જ્ઞાન સુવિચાર | Gyan Suvichar Gujarati

જ્ઞાન સુવિચાર એ મોટીવેેેેશનનો ખજાનો છે. દરેક વ્યકિત કંઇ જન્મથી જ્ઞાની નથી હોતો. કેળવણી અને અનુભવ થકી તે જ્ઞાની બને છે. જ્ઞાન એ જીવનની એવી મુડી છે જે વાપરવાથી વધે છે તેને કોઇ ચોર લુટેરા લુટી નથી શકતા. આ ઉપરાંત તમારા જ્ઞાન થકી કોઇના જીવનની પરેશાની હલ કરવામાં મદદ કરવી એ સૌથી મોટુ પુણ્ય ગણાય છે. તો ચાલો આજે આપણે અહી કેટલાક જ્ઞાન સુવિચાર (Gyan Suvichar Gujarati) જોઇએ. જે તમને પ્રેરણા આપશે.

જ્ઞાન સુવિચાર (Gyan Suvichar Gujarati)

જ્ઞાનની સમાન કોઈ ખજાનો નથી.

તમારા અજ્ઞાનનું જ્ઞાન, એ જ્ઞાન નો સર્વાધિક શ્રેષ્ઠ અંશ છે.

દરેક જ્ઞાની પાસેથી જ્ઞાન મેળવો, ભલેને તે બાળક હોય.

અજ્ઞાન એ ભગવાનનો શ્રાપ છે,
જ્ઞાન એવી પાંખ છે જે આપણને ઉડાડીને સ્વર્ગમાં લઈ જાય છે.

ઘણી બધી બાબતોનું અધૂરું જ્ઞાન હોવા કરતાં કશું ન જાણવું વધુ સારું છે.

જે બીજા વિશે જાણે છે તે વિદ્વાન છે,
જે પોતાના વિશે જાણે છે તે જ્ઞાની છે.

જ્ઞાન એ શક્તિ છે.

કર્મ એ શક્તિ છે,
તેની સર્વોચ્ચ અભિવ્યક્તિ
ત્યારે જ સંભવ છે કે જ્યારે
તેમાં જ્ઞાનનું રોકાણ કરવામાં આવે છે.

જ્ઞાનની શરૂઆત ભગવાનના ડરથી થાય છે.

અધુરુ જ્ઞાન એ ખતરનાક બાબત છે.

જ્ઞાન એ ઉત્પાદનનું એકમાત્ર એવુ સાધન છે
જેના પર ઉત્પાદનમાં ક્રમશઃ ઘટાડો થવાનો નિયમ લાગુ પડતો નથી.

જ્ઞાન સાથે શંકામાં વધારો થાય છે.

દરેક વ્યક્તિ પાસે જ્ઞાન હોય છે,
પરંતુ દરેક વ્યક્તિ જ્ઞાની નથી હોતા.

પુસ્તકો એ પાનાનું પોટલું નથી પણ
જીવનના જ્ઞાનનું પોટલું છે.

જ્ઞાન ભૂતકાળને સમજાવવા માટે નથી,
પરંતુ ભવિષ્યનું નિર્માણ કરવા માટે છે.

જ્ઞાન સુવિચાર
જ્ઞાન સુવિચાર

જીવનમાં કઠોર તપસ્યા દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ શક્ય છે.

મૂર્ખ લોકો દુર્વ્યવહારનો જવાબ દુર્વ્યવહારથી આપે છે,
જ્યારે જ્ઞાની માણસ મૌનથી જવાબ આપે છે.

ઈશ્વરે જ્ઞાન કરતાં વધુ પવિત્ર કોઈ વસ્તુ નથી બનાવી.

અજ્ઞાનથી મોટો કોઈ દુશ્મન નથી.

અનુભૂતિ વિના જ્ઞાન મેળવીને પંડિત બની શકાય પણ જ્ઞાની નહીં.

જે પોતાને મહાન વિદ્વાન માને છે તે મહાન મૂર્ખ છે.

કોઈની સાથે ખોટું જ્ઞાન શેર કરવાને બદલે, તેને સ્પષ્ટપણે નકારવું વધુ સારું છે.

સાંખ્ય જેવું કોઇ જ્ઞાન નથી, યોગ જેવી કોઈ શક્તિ નથી.

જ્ઞાની માણસે એવા જ વચનો કરવા જોઈએ જે તે પૂરા કરી શકે.

જે વસ્તુ આપણે જાણતા નથી તે જાણવું એ જ્ઞાન છે.

જ્ઞાન વહેંચવાથી ઘટતું નથી પણ અનેકગણું વધે છે.

અભ્યાસ એ જ્ઞાનના ખજાનાની ચાવી છે.

જ્ઞાન એ એવો માર્ગ છે
જે માણસને સાચી દિશા તરફ દોરે છે.
જીવનની હકીકતો જાણવાની સમજ આપે છે

જ્ઞાન માણસને પરિપક્વ બનાવે છે.
યોગ્ય જ્ઞાન માણસનું જીવન સફળ બનાવે છે

જ્ઞાન એ એવો માર્ગ છે
જેના દ્વારા માણસ પોતાની મુશ્કેલીઓમાંથી
બહાર આવીને ઉકેલ તરફ આગળ વધી શકે છે.

જ્ઞાન સુવિચાર
જ્ઞાન સુવિચાર

જ્ઞાન એ એક દીવો છે
જે જીવનમાં પ્રકાશ ફેલાવે છે,
જેના પ્રકાશથી જીવન ઉજ્જવળ બને છે.

એક જ્ઞાની માણસ પોતે જ તેની બધી સમસ્યાઓમાંથી
બહાર નીકળવાનો માર્ગ શોધવા સક્ષમ હોય છે.

જ્ઞાન દ્વારા જ માણસ પોતાના અસ્તિત્વને ઓળખી શકે છે
અને વિશ્વને સમજી શકે છે.

જ્ઞાન માણસને તેના લક્ષ્યો બનાવવા અને
તેને પૂરા કરવાનો માર્ગ મોકળો કરે છે.

જ્ઞાન દ્વારા જ માણસ આ જગતને સરળતાથી ચલાવી શકે છે.
જ્ઞાન વિના વિશ્વમાં પ્રગતિ શક્ય નથી.

આ સંસારમાં માણસ જ્ઞાનથી જ નામ, કીર્તિ, ધન મેળવી શકે છે.

જ્ઞાન એ માણસની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે,
જે કમાઇને વહેંચવાથી વધે છે, તે ક્યારેય ઘટતી નથી.
જ્ઞાન માણસને સમૃદ્ધ બનાવે છે.

જ્ઞાની લોકોની વાત ઉપયોગી હોય છે,
જે જીવનના માર્ગમાં મદદરૂપ સાબિત થાય છે.

જ્ઞાન માણસને વિનમ્રતાનો ગુણ આપે છે.
નમ્રતાનો ગુણ માણસને જીવનમાં
યોગ્ય સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે.

માણસ માટે જ્ઞાન હોવું એ સારી વાત છે
અને આ જ્ઞાનને શ્રેષ્ઠ બનાવવું
એ માણસના પ્રયત્નોથી સિદ્ધ થાય છે.

જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે.

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આ જ્ઞાન સુવિચાર (Gyan Suvichar Gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!