જિગરી દોસ્ત શાયરી | Jigri Dost Shayari Gujarati

જિગરી દોસ્ત શાયરીઃ મિત્રતાનો સંબંધ ખૂબ જ અનોખો અને ખાસ હોય છે. વ્યકિત ગમે તેટલો ઉંમર લાયક થઇ જાય પરંતુ તેના જીગરી દોસ્ત સાથે ચા ની ચુસ્કી લેતાં લેતાં જે વાતો કરવામાં મજા આવે છે તેના શ્રેષ્ઠ જીવનની કોઇ મજા નથી. અમે તમારા આવા જીગરી દોસ્ત માટે “જીગરી દોસ્ત શાયરી” લાવ્યા છીએ.

અહીં તમને એવી બધી લાગણીઓ જોવા મળશે જે સાચા મિત્રતા સંબંધને વ્યક્ત કરે છે. આ શાયરીઓ તમારા હૃદયના ઊંડાણની વાતો અને તમને તમારા શ્રેષ્ઠ મિત્ર સાથે વિતાવેલી દરેક ક્ષણની યાદ અપાવશે. તો આવો, મિત્રતાના આ અનોખા બંધનની ઉજવણી કરવા અમારી સાથે જોડાઓ અને આ સુંદર “જીગરી દોસ્ત શાયરી”નો આનંદ માણો.

જિગરી દોસ્ત શાયરી | Jigri Dost Shayari Gujarati

નફરત પણ કરીએ છીએ, પ્રેમ પણ કરીએ છીએ….
દોસ્તી દિલ થી અને દુશ્મની શોખ થી કરીએ છીએ…

આંખો ખોલો તો વાછટ મોકલું,
કરમાઈ ગયા છે દોસ્તી નાં પુષ્પો,
છલકાય જો ખોબો તો યાદ મોકલું…!

સમય અને સારા મિત્રો આ બે એવી વસ્તુઓ છે
આપણે જેમ જેમ વૃધ્ધ થતાં જઈએ, તેમ તેમ બન્ને મૂલ્યવાન થતાં જાય છે.

Must Read: દોસ્તી શાયરી ગુજરાતી

સાચો દોસ્ત ગમે તેટલો નારાજ થાય
પણ તે ક્યારેય દુશ્મનોની લાઈનમાં ઉભો ન રહે .

કમાણીની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી,
અનુભવ, સબંધ, માન, સન્માન અને
સારા મિત્ર બધા કમાઈના રૂપમાં છે..

નિસ્વાર્થ સંબંધો નું આયુષ્ય આજીવન હોય છે,
પછી એ સંબંધ લોહીનો હોય કે લાગણીનો..

દિશા ખોટી હોવાનો અહેસાસ થાય
તો સમયસર પાછા વળી જવું,
પછી એ રસ્તો હોય કે સંબંધ હોય
કે પછી મિત્રો હોય…!!

દરેક વ્યક્તિના જીવનમાં તમે ત્યાં સુધી જ priority લીસ્ટ માં છો,
જ્યાં સુધી તમારી કરતા સારો option તેઓને નથી મળતો !

માણસ એટલો ખરાબ પણ નથી હોતો, જેટલો તેની પત્ની સમજે છે.
એટલો સારો પણ નથી હોતો,જેટલો તેની માં સમજે છે.
તે સાચે સાચ કેવો છે તે ખાલી તેનાં મિત્રો જ જાણે છે.

સમય અને સારા મિત્રો
આ બે એવી વસ્તુઓ છે
કે આપણે જેમ જેમ વૃધ્ધ
થતાં જઈએ, તેમ તેમ
આ બન્ને મૂલ્યવાન થતાં
જાય છે…!

જીંદગી માં ભલે ગમે તેટલી જાહોજલાલી હોય
પરંતુ પ્રેમાળ પરિવાર અને માયાળુ મિત્ર નથી,
તો દુનિયામાં આપણાથી વધુ ગરીબ બીજુ કોઈ નથી..!!

