જય આદ્યાશક્તિ આરતી ગુજરાતી ભક્તિ પરંપરામાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ગવાતી આરતી છે. “જય આધા શક્તિ મા, જયો જયો આધા શક્તિ” જેવા ભક્તિમય શબ્દોથી શરૂ થતી આ આરતીમાં માતા આદ્યાશક્તિના વિવિધ સ્વરૂપો, તેમની શક્તિ અને મહિમાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. નવરાત્રી સહિત અનેક ધાર્મિક પ્રસંગોએ ગવાતી આ આરતી ભક્તોના મનમાં શ્રદ્ધા અને ભક્તિનો ભાવ જગાવે છે. આ લેખમાં આપણે જય આદ્યાશક્તિ આરતીના સંપૂર્ણ ગુજરાતી લિરિક્સ (Jay Adhya Shakti Aarti Lyrics in Gujarati) સાથે તેના પૌરાણિક અને ભક્તિમય ભાવને જાણીશું.
જય આદ્યાશક્તિ આરતી (Jay Adhya Shakti Aarti Lyrics in Gujarati)
જય આધા શક્તિ મા, જયો જયો આધા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં (૨) પંડિત મા, જગદંબે. જયો જયો મા શક્તિ…
પડવે પ્રગટ્યાં મા, દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ (૨)
બ્રહ્મા ગણપતિ ગાઉં (૨) હર ગાયે હર મા. જયો જયો…
તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં, મેં ત્રિભુવનમાં (૨)
ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી મા. જયો જયો…
ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યાં, મા (૨)
ચાર ભુજા ચૌદિશા (૨) પ્રગટ્યાં દક્ષિણમાં. જયો જયો…
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (૨)
પંચતત્ત્વ ત્યાં સોહીએ (૨) પંચે તત્ત્વોમાં. જયો જયો…
ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, મા મહિષાસુર (૨)
નરનારીના રૂપે (૨) વ્યાપ્યાં સઘળે મા. જયો જયો…
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા (૨)
ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી-ગીતા મા. જયો જયો…
અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા, મા આઈ આનંદા (૨)
સુરનર મુનિવર જન્મ્યા (૨) દેવો દૈત્યોમાં. જયો જયો…
નવમી નવકુળ નાગ, સેવે નવ દુર્ગા, મા સેવે (૨)
નવરાત્રીનાં પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા. જયો જયો…
દશમી દશ અવતાર, જય વિજયાદશમી, મા જય (૨)
રામે રામ રમાડ્યા (૨) રાવણ રોળ્યો મા. જયો જયો…
એકાદશી અગિયારશ કાત્યાયની કામા, મા કાત્યાયની (૨)
કામદુર્ગા કાલિકા (૨) શ્યામા ને રામા. જયો જયો..
બારશે બાળા રૂપ, બહુચરી અંબા, મા બહુચરી (૨)
બટુકભૈરવ સોહીએ કાળભૈરવ સોહીએ, તારા છે તુજ મા. જયો જયો…
તેરશે તુળજા રૂપ, તું તારુણી માતા, મા તું (૨)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતા. જયો જયો…
ચૌદશે ચૌદા સ્વરૂપ, ચંડી ચામુંડા, મા ચંડી (૨)
ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો સિંહવાહિની માતા. જયો જયો…
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો (૨)
વશિષ્ઠ દેવે વખાણ્યા માર્કંડદેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા. જયો જયો…
સંવત સોળ સત્તાવન સોળસે બાવીસ મા (२)
સંવત સોળે પ્રગટ્યાં (૨) રેવાને તીરે, ગંગાને તીરે. જયો…
ત્રંબાવટી નગરી, આઈ રૂપાવતી નગરી મા મંછાવતી નગરી
સોળ સહસ ત્યાં સોહીએ (૨) ક્ષમા કરો ગૌરી, દયા કરો ગૌરી. જયો જયો…
શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ (૨)
ભણે ‘શિવાનંદ સ્વામી’ (૨) સુખ સંપત્તિ થાશે, હરે કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે. જયો જયો…
