સારા માણસ સુવિચાર | Sara Manas Suvichar In Gujarati

સારા માણસ સુવિચાર – “મહાન માણસ એ નથી જે બીજાઓ પર પોતાની શક્તિ નો રોફ જમાવે, પણ મહાન માણસ એ છે જે પોતે મોટો માણસ હોવા બીજાને તેની સામે નાનો ન લાગવા દે.” જીવનમાં ઉત્તમ માનવી બનવું એ એક અદભૂત ઉપક્રમ છે, જે આપણા વ્યક્તિત્વ અને જીવનશૈલીને ઉત્તમ બનાવે છે. એવા સુવિચાર, જે હૃદયને સ્પર્શે અને જીવનમાં નવી દિશા આપે, તે ન માત્ર આપણું જીવન સુધારે છે પણ આસપાસના લોકો માટે પણ પ્રેરણાનું સ્ત્રોત બને છે.

આ લેખમાં, આપણે ગૂંથેલા એવા ઉત્તમ વિચારો પર પ્રકાશ પાડશું, જે નૈતિક મૂલ્યો, દયા, અને સારામાણસાઈના મુખ્ય આદર્શો પર આધારિત છે. આ વિચારો તમારા જીવનમાં મનોમન શાંતિ અને ખુશી લાવવાની સાથે, તમને એક શ્રેષ્ઠ માણસ બનવાની પ્રેરણા આપશે.

ચાલો, જીવનની આ અનમોલ શીખ સાથે સારા માણસ બનવાના માર્ગ પર આગળ વધીએ! અહી સારા માણસ સુવિચાર (Sara Manas Suvichar In Gujarati) વિશે જાણીએ.

સારા માણસ સુવિચાર (Sara Manas Suvichar In Gujarati)

પોતાને સારા બનાવી લો
દુનિયામાંથી એક ખરાબ માણસ
આપોઆપ ઓછો થઇ જશે.

માણસ ખરાબ ત્યારે જ બને છે
જયારે કોઇ તેના સારા હોવાનો
ફાયદો ઉઠાવી જાય છે.

જિંદગી માં સારા માણસ ની
શોધ ન કરો
તમે પોતે સારા બની જાવ,
કદાચ તમને મળીને કોઈની
શોધ પૂરી થઈ જાય…!

Sara Manas Suvichar In Gujarati

કર્મ અને નીતિથી
માણસ ની ઓળખ થાય છે…
બાકી સારા કપડાં તો
મોલમાં પૂતળાં પણ પહેરે છે…!

મોટા માણસ બનવું સારી વાત છે
પરંતુ સારા માણસ બનવું
એ સૌથી મોટી વાત છે.!!

ધર્મ કોઈ પણ હોય
સારા માણસ બનો!
હિસાબ કર્મનો થશે,
ધર્મ નો નહીં!!!

સારા માણસ સુવિચાર

ક્યારેય સારા માણસ સાથે
મગજ મારી ના કરવી.
કારણ કે.
જ્યારે એક સુંદર કાચ તુટે છે ત્યારે
તીક્ષ્ણ હથિયાર બની જાય છે….

“તમે ગમે એટલા સારા માણસ કેમ ના હોય,
તો પણ તમે કોઈ એક ની કહાની માં તો..
ખરાબ હશો જ.!”

સારા માણસ સાથે ખરાબ પણ
તેના સારા માટે જ થતું હોય છે .

જે માણસ સારા વિચારોને પકડી શકે છે…
એ માણસે હાથમાં માળા
પકડવાની જરૂર નથી રહેતી…

“સારા માણસ ” બનવાથી ખાસ કંઈ ફરક પડતો નથી,
પોતાને થોડી વધુ અને સામે વાળા ને થોડી ઓછી તકલીફ પડે છે .

સારા માણસની જગ્યાએ
મારા માણસને ગોઠવવામાં આવે છે.
ત્યારે તે સંગઠન, સંસ્થા, કંપની, સમાજ, સમિતિ કે ટ્રસ્ટને,
વિનાશના પંથે જતા કોઇ અટકાવી શકતુ નથી.

સંબંધો બંધાય છે સ્નેહથી,
વિકસે છે વ્હાલથી,
પણ, સચવાય છે માત્ર “સમજણથી”
દરેક સારા સંબંધ માં
એક સારા માણસ નું રોકાણ હોય છે…

“સારા અનુભવથી
ખરાબ માણસ બદલાય કે ના બદલાય પણ
ખરાબ અનુભવ થી
સારા માણસો ઘણા બધા બદલાઈ જાય છે”

જો કોઈ સ્ત્રી તમારી સાથે હોવા અને
જો તે ભય મુક્ત હોય તો,
ચોક્કસપણે તમે એક સારા માણસ છો..