કુછ ભી નહિ રહેતા દુનિયામાં મેં લોગો રહ જાતી હૈ દોસ્તી…
જીંદગી કા નામ દોસ્તી… દોસ્તી કા નામ જીંદગી

તું મારો દરિયો ને કાંઠોએ તું ,..
તું આખો દરિયો ને છાંટોએ તું ..,
તારી નજર છે દર્દ નું મલમ ..,
દિલમાં ફસાયોએ કાંટોએ તું ..,
હરએક જન્મથી માંગી કસમથી , ત્યારે મળી આવળી દોસ્તી …💕
જીવવાં માં જોડે પણ શ્વાસ છોડે ત્યારે સાથે જવું હોંશથી..

બે હૈયા ❤️સાથેની દોસ્તી કદી તૂટતી નથી
વિના સ્વાર્થે કરેલી
દોસ્તી કદી છૂટતી નથી

સમુદ્ર ને જોવા કિનારા ની જરૂર પડે છે…
દિવસ ને જોવા રાત્રી ની જરૂર પડે છે…
દોસ્તી કરવા માટે દિલ ની નહિ પરંતુ,
બે આત્મા વચ્ચે ના વિશ્વાસ ની જરૂર પડે છે…શુભ સવાર

બહુ જ સુંદર હોય છે એ પ્રેમ
જેની શરૂઆત દોસ્તી થી થાય છે.

દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ થી છે પ્યારી
જીવ ભલે જાય નહિ ભુલુ તારી યારી.

હાથ લંબાવ્યો હતો ઘડિયાળ સામે મેં,
પણ સમયને કોઈ સાથે દોસ્તી હોતી નથી.

હું ક્યાં કહું છું કે…મારા જીવનસાથી બનો,
ખાલી મિત્રતા રાખો તોય ઘણું છે !

હું ક્યાં કહું છું કે…તમે મારી સાથે વાતો કરો,
ખાલી મારી સામે જોઈને…સ્મિત રેલાવો તોય ઘણું છે !

હું ક્યાં કહું છું કે…તમે મને મળવા આવો,
કોક દિવસ સામે મળો તોય ઘણું છે !

જન્મ એ જીવનની શરૂઆત છે,
સુંદરતા જીવનની કળા છે,
પ્રેમ જીવનનો ભાગ છે..,
પણ ★”મિત્રતા”
એ જીવનનું ♥️હૃદય છે…!!”

મનથી ભાંગી પડેલાને તો “મિત્રો” જ સાચવે છે,
સંબંધીઓ તો માત્ર વ્યવહાર જ સાચવે છે

જીવન ડોકટરની ગોળી સાથે નહીં,
પણ મિત્રોની ટોળી સાથે જીવવાનું હોય છે…..

મિત્રતા એટલે…
મનની કોઇપણ અવસ્થાને
મોજ અપાવનાર નિર્દોષ લાગણી…

સંબંધો સમય મુજબ આછા પાતળા થાય
પણ સ્મરણો હંમેશા ઝળહળતા રહે છે.

આપણા બધા રહસ્યો
ક્યારેય કોઈને કહેવા ના જોઈએ,
કારણ કે મિત્ર ક્યારે શત્રુ બની જાય
કંઈ કહી ના શકાય !!

જીંદગી માં ભલે ગમે તેટલી જાહોજલાલી હોય
પરંતુ પ્રેમાળ પરિવાર અને માયાળુ મિત્ર નથી,
તો દુનિયામાં આપણાથી વધુ ગરીબ બીજુ કોઈ નથી..!!

ગમે તેવી સારવાર લો

પણ ઘર જવું આઇસોલેશન,
દીકરી ની વાતો જેવું વેન્ટિલેટર,
માતાના ખોળા જેવું આઈ.સી.યુ.,
પતિ કે પત્ની જેવો ડોક્ટર
અને
મિત્રો ની વાતો જેવું ઓક્સિજન
ક્યાંય નહિ મળે..

જીંદગી બહુ ટૂંકી છે દોસ્ત,
તેને માત્ર પૈસા કમાવવા માટે ન ખર્ચો,
થોડીક તમારા માટે અને થોડીક તમારા પ્રિયજનો માટે જીવો.

કુટુંબ માં કપટ નાં હોય,
દોસ્તારો માં દગો નાં હોય
બાકી
વિશ્વાસ વારસા માં અને ખુમારી ખાનદાની માં હોય,
એના વાવેતર ના હોય.

ગેરસમજ અને અહંકાર બન્ને જયારે પણ દોસ્તી કરે છે,
ત્યારે સૌ પ્રથમ સારા સંબંઘો ને તોડવાનું કામ કરે છે

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!