જે માણસનો પોતાના ક્રોધ ૫ર કાબૂ નથી હોતો તે માણસ ખરી પડેલા સૂકા પાન જેવો છે, જે પવનના સામાન્ય જોરથી ૫ણ ઉડી જાય છે."

"જેઓ મોઢે મધ જેવી મીઠી વાતો કરે છે અને પાછળ બુરાઇ કરે છે તેમની સાથે ક્યારેય મિત્રતા ન કરો."

"જેનું પોતાના મન પર નિયંત્રણ નથી, તેનું ચરિત્ર ખૂબ જ નબળું હોય છે. ''

"જો તમે કોઈના ચહેરા પર સ્મિત લાવી શકો છો, તો તમારાથી વધુ મહત્વપૂર્ણ વ્યકિત કોઈ નથી."

"જો કોઇ છોડમાં ફૂલો ખીલે છે, તો ભમરા પોતે જ તેના પર આવે છે. એવી જ રીતે ચારિત્ર્યવાન બનીને લોકો સ્વયં ૫ર મુગ્ધ બની જાય છે.''

"ધૈૈૈર્ય વીરો મુશ્કેલીના તમામ પત્થરોને કાપી નાખે છે."

"માણસ સફળતા વિના જીવી શકે છે, પરંતુ ચરિત્ર વિના નહીં."

''જે કામમાં તમને રસ હોય તે કામ કરી જુઓ, નિસંદેહ પછી તમે ભવિષ્યમાં બીજા કોઈ કામ પાછળ ભાગશો નહીં. ''

"અહંકારને લીધે, એ બધા ગુણો માણસમાં આવે છે જે માણસને બધા માટે અપ્રિય બનાવે છે."

મેકઅ૫ વગરની તારી એ સુંદરતા મને ગમે છે હા તુ જેવી છે એવી જ મને ગમે છે.