Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

ભારત વર્ષમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધુમથી ઉજવાય છે. આમ તો દિવાળીનું પર્વ અગિયારસથી ચાલુ થઇ થાય છે ત્યારબાદ વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી અને છેલ્લે નવુ વર્ષ એમ કુલ-૬ દિવસ આ દિવાળીનો તહેવાર ઉજવાય છે. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને મળવા જાય છે અને નવા વર્ષની શુભકામના પાઠવે છે તથા નવા વર્ષની ખુશીમાં મીઠાઇ પણ વહેચે છે. તો ચાલો આજે અમે તમને નવા વર્ષ માં તમારા સ્નેહીજનોને મોકલવા માટે Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા સંદેશ)નો ખજાનો તૈયાર કર્યો છે.

Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

સાલ મુબારક!
બેસતું વર્ષ તમને અને તમારા પરિવાર માટે
સુખ સમૃદ્ધિ,આનંદમય અને
શાંતિપૂર્વક જાય એવી નવા વર્ષની શુભેચ્છા

આજથી શરૂ થતા નવા વર્ષમાં
આપની મુશ્કેલીઓ ઓછી થાય અને
તમારા દ્વારે ભરપૂર સુખ આવે
એવી મંગલકામના! નવા વર્ષની શુભેચ્છા…

આ વર્ષ તમારા જીવનમાં
નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ
અને નવી પ્રેરણાઓ લાવશે.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા

આવનારું વર્ષ તમારા માટે
સફળતા અને સંપત્તિથી ભરેલું રહે
એવી ઈશ્વરને પ્રાર્થના. નવા વર્ષની શુભેચ્છા

🪔🪔 આપને અને આપના પરિવાર ને નૂતનવર્ષ ની મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના

*નવું વર્ષ આપના જીવનમા જ્ઞાનનો પ્રકાશ પથરાય અને
અજ્ઞાનનો આંધકાર દુર થાય અને જીવન માં ખૂબ પ્રગતિ થાય
એવી નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું **🪔🪔🌹🌹

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!