સારા માણસ ની હાલત મીઠા લીમડા જેવી હોય છે
કોઈ પણ દાળ શાક બનાવતા પહેલા એને નાખવામાં આવે છે
અને એ જ દાળ શાક ખાતા વખતે
એને જ સૌથી પહેલા બહાર કાઢવામાં આવે છે…

જ્યારે તમે કોઈ ખોટા માણસનો વિરોધ કરો છો
ત્યારે કોઈ સારો માણસ વચ્ચે નહીં આવે,
પણ… જ્યારે તમે કોઈ સારા માણસનું સમર્થન કરો છો
ત્યારે ખોટા માણસો જાન લઈને પહોંચી જશે

ખામીઓ સુધારવાનો નમ્ર પ્રયાસ
અને નેગેટિવિટી ઘટાડવાની પ્રામાણિક તૈયારી
એ જ માણસમાંથી સારા માણસ બનવાની પ્રક્રિયા છે!
basically દરેક માણસ સારો જ હોય છે,
આપણે બસ આપણામાં જે અયોગ્ય છે
એને દૂર કરવાની ખેવના હોવી જોઈએ

એક સારા માણસ હોવું,
ધર્મ, જાતિ, ત્વચા, રંગ કે સંસ્કૃતિ પર નિર્ભર નથી કરતુ..
નિર્ભર તો તમારો બીજા પ્રત્યે કરવામાં આવેલો વ્યવહાર છે કે
તમે કઈ કેટેગરી માં આવો છો..

સારા માણસ ની એક નિશાની એ છે કે
એ એવા લોકો ની પણ ઈજ્જત કરે છે
જેનાથી એને કોઈ ફાયદો કે ઉમ્મીદ નથી

સારા માણસ સુવિચાર
સારા માણસ સુવિચાર

ગમતા સંબંધો સાચવી રાખજો ,
જો એ ખોવાશે તો
ગૂગલ પણ નહીં શોધી શકે…!!!
દરેક સારા સંબન્ધ માં એક
સારા માણસ નું રોકાણ હોય છે…

સાહિત્ય માં PHD કરવાથી ડોક્ટર તો બની જવાય..
પણ સારા માણસ બનવા માટે
તમારા સ્વભાવ અને જીભ ને કાબૂમાં રાખવી જોઈએ…

સારા માણસ ની એક ખરાબ આદત હોય છે,
એ સંબંધ તોડતા નથી ઓછા કરી નાખે છે..

સારા માણસ ની મૈત્રી
ઉત્તમ ગ્રંથની સુંદરતા જેવી છે
જેમ તેનો ઊંડો અભ્યાસ કરીએ,
તેમ તેમાંથી વધુ ને વધુ આનંદ આવે છે.

સત્ય છે કે ભીડ માં દરેક માણસ સારો નથી હોતો
પરંતુ એક સચ્ચાઈ એ પણ છે કે સારા માણસ ની ભીડ હોતી નથી

આ ૫ણ વાંચો

  • બાળપણ શાયરી
  • દર્દની શાયરી
  • જુદાઈ શાયરી
  • ગુલાબ ની શાયરી

સમાપ્તિ: સુવિચારો સાથે જીવનનું શણગાર

આ બધા સુવિચાર આપણી જીવનયાત્રાને સાર્થક બનાવવા માટે માર્ગદર્શક છે. સાચા અર્થમાં સારા માણસ બનવું માત્ર આપણા હૃદયની દયા અને કરુણા જ નહીં, પરંતુ આપણા રોજિંદા કાર્યો અને નિર્ણયો દ્વારા પ્રગટ થતું છે.

આ સુવિચાર આપણને યાદ અપાવે છે કે જીવનમાં નફરત કરતાં પ્રેમ, વિરોધ કરતાં સહકાર અને સ્વાર્થ કરતાં નિસ્વાર્થતા વધુ શક્તિશાળી છે. જો દરેક વ્યક્તિ આ વિચારોને પોતાના જીવનમાં અમલમાં લાવે, તો આ દુનિયા વધુ સુંદર અને શાંતિમય બની શકે છે.

ચાલો, આ સુવિચારોને માત્ર વાંચીને મૂકી ન રાખીએ, પણ તેમને અમલમાં લાવીને આપણા જીવનમાં એક સારા માણસની ઓળખ બનીએ. હંમેશા યાદ રાખો, તમને સારો બનાવવાનું શક્તિમાન સાધન તમારું દિલ અને વિચાર છે.

Leave a Comment

x
WhatsApp ગ્રૂપમાં જોડાવો!