ભાગ્ય સુવિચાર | Bhagya Suvichar Gujarati

ભાગ્ય સુવિચાર– નસીબ શું છે. આજે પણ ઘણા લોકો માને છે કે આપણા ભાગ્યમાં જે લખ્યું છે તે જ આપણને મળે છે. તમારી વિચારધારા ગમે તે હોય પરંતે, હું માનું છું કે જો તમે ક્યાંક કશું પ્રાપ્ત કરી શક્યા નથી, તો મહેનત ચાલુ રાખો.

આનો મતલબ એવો નથી કે ભાગ્ય તમારી તરફેણ કરતું નથી, બલ્કે તમારું નસીબ ઇચ્છે છે કે તમે એનાથી પણ કંઈક મોટુ કરો. આજે આપણે ભાગ્ય સુવિચાર (કિસ્મત પર શાયરી, સુવિચાર) અને કેટલાક વિદ્વાનોના વિચારો (Bhagya Suvichar Gujarati) જાણીશું.

ભાગ્ય સુવિચાર (Bhagya Suvichar Gujarati)

જયારે તક મળે ત્યારે તૈયાર રહો
કેમ કે જયારે તક અને ત્યારે સાથે મળે છે
ત્યારે જ ભાગ્ય બને છે.

“એકલા ભાગ્ય પર ભરોસો રાખવો નહિ,
મહેનત થી જ ભાગ્ય ના લેખ લખાયા છે!”

બે અક્ષરનું થાય છે ‘લક’,
અઢી અક્ષરનું થાય છે ‘ભાગ્ય’,
ત્રણ અક્ષરનું થાય છે ‘નસીબ’

જ્યારે તક મળે ત્યારે તૈયાર રહો
કેમ કે જ્યારે તક અને તૈયારી સાથે મળે છે
ત્યારે જ ભાગ્ય બને છે.

જો ભાગ્ય સાથ નથી આપતું,
તો સમજી લો મહેનત જરૂર સાથ આપશે !!

તમારી સફળતા અને નિષ્ફળતા માટે
તમે પોતે જ જવાબદાર છો,
તમારૃં ભાગ્ય કે નસીબ નહીં

ભાગ્ય અને કર્મ,
નસીબ અને પ્રયત્ન
બંને એક જ વસ્તુ છે..!!
જેમ કાલનું દૂધ આજે દહીં* બને છે,
તેમ ભૂતકાળનાં કર્મો
આજે નસીબ બનીને પ્રગટ થાય છે…!!!

ભાગ્ય ની લાઈટ
ચાલુ હોય કે બંધ ,
કર્મ ના દીવાને
કયારેય ફૂંક ના મરાય.

સારા બનીને અમે જોયું છે
કારણ વગર નું બધું ખોયું છે
તમે નસીબ ની વાત કરો છો?
અમે મહેનત નું પણ જતા જોયું છે.

નસીબ થી વધુ અને ભાગ્ય થી વધારે
ન કોઈ ને મળ્યું છે અને ન કોઈ ને મળશે

ભાગ્ય સુવિચાર
ભાગ્ય સુવિચાર

નસીબ મારુ કર્મ મા હતુ હુ શોધતો રહ્યો હાથની લકીરોમા
હરિ મારા હદય મા હતો હુ શોધતો રહ્યો એને મંદીરો મા

વધારે મળે તેને કહેવાય… નસીબ
ઘણું હોય છતાંય રડતો રહે તેને કહેવાય … કમનસીબ
અને…કાંઈ પણ ન હોય તોયે ખુશ રહે તેને
કહેવાય… ખુશ નસીબ

નામ નસીબ અને નફો એ કુદરત નો ખેલ છે,,
કોને કયારે શું આપવું એ જ નક્કી કરે છે.

આજે નહીં તો કાલે એને ખબર તો પડશે જ કે,
ચિંતા કરવાવાળા બધાને નહીં,
નસીબ વાળા ને જ મળે છે !!

” આખી જિંદગી આંકડા તમે માંડો અને
છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય
એનું નામ નસીબ ! ”

માણસ ”સફળતા” ને પોતાની
હોશિયારી ગણે છે,
જ્યારે ”નિષ્ફળતા” ને નસીબ કહે છે

કેવી છે નસીબ ની બલિહારી
ઇશ્વરે મફતમાં આપેલ શબ્દ
“કેમ છો” કહેવામાં પણ આપણે
વ્યક્તિ ની પસંદગી કરવી પડે છે..

મહેનત પગથિયાં સમાન છે અને નસીબ લીફ્ટ સમાન છે,
લીફ્ટ ક્યારેક બગડી શકે છે પણ પગથિયાં તમને હંમેશા ટોચ પર લઈ જશે !!

નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે..*
કસોટી પણ એમની
*જબરદસ્ત હોય છે.

જ્યારે કરેલા કર્મોનું નિશ્ચિત કારણ પકડમાં નથી આવતું ત્યારે,
“નસીબ” શબ્દનું નિર્માણ થાય છે.

ભાગ્યમાં હશે તો કોઇ લુટી નહી શકે
ભાગ્ય વગરનું કોઇ ભોગવી નહી શકે
બાકી એટલુ જ કહીશ
જાય એટલુ જાવા દો
રહે એમાં જ રાજ કરો
કયાં સાથે લઇ જવુ છે
જીવો ને જલશા કરો

ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ
સપના આપણા છે તો મહેનત
પણ આપણી જ લાગશે ને

સમય અને ભાગ્ય પર
કયારેય અહંકાર ન કરવો
કેમ કે આ બંન્નેમાં ગમે ત્યારે
પરિવર્તન આવી શકે છે.

ભાગ્ય તમારા હાથમાં નથી હોતુ
પણ નિર્ણય તમારા હાથમાં હોય છે
ભાગ્ય તમારો નિર્ણય નથી બદલી શકતુ
પરંતુ તમારો નિર્ણય તમારૂ ભાગ્ય અવશ્ય બદલી શકે છે

કર્મથી જ સફળતા મળે છે
કર્મથી જ ભાગ્ય બને છે
અને યોગ્ય કર્મથી જ
જીવનમાં સુખ શાંતિ આવે છે.

ભાગ્ય આપણા વિચારો મુજબ નથી ચાલતુ સાહેબ
આપણા કર્મો મુજબ ચાલે છે.

“જ્યારે ભાગ્ય દરવાજો નથી ખોલતું,
તો તમારે ભાગ્ય ખોલવુ પડે છે.”

“તમારું નસીબ સારું હોય કે ખરાબ,
મહત્વ હંમેશા તમારી મહેનતનું ગણાય છે.”

Must Read : happy birthday wishes for wife in gujarati

આશા રાખુ છું તમને આ ભાગ્ય સુવિચાર (Bhagya Suvichar) Gujarati ખુબ જ ગમ્યા હશે. અમે આવા અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે. 

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!