સમય શાયરી | Time Shayari Gujarati

સમય — એ જ જીવનનો સૌથી મોટો ગુરુ છે. તે ક્યારેય અટકતો નથી, કોઈની રાહ જોતો નથી, અને દરેકને પોતાનું મૂલ્ય શીખવી જાય છે. ક્યારેક સમય ઘાવ આપે છે, તો ક્યારેક એ જ સમય ઘાવને ભરવા માટે મલમ બની જાય છે. આ લેખમાં અમે સમય પર આધારીત હૃદયસ્પર્શી ગુજરાતી શાયરીઓ લાવ્યા છીએ — કેટલીક ઉદાસીની છાંયામાં, કેટલીક પ્રેરણાથી ભરપૂર અને કેટલીક જીવનના અનુભવોથી ઉપજી આવેલી. વાંચો અને અનુભવો કે કેવી રીતે “સમય” દરેક શબ્દમાં ધબકે છે…

સમય શાયરી (Time Shayari Gujarati)

છેલ્લે સમય દેખાડી જ દે છે
કોણ શુ હતું અને આપણે શુ
સમજતા હતા.

જો તમે હાથ પર હાથ રાખીને
સારો સમય આવે તેની રાહ જોતા હોય
તો સારો સમય પણ પગ ઉપર પગ મૂકી ને
તમારી મહેનતની રાહ જોતો હોય છે.

ઓય, સાંભળ..!
સમય રહેતા કદર કરી લે જે મારી,
ભલે બધા કહેતા હોય કે હું પાગલ છું તારા પ્રેમ માં.,
પણ, આટલો બધો પ્રેમ કરવાવાળી પાગલ
તને કંઈ પાછળ થી મળશે પણ નહિ.
ને,જ્યારે સમય જતાં સમજાશે મારી કિંમત ત્યારે,
કદાચ હું તારી સાથે નહિ હોવું ને મળીશ નહિ

પડે ઓછો સમય ખુદના જ મનને જાણવા માટે,
આ હું છું? વાર લાગે છે મને એ માનવા માટે.

ઘડિયાળ કરતા હોકાયંત્ર વઘારે*
*ઉપયોગી છે કારણ કે કેટલો સમય*
*ચાલયા તેના કરતા કઇ દિશા મા*
*ચાલ્યા એ વઘુ મહત્વ નુ છે*…!!

જેટલો સમય ઓછો મળે એની એટલી વેલ્યુ વધી જાય 💯

સમય કાળ અને પરિસ્થિતિ જોઈ ને પણ ના બદલાય એ મિત્ર

સમય ટુંકો પડે સુખમાં, સમય લાંબો ઘણો દુઃખમાં
સમય સરખો રેહતો નથી, સમયની આ સમસ્યા છે.
જીવે માણસ વીત્યા પળમાં, કરી ચિંતા નવા પળની સમયની
આ જ પળમાં જીવવું એ તપસ્યા છે…

એકબીજા માટે જીવવું એનું નામ જ જિંદગી છે,
એટલા માટે..
સમય એમને પણ આપો, જે તમને દિલ થી ચાહે છે.

અનુભવ ઉમરથી નહિ,
પણ પરિસ્થિતિથી આવે છે,
સારા સમય કરતા ખરાબ સમય
જીંદગીમાં ઘણું બધું શીખવી જાય છે.

કંઈક સારું થશે એ આશા હંમેશાં જીવંત રાખજો,
કારણ કે નસીબ બદલાય કે ન બદલાય
પણ સમય ચોક્કસ બદલાય છે.

જીવનનો સૌથી મોટો ભ્રમ…
મેં જેટલું લોકો માટે કર્યું છે,
સમય આવશે ત્યારે એ લોકો
મારા માટે પણ એટલું જ કરશે.

ખરાબ સમય આવે ને ત્યારે ગાંડા મિત્રો કામ આવે
બાકી આપડે જેને સમજદારને સારા સમજતાં હોય
એતો ડાહી ડાહી વાતો કરીને નીકળી જાય…

કોઈપણ તક ઉગતા સૂરજ જેવી હોય છે.
જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા
તો એ તક જતી જ રહેશે…
આથી કોઈપણ તક મળે તો તેને કેવી રીતે ઝડપી શકાય
એ દિશામાં તુરંત કાર્ય શરૂ કરી દેવું જોઈએ..

