બાળપણ શાયરી | Best balpan shayari gujarati 2023

માનવ જીવનનો ઉત્તમ સમય એટલે બાળ૫ણ. બાળપણ એટલે આનંદનો ખજાનો. મિત્રો સાથે રમવુ, ફરવુ અને મજા કરવી. કોઇ પણ જાતની ચિંતા નહી માત્ર મોજ જીંદગી જીવવાની. ખરેખર બાળપણની મજ જ કંઇક અલગ જ હતી. આ વાંચીને તમને પણ તમારૂ બાળપણ યાદ આવી ગયુ હશે. તો ચાલો આજે બાળ૫ણ શાયરીઓ (balpan shayari gujarati)  દ્વારા આ૫ણા બાળ૫ણની કેટલીક યાદો તાજી કરીએ.

માનવ જીવનનો ઉત્તમ સમય એટલે બાળ૫ણ. તો ચાલો આજે બાળ૫ણ શાયરીઓ (balpan shayari gujarati)  દ્વારા આ૫ણા બાળ૫ણની કેટલીક યાદો તાજી કરીએ.

આ૫ણા જાણીતા કવિ કાગ બાપુએ માતા તથા બાળ૫ણનો મહિમા વર્ણવતા ખૂબ જ સરસ કહયુ છે.

મોઢે બોલુ મા ને સાચે જ બાળ૫ણ સાંભરે
આ મોટ૫ની માયા મને કડવી લાગે કાગડા

ખરેખર બાળ૫ણ એ સોનેરી સમય છે. ૫રંતુ તેનુ મહત્વ જયારે આ૫ણે મોટા થઇએ ત્યારે સમજાય છે. ત્યારે આ૫ણી પાસેથી એ સમય જતો રહયો હોય છે. માટે આ૫ણે બાળ૫ણને ખૂબ જ આનંદથી જીવવુ જોઇએ. ચાલો હવે થોડીક બાળ૫ણની શાગરીઓ ૫ણ જોઇ લઇએ

બાળપણ શાયરી (balpan shayari gujarati 2021)

મારે ફરીથી કરવો જે બાળપણ નો પ્રવાસ
મિત્રોના નિસ્વાર્થ પ્રેમના પહેરણ પ્રવાસ
સ્વાર્થી દુનિયા ના મર ને ભૂલી જીવવાનું.
બચપણ ના એ માસુમ શાણપણ નો પ્રવાસ
———🌻***🌷***🌻———-

સાદા સેન્ડલ પહેરવા વાળા ક્યારે બ્રાન્ડેડ શુઝ પહેરતા થઈ ગયા ખબર જ ના પડી
બાળપણ ક્યારે વિતી ગયો એની ખબર ના પડી.
———🌻***🌷***🌻———-

હમણાં જ કંઈક પસાર થયુ
બેફિકર ધૂળ માં દોડતું
પાછળ ફરીને જોયું તો એ બાળપણ હતું.

———🌻***🌷***🌻———- 

Must Read : લવ શાયરી 

મને મારું બાળપણ તો પાછું નહીં મળે
પણ મને મારી બાળપણ ને નીંદર પાછી  જોઈએ છે.
———🌻🌷🌻———-

હવેની પેઢી ના નસીબમાં નથી દફતર લઈને દોડુંવુ
તૂટેલી ચંપલને જોડવું, નાસ્તાના ડબ્બા, 
ખોબે ખોબે પીવાતું પાણી, રિસેસ ની વિશેષ ઉજવણી
ઘૂંટણને પડતા આછા ઘા શેરીમાં અસંખ્ય ફેરા
વરસાદમાં પલળવું, ખુલ્લા પગે રખડવું
ગોર આમલીના ચટાકા પીઠ પર માસ્તરના ફટાકા
ના ટ્યુશન ના ટેન્શન એ અમારું બાળપણ..
———🌻***🌷***🌻———-

Must Read : પ્રેમ ભરી શાયરી

હવે મને સમજાય છે
બાળપણની દરેક પળ ઉત્સવ બની જાય છે
પણ  અહીં તો દરેક સમયથી બંધાય છે
હવે મને સમજાય છે
મને એમ કે માટીથી રમાય છે
પણ અજાણ હું, માણસ જ રમકડું બની જાય છે
હવે મને સમજાય છે
હા તે સમયે જીદ કરવાથી વધુ મળી જાય છે
ક્યાં ખબર કે પૈસાથી મૂલ્ય અંકાય છે
હવે મને સમજાય છે
બાળપણમાં પળ નો ઝગડો  પળ દોસ્તી થાય છે
હવે ભૂલો શિવાય સઘળુ  ભૂલાય છે
હવે મને સમજાય છે
હું રાજા ને તુ રાણી
ભવોભવ ના સાથ ક્યા, પળ માં છૂટાછેડા થાય છે
હવે મને સમજાય છે.
———🌻***🌷***🌻———-

ચાહુ બનવા  હું ફરી બાળ નાનું
નથી વિસરાતું બાળપણ મારૂ
મચાવી તોફાન હું જ રિસાતો
ને થપ્પો હંમેશા મારો જ થતો
ભાવતું ભોજન ને ચોકલેટ થી જ માનતો
જમવા ટાણે મસ્તી કરી બહુ ૫જવતો
પિતા ની નકલ હમેશા કરતો
ના ફાવે છે છતાં પણ મથ્યાં કરતો
ચાહુ ફરી મળે બાળ નીંદર તો કેવું સારું
નથી વિસરાતું બાળપણ મારૂ.
———🌻***🌷***🌻———-

