પિતા માટે સુવિચાર | Best papa shayari in gujarati

માતા વિશે તો કવિઓ તથા લેખકોએ ખૂબ જ લખ્યુ છે ૫રંતુ પિતા વિશે કોઇએ નથી લખ્યુ  આજે આ લેખમાં આ૫ણે પિતા માટે સુવિચાર (papa shayari in gujarati) વિશે જાણીએ.

માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પિતાના કડક સ્વભાવ પાછળ છુપાયેલો લખલુટ સ્નેહ જેને બાળકો જાણી નથી શકતા. કારણે તો દરેક પિતાએ ઘરનો સ્તંભ હોય છે. બાળકો આદર્શ હોય છે. અને એટલે આ અનુશાસનની પાછળ છુપાયેલો પ્રેમ બાળકો જોઇ નથી શકતા અથવા ઉંમરના અભાવે સમજી નથી. અને જયારે સમજાય ત્યારે ૫સ્તાવા સિવાય કોઇ સમય નથી. એટલે આ૫ણે માતા પિતાને આદર અને માન આ૫વુ જઇએ. તો ચાલો આ૫ણે  પિતા માટે સુવિચાર જાણીએ.

papa shayari in gujarati
papa shayari in gujarati

પિતા માટે સુવિચાર(papa shayari in gujarati)

મને છાયામાં રાખી ખુદ તડકામાં ઉભા હતા
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા
મારો નાનપણનો ભાર ઉપાડનારા પિતા હતા
———🌻***🌷***🌻———-

મુશ્કેલીના સમયમાં મારી સાથે ઉભા હતા એ
મારી ભૂલો હતી છતાંય મારી માટે લડ્યા હતા એ
Happy father’s day
———🌻***🌷***🌻———-

Must Read : પ્રેમ ભરી શાયરી

હાથમાં તલવાર છે
વાણીમાં  ધાર છે
છતાં શાંત છું 
કારણકે મારા પિતાના સંસ્કાર છે
———🌻***🌷***🌻———-

પિતા એ પ્રાણ છે પિતા એ મહાન છે
પિતાએ વરદાન છે પિતાએ જગ  પિતા એ જહાંન છે
દરિયામાં જેટલો ક્ષર 
ગીતામાં જેટલો સાર
એટલો તો એક શબ્દ પર “ભાર”
એ શબ્દ એટલે પિતા
———🌻***🌷***🌻———-

papa shayari in gujarati
papa shayari in gujarati

આંગળી પકડીને નહીં પણ આંગળી છોડી દઈને કેમ ચાલવુ એ શીખવાડી દેનાર પિતા
ક્યારેક એક માતાની ભૂમિકા સમજી શકે
એટલે એને કહેવાય પિતા
———🌻***🌷***🌻———-

નામ કરીશું હું  રોશન તમારુ મને આભમાં ઊડવાને દો
જોયા છે જે સપના તમે એને સાકાર મને કરવા તો દો
ખુશીઓથી ભરી દઈશ જીવન તમારુ મને રંગમાં રંગાવા તો દો
લાકડી છું હું તમારી પપ્પા મને જી ભરીને જીવવા તો દો
આવીશ હુ અવલ કક્ષામાં મને ડગલા ભરવા દો 
ફુલ છું  હું તમારી  આંગણ નું મને ડાળીએ ખીલવા દો 
જગ મગ આવીશ આપણા ઘરને મને દીવો બનવા તો દો
લાકડી છું હું તમારી પપ્પા મને જી ભરીને જીવવા તો દો.
———🌻***🌷***🌻———-