ક્યારેક એકલા ચાલવાનો સમય આવે ને તો… ડરશો નહીં ,
કેમ કે સ્મશાન અને સિંહાસન પર માણસ હમેશાં એકલો જ હોય છે

ક્યારેક ક્યારેક આપણે ખોટા પણ નથી હોતા,
પરંતુ આપણી પાસે એ સમય અને એ શબ્દો નથી હોતા
જે આપણને સાચા સાબિત કરી શકે…!

કોઈ પણ વસ્તુ નું
સત્ય સમજાય તો
ક્ષણમાં જ સમજાય છે
અમુક સમય પછી નહીં

Time Shayari Gujarati

ગાલ પર ચુંબન હજી અકબંધ છે,
સ્પર્શ ધોવાની મને આદત નથી.
આવશે સારો સમય, માન્યું છતાં,
રાહ જોવાની મને આદત નથી.

તારી દરેક વાતો યાદ આવશે,
મન થશે કે તને રોકી લઉં,
પણ એ સમય એવો હશે કે હું મૌન
રહેવા સિવાય બીજું કશું જ નહિ કરી શકું..

સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે..
કોઇનો પસાર થતો નથી..
તો, કોઇ પાસે હોતો નથી..!!

સમય મુશ્કેલ અને ધારદાર આવે તો પણ ટકી રહેજો સાહેબ,
*યાદ રાખજો ખરબચડા જોડે ઘસાવાથી જ લીસું થવાય છે !!*

સમય કોઈ નો નથી.
પરંતુ જે સમયે કોઈ
*સમસ્યા* નો જન્મ થાય છે.

તે જ સમયે તેનો *સમાધાન*
નો પણ જન્મ થઈ ગયો હોય છે..!!”

સમય બધું શીખવી જાય છે,
જે ન શીખે એ પાછળ રહી જાય છે.

સમય શાયરી

સમય સુખમાં સાથી લાગે,
દુખમાં સાચો અર્થ બતાવે.

સમયને રોકી શકે કોઈ નથી,
પણ સમયનો સાચો ઉપયોગ કરનાર જીતે છે.

સમય બધાને તક આપે છે,
ફરક એટલો કે કોઈ ઓળખી લે છે, કોઈ ગુમાવી દે છે.

જે સમય ગુમાવે છે, એ સપનાં ગુમાવે છે,
અને જે સમયની કદર કરે છે, એ દુનિયા જીતે છે.

સમય બોલતો નથી,
પણ દરેકને તેની કિંમત સમજાવતો જાય છે.

સમય કોઈનો સાથ આપતો નથી,
જે સમયનો સાથ આપે છે, એ જ સફળ થાય છે.

સમય બધાને બદલાવી નાખે છે,
કોઈને નમ્ર બનાવે છે, કોઈને નકલી.

જેમ જેમ સમય પસાર થાય છે,
તેમ તેમ માણસ સમજદાર બને છે કે એકલો.

સમય એ જ અદૃશ્ય શક્તિ છે,
જેને ન કોઈ જોઈ શકે, ન કોઈ જીતે શકે.

સમય એ જ એક એવી વસ્તુ છે જે પાછો ક્યારેય આવતો નથી. તે કોઈને માટે અટકતો નથી, પણ જે તેની કદર કરે છે, તે જીવનની દરેક દોડમાં આગળ રહે છે. દરેક ક્ષણ એક તક છે — શીખવાની, સુધરવાની અને સપનાં સાકાર કરવાની.

આ શાયરીઓ માત્ર શબ્દો નથી, પરંતુ સમયના પાઠ છે જે આપણને યાદ અપાવે છે કે જીવનનું સાચું સૌંદર્ય દરેક ક્ષણમાં છુપાયેલું છે.
તો ચાલો, સમયને પ્રેમ કરો, તેની કદર કરો, અને દરેક પળને અર્થપૂર્ણ બનાવો. 💫

Leave a Comment

x
WhatsApp ગ્રૂપમાં જોડાવો!