Shree Ambaji Mata Ni Aarti (Jay Adhya Shakti Aarti Lyrics in Gujarati)
Jay Aadya Shakti Maa, Jayo Jayo Aadya Shakti
Akhand Brahmand Nipavya (2) Pandit Maa, Jagdambe. Jayo Jayo Maa Shakti…
Padave Pragatyam Maa, Dwitiya Bey Swaroop, Shivshakti Jaanu, Maa Shiv (2)
Brahma Ganpati Gaau (2) Har Gaye Har Maa. Jayo Jayo…
Trutiya Tran Swaroop, Tribhuvanma Betha, Me Tribhuvanma (2)
Traya Thaki Tarveni (2) Tu Tarveni Maa. Jayo Jayo…
Chothe Chatura Mahalakshmi, Maa Sacharachar Vyaapya, Maa (2)
Char Bhuja Chaudisha (2) Pragatyam Dakshinma. Jayo Jayo…
Panchami Panch Rushi, Panchami Gun Padma, Maa Panchami (2)
Panch Tattva Tya Sohiye (2) Panche Tattvoma. Jayo Jayo…
Shashthi Tu Narayani, Mahishasur Maaryo, Maa Mahishasur (2)
Naranarina Roope (2) Vyaapya Saghaley Maa. Jayo Jayo…
Saptami Sapt Paatal, Sandhya Savitri, Maa Sandhya (2)
Gau Ganga Gayatri (2) Gauri-Geeta Maa. Jayo Jayo…
Ashtami Asht Bhuja, Aai Ananda, Maa Aai Ananda (2)
Surnar Munivar Janmya (2) Devo Daityoma. Jayo Jayo…
Navami Navkul Naag, Seve Nav Durga, Maa Seve (2)
Navratri Na Poojan, Shivratri Na Archan, Kidha Har Brahma. Jayo Jayo…
Dashami Dash Avatar, Jay Vijayadashami, Maa Jay (2)
Rame Ram Ramadya (2) Ravan Rolyo Maa. Jayo Jayo…
Ekadashi Agiyarash Katyayani Kama, Maa Katyayani (2)
Kamdurgā Kalika (2) Shyama Ne Rama. Jayo Jayo…
Barashe Baala Roop, Bahuchari Amba, Maa Bahuchari (2)
Batuk Bhairav Sohiye, Kaal Bhairav Sohiye, Tara Chhe Tuj Maa. Jayo Jayo…
Terashē Tulja Roop, Tu Taruni Mata, Maa Tu (2)
Brahma Vishnu Sadashiv (2) Gun Tara Gaata. Jayo Jayo…
Chaudashē Chauda Swaroop, Chandi Chamunda, Maa Chandi (2)
Bhav Bhakti Kai Aapo, Chaturai Kai Aapo, Sinhvahini Mata. Jayo Jayo…
Pooname Kumbh Bharyo, Sambhaljo Karuna, Maa Sambhaljo (2)
Vashishth Deve Vakhanya, Markand Deve Vakhanya, Gai Shubh Kavita. Jayo Jayo…
Samvat Sol Sattavan Solse Bavvis Maa (2)
Samvat Sole Pragatyam (2) Revane Tire, Gangane Tire. Jayo…
Trambavati Nagari, Aai Rupavati Nagari, Maa Manchhavati Nagari
Sol Sahas Tya Sohiye (2), Kshama Karo Gauri, Daya Karo Gauri. Jayo Jayo…
Shivshaktini Aarti Je Koi Gashe, Maa Je Koi (2)
Bhane ‘Shivanand Swami’ (2) Sukh Sampatti Thashe, Hare Kailase Jashe, Maa Amba Dukh Harshe. Jayo Jayo…
જય આદ્યાશક્તિની આરતી માત્ર માતાજીની સ્તુતિ નથી, પરંતુ ભક્તના હૃદયમાંથી પ્રગટતી શ્રદ્ધા, શક્તિ અને સમર્પણની ભાવના છે. આરતીના દરેક શબ્દમાં મા જગદંબાના વિવિધ સ્વરૂપો અને તેમના દિવ્ય મહિમાનું સુંદર સ્મરણ થાય છે. ખાસ કરીને નવરાત્રીના પાવન દિવસોમાં જ્યારે ભક્તો એકસાથે “જય આદ્યાશક્તિ મા, જયો જયો આદ્યાશક્તિ” ગાય છે, ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.
મા આદ્યાશક્તિ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક શક્તિ ભરે તથા દરેક ભક્તની સાચી મનોકામના પૂર્ણ કરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના.
જય આદ્યાશક્તિ મા 🙏
જય અંબે મા!