આત્મવિશ્વાસ સુવિચાર | Self confidence quotes, Suvichar, Shayari in Gujarati

આત્મવિશ્વાસ સુવિચાર- સ્વામી વિવેકાનંદે સાચુ જ કહયુ છે કે, ‘આત્મવિશ્વાસ જ ભાવી ઉન્નતિનું પ્રથમ પગલું છે.’ આત્મવિશ્વાસ એક એવો ગુણ છે જે તમારું જીવન બદલી શકે છે. આપણામાંથી ઘણા લોકો પાસે આ ગુણ નથી હોતો અને તેના કારણે જીવન મુશ્કેલ બની જાય છે, તો ચાલો આજે આપણે આ આર્ટીકલ્સમાં કેટલાક આત્મવિશ્વાસ સુવિચાર (Self confidence quotes, Suvichar, Shayari in Gujarati) વિશે જાણીશુ જે તમારો આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થશે.

આત્મવિશ્વાસ સુવિચાર ( Self confidence quotes, Suvichar, Shayari in Gujarati)

એ નાનકડી હાથબત્તી છે,
જે અંધકાર માં તમને બધું જ
નહીં બતાવી શકે,
પણ, તમને આગલું કદમ
મુકવાની જગ્યા જરૂર બતાવશે..!!

આત્મવિશ્વાસ એજ પ્રવ્રુત્તીનો પાયો છે,
આત્મવિશ્વાસ વીના પ્રવ્રુત્તીનુ સાચું પરીણામ ન મળે.

આત્મવિશ્વાસ, મનોબળ અને સંકલ્પના,
ત્રણ તીર જેના ભાથામાં હોય એ માણસ
અઘરામાં અઘરું નિશાન વીંધી શકે છે..

પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે…
અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે આદર છે…
સ્વયં સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે….
અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે.

❛આત્મવિશ્વાસ જ ભાવી ઉન્નતિનું પ્રથમ પગલું છે.❜-સ્વામી વિવેકાનંદ

શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ અને,
આત્મવિશ્વાસનો અર્થ છે ઈશ્વરમાં વિશ્વાસ.

જીવનમાં બધું જ ‘શક્ય’ છે ,
બસ શરૂઆત ‘આત્મવિશ્વાસ’ થી થવી જોઈએ

“હોય ઝંખના પ્રબળ તો દુનિયા ઝુકી જાશે..,
સ્વયં માં હોય આત્મવિશ્વાસ તો સફળતા કદમ ચુમી જાશે..!!”

એક સાચા નિર્ણયથી આપણો આત્મવિશ્વાસ બમણો થાય
અને એક ખોટા નિર્ણયથી આપણને બમણો અનુભવ મળે.
તેથી બન્ને કેસમાં ચિંતિત થવાની જરૂર નથી

જીવન પૂર્ણ થાય છે જ્યારે શ્વાસ થમી જાય છે
આશા, નિરાશામાં પરિણમે છે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે.
પ્રેમનો અંત આવે છે, જ્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ન હોય.
મિત્રતા ખંડિત થાય છે ,જ્યારે ‘વહેંચીને’ખાવાની ભાવના સૂકાય છે.

ચિંતા વ્યક્તિને નબળા બનાવી શકે છે
અને ચિંતનથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે

સ્વાસ્થ્ય સૌથી મોટું ધન છે,
સંતોષ સૌથી મોટું સુખ છે અને
આત્મવિશ્વાસ સૌથી મોટો મિત્ર છે.

આત્મવિશ્વાસ સુવિચાર
આત્મવિશ્વાસ સુવિચાર

આત્મવિશ્વાસ જયાં સુધી
બુધ્ધિ, પરિશ્રમ, સંયમ અને અનુભવ
આ ચાર પાયા પર સ્થિર ન હોય
ત્યાં સુધી તે આત્મવિશ્વાસ નહિ,
પરંતુ ખોટો અહંકાર હોય છે.

પોતાની પસંદગીનું કામ કરવાથી
આત્મવિશ્વાસમાં વધારો થાય અને
કાર્યનો ભાર નથી લાગતો

દુનિયાની મોટી કરુણતા એ છે કે..
મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી,
અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓ માંથી
ક્યારેય ફુરસદ મળતી નથી.

આત્મવિશ્વાસ એ ઘણી મોટી મુડી છે,
જેના આધારે ઘણા જંગ જીતી શકાય છે.

આત્મવિશ્વાસ સાચા પડવાથી નથી આવતો
બ્લકે ખોટા પડવાનો ડર ન હોવાથી આવે

બધુ છીનવાઇ જાય તો ચિંતા નહી કરવાની
બૂધ્ધિ અને અનુભવ કોઇની તાકાત નથી છીનવી શકે
ખાલી આત્મવિશ્વાસ ખોવો જોઇએ
જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઇ શકે છે.

આત્મવિશ્વાસ ખરીદી શકાતો નથી,
તે સતત કામ કરતા રહેવાથી અને
અનુભવોથી જ મળે છે.

ગૌરવ, નિષ્ઠા, શિષ્ત અને આત્મવિશ્વાસ
એ તમામ તાળાઓની ચાવી છે.

આરોગ્ય એ સૌથી મોટી સંપત્તિ છે,
સંતોષ એ સૌથી મોટો ખજાનો છે,અને
આત્મવિશ્વાસ એ સૌથી મોટો મિત્ર છે.

આત્મવિશ્વાસ, મહેનત અને શ્રધ્ધા
માનવીને ઉન્નતિના માર્ગે લઇ જાય છે.

આત્મવિશ્વાસ સુવિચાર
આત્મવિશ્વાસ સુવિચાર

ઓળખાણ, આવડત, અક્કલ, અનુભવ અને
આત્મવિશ્વાસ બજારમાં વેચાતા નથી.

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આ આત્મવિશ્વાસ સુવિચાર ( Self confidence quotes, Suvichar, Shayari in Gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!