ઘાયલ શાયરી | Ghayal Shayari in gujarati 2023

જીવનમાં દરેક વ્યકિતને કોઇ ને કોઇ સાથે પ્રેમ તો જરૂર થાય છે. તો કેટલાક પ્રેમમાં સફળ થાય છે તો વળી કેટલાકને પ્રેમમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. પ્રેમમાં જેનુ દિલ તુટી જાય છે એવા પ્રેમીઓને આપણે પ્રેમમાં ઘાયલ કહીએ છીએ.  આજના લેખમાં એવી જ કેટલીક ઘાયલ શાયરી (ghayal shayari in gujarati) વિશે આ૫ણે જોઇશુ.

જયારે કોઇ ૫ણ વ્યકિતને પ્રેમમાં દગો થાય છે ત્યારે તે એકદમ ઉદાસ થઇ જાય છે. તેને આ૫ણે પ્રેમમાં ઘાયલ તરીકે ગણી શકીએ.

ઘાયલ શાયરી (ghayal shayari in gujarati)

જિંદગીની કિતાબમાં અમે તમારું નામ લખી રાખ્યું
આંખો ખોલીને જોયું તો તમે જ પાનું ફાડી નાખ્યું
———🌻***🌷***🌻———-

જો ને આ પ્રેમના નામે કેટલી રમત રમે છે.
એક જ સ્ટેટસ કેટલા બઘા માટે  મુકે છે.
———🌻***🌷***🌻———-

મે સુરજ પાસે ૫ણ રાત માંગી છે
તકદીરમાં નથી એ વાત માંગી છે
જે મળવાના નથી એમની મુલાકાત માંગી છે
———🌻🌷🌻———-

Must Read : પ્રેમ ભરી શાયરી

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકુ છું
મૃત્યુના હાથ ૫ળમાં હેઠા કરી શકુ છું
આ મારી શાયરી એ સંજીવની છે
ઘાયલ શાયર છું સાહેબ
૫ાળીયાને ય બેઠા કરી શકુ છું
———🌻🌷🌻———-

હવે આ એકાંતમાં રહુ છુ..
કેમ કે આ એક જગ્યા છે
જયાં હુ ખુદને સમજુ છું અને
સમજાવી ૫ણ લઉ છું
———🌻🌷🌻———-

ઘાયલ શાયરી
ghayal shayari in gujarati

કોરા કાગળમાં કંઇક આમ લખુ છું
મોગરાના તેજ ને ૫ણ શ્યામ લખુ છું
ઉડી ન જાય સુવાસ તારી એટલે
બંઘ એકાંન્તમાં ૫ણ નામ લખુ છું
———🌻🌷🌻———-

હોત દરિયો તો તરવાની ય
તક પામી શકત
શુ કરુ ઝાંજવાના નીરે
ડુબાવ્યો છે મને
———🌻🌷🌻———-

“રાત ગઇ વાત ગઇ”
આ ખાલી કહેવત જ છે સાહેબ
નહી તો ૫ુછી જોવો કોઇ ઘાયલ દીલને
એ રાતો ને વાતો ભુલવા કેટલો સમય લાગે છે.
——–🌻🌷🌻———-

કયારેક સમય મળે તો
પાછળ ફરીને ૫ણ જોઇ લેજો
હજુ ૫ણ એ નજરોથી
‘ઘાયલ’ બનવાની ઇચ્છા અઘુરી છે
——–🌻🌷🌻———-

Must Read : ગુલાબ ની શાયરી

આ નાજુક દિલ માં કોઈ માટે એટલો પ્રેમ છે સાહેબ
દરરોજ રાતે જ્યાં સુધી આંખ ભીની ન થાય
ત્યાં સુધી ઊંઘ નથી આવતી.
———🌻***🌷***🌻———-

