Best Good Night Quotes in Gujarati | શુભ રાત્રી સુવિચાર

Good Night Quotes in Gujarati-જીવનમાં શાંતિનું ખુબ જ મહત્વ છે. માણસ ભલેને ગમે તેટલો  પૈસાવાન હોય ૫રંતુ તેના જીવનમાં શાંતિ ન હોય તો તેની કમાણીની સાથે તેનું જીવન ૫ણ નકામુ બની જાય છે. તમને એમ થશે કે આ શાંતિ મેળવવી કેવી રીતે? જીવનમાં શાંતિ મેળવવા માટે સારા વિચારો ખુબ જ જરૂરી છે આ સારા વિચારો આ૫ણી રોજીંદી પ્રક્રિયાનો જ ભાગ છે.

જેવી રીતે કોઇ વ્યકિતને સવારમાં શુભ સવારના  મેસેજમાં સરસ સુવિચાર મોકલવાથી સામે વાળી વ્યકિત તથા આ૫ણો આખો દિવસ સારો જાય છે તે રીતે રાત્રે શુભ રાત્રીના મેસેજ સ્વરૂપે સુવિચાર મોકલીને આ૫ણે આ૫ણા મિત્રો/સ્વજનોની જીવનમાં શાંતિનો માહોલ ઉત્પન્ન કરવામાં મદદરૂ૫ થઇ શકીએ છીએ તો ચાલો આજે આ૫ણે ગુજરાતી ભાષામાં કેટલાક Good Night Quotes in Gujaratiના સુંદર મજાના સુવિચારો જાણીએ હુ આશા રાખુ છુ કે આ good night images in gujarati તમને ખુબ જ ગમશે.

Good Night Quotes in Gujarati (શુભ રાત્રી સુવિચાર)

બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે
માટે કોઈ માણસ ને નકામો ના ગણવો
કારણ કે માણસ નહિ માણસ નો સમય ખરાબ હોય છે.
******શુભ રાત્રી********

Good Night Quotes in Gujarati

અસલી નશો તો ઊંઘ નો છે
કોઈ વાર અનુભવી જોજો..
દારુ ગાંજા પણ એની સામે પાણી પીવે,
કુદરતી નશો છે ઊંઘ,
જેને ના આવે આ નશો એ જ દારુ ના નશા કરે
———🌻🌷ગુડ નાઇટ🌷🌻———-

કેટલીયે ઝંખના ઓ સ્વપ્ન માં જાગી હશે
જયારે ઊંઘતી રાધા હશે અને વાંસળી વાગી હશે

બેફામ વરસવું જ પડે
ઝાંકળથી કંઈ પૂર ના આવે

વાદળો ની વચ્ચે થી પણ રસ્તો કરી લે છ
ચાંદ તને જોવા કેવા કરતબ કરી લે છે
———🌻🌷ગુડ નાઇટ🌷🌻———-

જો વ્યક્તિનો ઈરાદો બુલંદ હોય તો
તે દરેક મુશ્કેલી નો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે
********શુભ રાત્રી********

Good Night Quotes in Gujarati

હે ભગવાન, હું ક્યાં એમ કહું છું
કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે. 
વિનંતિ મારી બસ એટલી જ છે કે 
સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ આપી દે.
*******શુભ રાત્રી******

ભૂલી જવું અને ભુલાવી દેવું
આ બધું મગજ નું કામ છે
તમે તો દિલમાં રહો છો
ચિંતા નાં કરતા
*****શુભ રાત્રી*******

ખખડાવતા રહીયે દરવાજા,
એક મેક ના મનનાં….
મુલાકાત નાં થાય તો કાંઈ નહીં,
પણ રણકાર તો રહેવો જ જોઈએ..
———🌻🌷ગુડ નાઇટ🌷🌻———-

સપના પણ કેટલા છેતરામણા હોય છે
એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે
ખુલી ગયા પછી વેરાન જણાય છે બધું,
એ બંધ આંખે જ સોહામણા હોય છે.
*****શુભ રાત્રી*******

અપમાનના પુરાવા આપી શકાતા નથી
કારણકે પીડાની લાગણીઓને
કિલોગ્રામમાં માપી શકાતી નથી. 
*******ગુડ નાઇટ********

Good Night Quotes in Gujarati

એક દોસ્ત કહે છે ,
હું તારી બધી મુશકેલી માં તારી સાથે છું
પણ એક સાચો દોસ્ત કહે છે , કે 
તને કોઈ દિવસ મુશકેલી નહિ આવે ,
જયારે હું તારી સાથે હોઇશ
*******ગુડ નાઇટ********

અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી
કારણ કે પૈસા બે દિવસ કામ આવે છે 
પૈસા આખી જિંદગી આપણી પાસે રેહતા નથી
 જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.
*******ગુડ નાઇટ ********

જ્ઞાન મેળવી શકાય છે, જો ચિંતન કરી શકીએ..
સંસ્કાર મેળવી શકાય છે, જો વિનમ્ર બની શકીએ
********ગુડ નાઇટ********

જીવનની સાચી ગતી તો પ્રગતિમા રહેલી છે,
પ્રગતિ કરે તે પ્રવ્રુતી કહેવાય,
 અને પ્રવ્રુતી પૈસા રળી આપે.
********ગુડ નાઇટ*******

સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ
આટલું માનવી કરે કબૂલ
તો હરરોજ દિલમાં ઉગે સુખનાં ફૂલ
******Shubh Ratri*******

મૌન અને હસી એ બે તાકાતવાન હથીયાર છે,
હસી તકલીફ દુર કરે છે,
જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે
*******શુભ રાત્રી********

Good Night Quotes in Gujarati

માણસ આખી જિંદગી પૈસા પાછળ દોડે છે
અને અંતે પૈસા મળ્યા પછી તે જે વસ્તુ ખરીદે છે
 તે બધી વસ્તુ વગર તે ચલાવી શકે તેમ હોય છે.
******Shubh Ratri********

આચાર વગરનો આપણો વિચાર ગમે તેટલો સુંદર હોય,
પણ તે હંમેશા માણસના મન ઉપર અત્યાચાર કર્યા કરે છે.
પરીણામ એ આવે છે કે
તે આપણી કાર્યશક્તિને ખતમ કરી નાખે છે.
******શુભ રાત્રી********

વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે.
મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.
******Shubh Ratri******

કોઈ ખુશીમાં રડ્યું છે તો*
કોઈ દુઃખ માં રડ્યું છે…..🍀
🍃ગજબ ખેલ છે જિંદગીનો
સાહેબ🍂🌾કોઈ વિશ્વાસ માટે રડ્યું છે
તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે……!!!!!🍃
********Shubh Ratri*********

ભગવાન પણ કેવા કેવા સંબંધ બંધાવી દે છે*
કયારે?, કયાં?, કેવી રીતે? મળાવી દે છે
જેને આપણે કયારેય મળ્યા પણ ન હોય ,ઓળખતા પણ ન હતા
તેને જ આપણા સૌથી વ્હાલા બનાવી દે છે

રૂપિયાના ઢગલા પર ઊંઘની હડતાલ છે,
પણ માટીના ઓટલા પર નીંદર મહેરબાન છે !!
———🌻🌷ગુડ નાઇટ🌷🌻———-

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આ Good Night Quotes in Gujarati (શુભ રાત્રી સુવિચાર) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!