ફરી પાછો એ દુનિયામાં ખોવાઈ જવા માંગુ છું
નિર્દોષતા ના તાંતણે બંધાઈ જવા માંગુ છું
ફરી એકવાર એ બાળપણ ને જીવવા માંગું છું
મમતાના વરસાદમાં ભિંજાઈ જવા માંગું છું
માં તારો પાલવ પકડીને દોડવા હું માંગુ છું
એકવાર એ બાળપણ ને જીવવા માંગું છું
સમયે જૂની પળોમાં ઢોળાઈ જવા માંગુ છું
વિસરાઇ ગયેલા સમયમાં વિસ્તરી જવા માંગુ છું
ફરી એકવાર એ બાળપણ ને જીવવા માંગું છું
અજાણ બની એ નીજાંનદ માં ચાલવા માંગુ છું
અજાણ્યાં  મિત્રો સાથે ફરી એકવાર રમવા માંગુ છું
જીવન ને પાછી એ ખુશીઓ ની પળો ધરવા માંગુ છું
ફરી એકવાર એ બાળપણ ને જીવવા માંગું છું…
———🌻***🌷***🌻———-

બાળપણ તો ઘણું સારું હતું
જ્યાં એક કીટા અને બુચ્ચા માં સબંધ સુધરી જતા
હવે તો માફી માંગવા છતાં એ સંબંધમાં કડવાશ રહી જાય છે..
———🌻***🌷***🌻———-

બાળપણમાં ભર બપોરે ઉઘાડા પગે
આખા  ગામમાં આટો મારી આવતા
જ્યારથી યા ડિગ્રીઓ સમજમાં આવવા લાગી
ત્યારથી પગ બળવા લાગ્યા છે
———🌻***🌷***🌻———-

ઘૂંટણ એ તાજા છે બાળપણના નિશાન,
યાદો નું  મલમ લગાવી ને આવું છું
વર્તમાન ને કહો થોભી જાય
બાળપણ ને મળીને આવુ છુ…
———🌻***🌷***🌻———-

કીટ્ટા ને બુચ્ચા ખૂબ જ નાના હતા અને
આ બે શબ્દો દ્વારા બાળપણ ક્યાં નીકળી ગયું એની ખબર જ ના રહી
જિંદગીની અનમોલ પળો નજર સામેથી વહી ગઈ ખબર જ ના રહી
ને બાળપણની યાદોની આ અનમોલ પળો ભૂસાઈ ગઈ આ જગતમાં
———🌻***🌷***🌻———-

કેમ વર્ણવું એ.
બાળપણના યાદોના ખજાનાને
એ નિસ્વાર્થ પ્રેમ નું પીરસણ
વગર કારણનું ખુશ રહેવું ને
માસુમિયત ભર્યું રડવું
આ કોઈ માન મર્યાદા નું ડાહપણ ને 
નાની નાની વાતોમાં ખુશીની હેલી
ના કોઈ ઓળખાણ પ્રેમ ભરી નિસ્વાર્થ મુલાકાત
ને સ્વાર્થ વિનાનું જીવન
આચાર વિચાર અને વાણીમાં માત્ર ને માત્ર અનુપમ મીઠાશ
એ મારુ મધરૂ બાળપણ.
———🌻***🌷***🌻———-

 Must Read : ગુલાબ શાયરી

****બાળપણ ની યાદો*****
આજે બેઠી બેઠી કાગળની પસ્તી બનાવું છું
સાથે સાથે બાળપણને ફરી વાગોળું છું
આ બદલાયેલા જમાનામાં ક્યાંક જઈ રહી છું
ખબર નથી ક્યાં સુધી ચાલીસ  ક્યાં છાયડો મળશે
ખબર નથી ક્યાં વ્યસ્ત છું એ કોના ખ્યાલમાં છું
પણ આ બધું મેલી ને પાછી ભણવા બેઠી છું
એટલે જ બેઠી બેઠી કાગળની પસ્તી બનાવું છું
ને પાછી બેઠી બેઠી બાળપણને ફરીથી વાગોળું છું..
———🌻***🌷***🌻———-

બાળપણ ની યાદો હજુ મનમાં રમે છે
બાળપણ જેવી જુવાની માં કયાં મજા છે
રવિવારની રજા આજે પણ છે
પણ બાળપણ જેવી મજા જુવાનીમાં ક્યાં છે
બાળપણના દિવસોને યાદ કરવાની કંઈક અલગ જ મજા છે
પણ ફરિ આ બાળપણને જીવવા ના મળે જાણે એક સજા છે.
———🌻***🌷***🌻———-

આપણને મીઠી યાદ જીવવા જો ફરી મળે
તો ફરી એ નિર્દોષ લાગણીઓ ઉરમાંથી ઉછળે
ન સ્વાર્થ ન કપટ ના કોઈ જંજાળ
જે યાદો બની છે માયાને જાળ
મળે જો થોડી ક્ષણો તો જવું છે ફરી એકવાર
એ નિર્દોષ જીવન જીવવા એકવાર…
———🌻***🌷***🌻———-

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આ બાળપણ શાયરી (Balpan Shayari Gujarati 2023) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

1 thought on “બાળપણ શાયરી | Best balpan shayari gujarati 2023”

  1. ખૂબ સરસ. મજાની વાત એ છે કે આ વાચતા જ આંખ સામે બાળપણ ઉભરી આવ્યું.

    Reply

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!