રામાપીરની આરતી- રામદેવજી (બાબા રામદેવ, રામસા પીર, રામદેવ પીર, પીરો કે પીર) એ રાજસ્થાનના લોક દેવતા છે, જેમની રાજસ્થાન અને ગુજરાત સહિત ઘણા ભારતીય રાજ્યોમાં પૂજા કરવામાં આવે છે. તેમની સમાધિ રામદેવરા (જેસલમેર) ખાતે ભાદરવા મહિનાની શુક્લ પક્ષ દ્વિતિયાથી દશમી સુધી ભવ્ય મેળો ભરાય છે, જ્યાં દેશભરમાંથી લાખો ભક્તો દર્શાનાર્થે આવે છે. ચાલો આજે આપણે આ આર્ટીકલ્સમાં રામાપીરની આરતી (Ramdevpir ni aarti lyrics Gujarati) જોઇએ.
રામાપીરની આરતી (Ramdevpir ni aarti lyrics Gujarati)
પિછમ ધરાં સૂં મહારા પીરજી પધારિયા
ઘર અજમલ અવતાર લિયો
લાછાં રે સુગણા કરે થારી આરતી
હરજીરે ભાટી ચંવર ઢોળે
પિછમ ધરાં સૂં મહારા પીરજી પધારિયા
ગંગા જમુના વહે સરસ્વતી
રામદેવજી બાબો સ્નાન કરે
લાછાં રે સુગણા કરે થારી આરતી
હરજીરે ભાટી ચંવર ઢોળે
પિછમ ધરાં સૂં મહારા પીરજી પધારિયા
ધિરત મિઠાઇ બાબા ચડે થારે ચૂરમો
ધુપો રી રમજોળ પડે
લાછાં રે સુગણા કરે થારી આરતી
હરજીરે ભાટી ચંવર ઢોળે
પિછમ ધરાં સૂં મહારા પીરજી પધારિયા……
ઢોલ નગારા બાબા નોબત વાગે
ઝાલર રો ઝણકાર પડે
લાછાં રે સુગણા કરે થારી આરતી
હરજીરે ભાટી ચંવર ઢોળે
પિછમ ધરાં સૂં મહારા પીરજી પધારિયા……
દુર- દુર સૂં આવે થારે જાતરો
દરગા આગે બાબા નીવણ કરે
લાછાં રે સુગણા કરે થારી આરતી
હરજીરે ભાટી ચંવર ઢોળે…
પિછમ ધરાં સૂં મહારા પીરજી પધારિયા……
હરી ચરણે ભાટી હરજી બોલે
નવ રે ખંડોમાં થારી જ્યોતો જળે
લાછાં રે સુગણા કરે થારી આરતી
હરજીરે ભાટી ચંવર ઢોળે
પિછમ ધરાં સૂં મહારા પીરજી પધારિયા……