણાં નીર, મોરી માત!
વણઝારી…
માએ ત્રીજે પગથિયે પગ મૂક્યો,
મારાં ઢીંચણ સમાણાં નીર, મોરી માત!
વણઝારી…
માએ ચોથે પગથિયે પગ મૂક્યો,
મારાં સાથળ સમાણાં નીર, મોરી માત!
વણઝારી…
માએ પાંચમે પગથિયે પગ મૂક્યો,
મારી કેડ સમાણાં નીર, મોરી માત!
વણઝારી…
માએ છઠ્ઠે પગથિયે પગ મૂક્યો,
મારી છાતી સમાણાં નીર, મોરી માત!
વણઝારી…
માએ સાતમે પગથિયે પગ મૂક્યો,
મારાં ગળાં સમાણાં નીર, મોરી માત!
વણઝારી…
માએ આઠમે પગથિયે પગ મૂક્યો,
મારાં કપાળ સમાણાં નીર, મોરી માત!
વણઝારી…
માએ નવમે પગથિયે પગ મૂક્યો,
મારા શિર સમાણાં નીર, મોરી માત!
વણઝારી…
માતા અંબેની મહિમાથી ભરપૂર “એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી” ગરબો ગુજરાતી લોકસંસ્કૃતિ અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું સુંદર પ્રતીક છે. મા અંબે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના.
જય અંબે મા! 🙏🌺