વિતાવી તો દઉ હું જિંદગી આખી પણ
શું એ જિંદગી કહેવાશે, તારા વિના?
જિંદગી થી વધારે હવે મને મોત વહાલી લાગશે,
પણ એ મોત કેવી રીતે આવશે તારા વિના.
———🌻***🌷***🌻———-

આ દુનિયા મતલબી છે
મારા મોઢે મારા અને તમારા મોઢે તમારા.
———🌻***🌷***🌻———-

નફરત છે આ પ્રેમ શબ્દ થી મને
ક્યારેક આ પ્રેમ શબ્દ થી પ્રેમ પણ હતો
સ્વર્ગ નર્ક ની ગેમ તો આ જિંદગીએ બહુ રમાડી,
પણ આ પ્રેમ ગેમે તો જીવતે જીવ જિંદગી ઉજાડી
કટુ વચન ના બોલ બહુ રે ઝીલયા
ક્યારેક આ કવેણ પાછળ મીઠો પ્રેમ પાંગરેલો
સમયે એકમેકની જેમ સાથે પ્રેમ થી  વિતાવેલો
હવે જિંદગી નો સમય કેવી રીતે વીતે એમાં હું મૂંઝાયેલો
સાથી  સારથી, પ્રિય બની લાગણીઓમાં ડૂબેલો
હવે નફરત  એ લાગણીઓથી જેમાં હું ઘણો ફસાયેલો
નફરત છે પ્રેમ શબ્દ થી મને
જેના અહેસાસ થી હું આજ સુધી ઘેરાયેલો. 💔
———🌻***🌷***🌻———-

ના. મને મરવાની ઈચ્છા તો નથી જ
પણ ક્યારેક એમ થાય છે કે જીવીને પણ હું શું કરીશ?
હર પળ એક નિષ્ફળ માણસની જેવુ અનુભવ્યા કરું છું
ખબર નથી કોઈને મારા પર ગર્વ હશે?
થાકી ગયો છું બધાથી ને દૂર દોડી દોડીને
એમ થાય છે કે મુક્કા મારી મારીને દિવાલ તોડી નાખું
પણ ઇમોશનલી મને કોઈ દર્દ નહીં થાય
ઊલટાનું કદાચ મન શાંત થઈ જાય પણ
ફિઝિકલી કદાચ હાથ ભાગી જશે
હું નથી સમજી શકતો શું થઈ રહ્યું છે મારી સાથે?
ગુસ્સો, અનુભવાતું દર્દ, છુપી ચિત્કારીઓ
એમ થાય છે કે બહુ જોરથી ચીસ પાડું

અવાજ છત ચીરીને આકાશના બધા તારલાઓને હચમચાવી નાખે
સમજુ છું મારે આવું આ પોસ્ટ ના કરવું જોઈએ
પણ એ લખું છું જે હું અનુભવું છું. 💔
———🌻***🌷***🌻———-

તારી  લટકતી લટ પર દિલ કાયલ થઈ જાય છે
અણિયાળી આંખોથી એ પાછું ઘાયલ થઈ જાય છે
છમ છમ થાતી પાયલ ને હાથે ચુડલી શોભે
રણકાર એનો સાંભળી ઘેલું પાગલ થઈ જાતી
ચોલીની ભાત જેમ કંડારી તારી યાદોને અંતરે
કે નામ લઉ તારું  ને ભોળું વાયરલ થઈ જાય છે
કંઇક તો જાદુ છે તારા સોહામણા રૂપનો
સ્મિત માત્રથીએ ઘડીભર માં શાયર થઇ જાય છે
નિહાળવા ઝંખે તને રાત દિ મારા સાથમાં,
પણ નજર થી નજર મળે તો એ પાછું ઘાયલ થઈ જાય છે.
———🌻***🌷***🌻———-

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આ ઘાયલ શાયરી (ghayal shayari in gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

2 thoughts on “ઘાયલ શાયરી | Ghayal Shayari in gujarati 2023”

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!