જીંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે, રોજ પોતાના જ સારથી બનીને જીંદગી નું મહાભારત લડવું પડે છે.

એ.સી. રૂમમાં રજાઈ ઓઢી ને સુતેલી જીંદગી, ધૂળ માં આળોટતાં બાળપણ ની ઇર્ષ્યા કરે છે ..!!

❛બે પળની છે જીંદગી, તોય જીવાતી નથી… એક પળ ખોવાઇ ગઈ છે, બીજી સચવાતી નથી….❜

વિધાતા,તારી ઝંખનાય મને ખુબ ભારે પડી, એ આવી નહીં ને આ કોરીકટ જીંદગી પનારે પડી!

તાળું તોડી કોઈ લૂટે એટલી તો જીંદગી અમીર પણ નથી. મૈત્રી ભાવ કદી ખૂટે એટલો હુ ગરીબ પણ નથી…

સબંધો માં ઠંડક રાખજો, ગરમી તો હજી વધશે એક- લૂ અને એકલું બન્ને બહુ જ આકરા લાગે છે.

જીંદગી ની સફર તદ્દન મફત છે, કિંમત તો મનગમતા વિસામા ની છે…

ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ. એટલું સમજી લ્યો કે જીંદગી ના વૃક્ષ પર કુહાડી ના વાર છે…..

અહીં આંખના પલકારામાં, વીતે છે જીંદગી તું રાહ જોઇશ રાતની, તો સપના અધૂરા રહી જશે

મેકઅ૫ વગરની તારી એ સુંદરતા મને ગમે છે હા તુ જેવી છે એવી જ મને ગમે છે.