સંઘર્ષ સુવિચાર | Sangharsh Quotes in Gujarati

સંઘર્ષ સુવિચાર- દરેક વ્યકિતના જીવનમાં સફળતા પહેલાંનું મહત્વપુર્ણ સોપાન સંઘર્ષ તો આવે છે. આપણે મહાન વ્યકિતઓના જીવન ઉપર નજર કરીએ તો એમની સફળતા પાછળ તેમણે કરેલો સંઘર્ષ અને મહેનત જોવા મળે છે. જો તમારે જીવનમાં સફળ થયુ તો સંઘર્ષ કરવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે આ આર્ટીકલ્સમાં કેટલાક સંઘર્ષ સુવિચાર, શાયરી (Sangharsh Quotes in Gujarati) જોઇએ જે તમને પ્રેરણા આપશે.

સંઘર્ષ સુવિચાર, શાયરી (Sangharsh Quotes in Gujarati)

સફળતાની ઉંચાઈ પર હો ત્યારે ધીરજ રાખો,
કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે
આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી!

જેમ પાનખર વૃક્ષ પર
નવા પાંદડા દેખાવા માટે જરૂરી છે,
એ જ રીતે જીવનમાં સફળ થવા માટે
સંઘર્ષ કરવો પણ જરૂરી છે.

વિશ્વ નો સૌથી શ્રેષ્ઠ અભિનય એટલે….
મન માં સંઘર્ષ ચાલતો હોવા છતાં ચહેરા પર હાસ્ય હોવું….

જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે.
કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

જીવન છે તો સંઘર્ષ છે
અને હાસ્ય જ હથિયાર છે

સંઘર્ષથી આપણી યોગ્યતા નિખરે છે;
જે ક્ષણે સંઘર્ષ કરવાનું બંધ કરી દઈએ છીએ,
તે ક્ષણથી યોગ્યતા નષ્ટ પામે છે

તમારી સફળતા માં “એ” ભાગીદાર થાય છે,
જેમને તમે પ્રેમ કરો છો..
પરંતુ… તમારા સંઘર્ષ માં “એ” ભાગીદાર થાય છે,
જે તમને પ્રેમ કરે છે.. !!!

ઘર્ષણ વગર ” ગતિ ” નથી,‌ સંઘર્ષ વગર ” પ્રગતિ ” નથી,
મુશ્કેલીઓ વગર જિંદગી “જિંદગી” નથી.

હંમેશાં ખોટી વ્યક્તિનો ખુલ્લેઆમ વિરોધ કરો,
પછી ભલે રાજનીતિ હોય કે સામાન્ય જીવન!
કારણ કે ઇતિહાસ સંઘર્ષ કરનારાઓ દ્વારા લખાયેલ છે,
પગ ચટનાર દ્વારા નહીં

હે મનુષ્ય, તું દરિયો છે
ખારાશ બધી ભીતર સંઘરી બાહો પસારી
ઉછળતો આવકારતો
સાગર તારી પીડાને હરી લેવા હજુ ક્યા કોઈ નદી સક્ષમ છે
તો પણ કોઈજ ફરિયાદ વગર
એજ ભાવથી સઘળુ સ્વીકારતો, તુ થાકતો નથી

મુશ્કિલ પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતી વખતે,
એક બહુમૂલ્ય સંપત્તિ વિકસિત થાય છે…
જેનું નામ છે આત્મબળ…!

સંઘર્ષ એ તો પ્રકૃતિનું આમંત્રણ છે,
જે સ્વીકારે છે તે જ આગળ વધે છે…

ગભરાયા વગર સંઘર્ષ
કરતા રહો કેમકે સંઘર્ષ
દરમિયાન જ માણસ
એકલો હોય છે,
સફળતા મળ્યા પછી
આખી દુનિયા તેની સાથે હોય છે

સફળતા માટે તો સંઘર્ષ જ કરવો પડે સાહેબ,
બાકી કિસ્મત તો અકસ્માત અને સટ્ટામાં જ કામ લાગે.

સંઘર્ષ સુવિચાર
સંઘર્ષ સુવિચાર

પોતાના સપનાને જીવતા રાખો,
જો તમારા સપનાનું તણખલું ઓલવાઈ ગયું છે,
તો એનો અર્થ એ છે કે
તમે જીવતા જ આત્મહત્યા કરી લીધી છે.

સંઘર્ષ ખૂબ જટિલ છે મુજ પગલી ના પ્રણય નો
કોઈ સામાન્ય વ્યક્તિ એનો ભેદ ઉકેલી શકે એમ નથી

સંઘર્ષની રાત જેટલી અંધારી,
સફળતાનો સૂરજ ખૂબ જ ચમકતો હોય છે.

વિના સંઘર્ષ માણસ ચમકી નથી શકતો.
જે દિવો પ્રજજવલિત હશે તેમાં જ અજવાળુ ૫ણ હશે.

સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી
જ્યાં સુધી કોઈ ઘા ન હોય ત્યાં સુધી પથ્થર પર પણ
ત્યાં સુધી તે ભગવાન ન બને.

જીવન એક સંઘર્ષ છે
મૃત્યુ એટલે આરામ

મેદાન પર હારેલો જીતી શકે છે,
પરંતુ જે વ્યક્તિ તેના મનમાંથી હારે છે તે ક્યારેય જીતી શકતો નથી.

અભિમાન તેને જ હોય છે જેણે સંઘર્ષ કર્યા વગર બઘુ મેળવી લીધું હોય છે,
બાકી જેણે પોતાની મહેનત થી મેળવ્યું હોય છે તે બીજા ની મહેનત ની પણ કદર કરે છે.

સંઘર્ષ વગરની સફળતા મીઠા વગરના ભોજન જેવી હોય છે
તેનાથી ભુખ તો મટી જાય છે પણ સ્વાદિષ્ટ નથી લાગતી

સંઘર્ષ સુવિચાર
સંઘર્ષ સુવિચાર

સંઘર્ષ મનુષ્યને મજબૂત બનાવે છે,
પછી ભલે તે કેટલો પણ નબળો કેમ ન હોય.

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આ સારા માણસ સુવિચાર (Sara Manas Suvichar In Gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!