Must Read : લવ શાયરી

પપ્પા ની પરી
પપ્પા ની લાડકી દીકરી
પપ્પાના ઘણા ઘણા હેત ભર્યા ઋણ
પપ્પા હું તમારી કરજદાર
પપ્પા પણ અફસોસ
પપ્પાએ એક મોકો ના આપ્યો  નેએએએ
પપ્પા પણ તમારી લાડકી ની આ વિદાય  સહન ના થઈ
ને…. પપ્પા તમારી વિદાય….
પપ્પા મારી રોમ રોમમાં છે 
પપ્પા મારા પતિની છબીમાં છો..!
ને…. પપ્પા તમારી યાદો મારા પતિની છબીમાં…!!
———🌻***🌷***🌻———-

મારું સર્વસ્વ તમે છો પપ્પા
મારી ઓળખાણ તમારાથી
શું કહું મારા માટે  શું છો તમે ??
મારુ ગગન તમે છો મારી દુનિયા પણ તમે છો.!
મને એ દિવસો યાદ આવે છે
જ્યારે આંગળી પકડીને ચાલતા શીખવ્યું,
ખભે બેસાડીને દુનિયા બતાવે,
તમારી આ દીકરીના અહેસાન,
હું ક્યારેય નહીં ભૂલું
પાપા ધ વર્લ્ડ  માય હીરો
———🌻***🌷***🌻———-

પોતાની જ મા વિશેની રચના વિચારે આંખો રડી પડે,
જ્યારે એક દીકરીની પોસ્ટમાં પિતાની મહાનતા જડી,
જો એકલા હાથે ઘડતર કરવા વાળી  દરેક માં જીજાબાઈ હોય,
તો માતાના ગયા પછી વડવા વાળા  દરેક પિતા રામ છે.
———🌻***🌷***🌻———-

બાપ બનેલો માણસ એટલો  ઊંડો જાય છે,
ને એના તળિયે  પહોંચવું અશક્ય બની જાય છે.
———🌻***🌷***🌻———-

દીકરી માટે તેના પપ્પા જ ભગવાન હોય છે.
કારણકે ભગવાન બધી ઇચ્છા પુરી નથી કરતા 
પણ પપ્પા દીકરીની બધી ઇચ્છા પુરી કરે છે.
———🌻***🌷***🌻———-

આસુ અને દીકરી સરખા છે બાપ માટે,
આંખે આવે છે આંસુ વહી જવા માટે,
તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે..!
———🌻***🌷***🌻———-

Must Read : બાળપણ શાયરી

તે દિવસે બાપે 
તેની ઢીંગલી આપી દીધી,
તેના આંગણાની તુલસી આપી દીધી
ધન આપ્યો ને મન પણ આપી દીધું
જે હતું તે બધું આપી દીધું
જેનાથી ઘર રોશન હતું,
એ ઝળહળતો દીવડો આપી દિધો.!!
———🌻***🌷***🌻———-

જ્યારે કોઈ બાપ કામ પરથી થાકીને સાંજે ઘરે આવે
ને દીકરી જોઈને એના બાપને પાપા  પાપા કરતી દોડે
ને એ બાપ દીકરી ને હરખથી હૈયે લગાવી લેને
ત્યારે એ બાપનો થાક પળભરમાં ઉતરી જાય છે.!!
———🌻***🌷***🌻———-

મારો દીકરો શું કરશે??
એની ચિંતા પપ્પા કરે છે,
પણ મારા પપ્પા શું કરશે?
એની ચિંતા તો એક દીકરી જ કરશે!!
———🌻***🌷***🌻———-

એક પિતા આખા પરિવારની ચિંતા કરે છે.!
પણ પિતાને ચિંતા તો એક દીકરી જ કરશે.!!
———🌻***🌷***🌻———-

પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક જગ્યાએ પહોંચી વળવું ઈશ્વર માટે અશક્ય હતું,
એટલે તેમણે એક પિતા નું સર્જન કર્યું.
———🌻***🌷***🌻———-

papa shayari in gujarati
papa shayari in gujarati

પુરે વિશ્વ કો સંતુષ્ટ કરના સંભવ હૈ
પરંતુ એક પિતા કો સંતુષ્ટ અસંભવ હૈ.
———🌻***🌷***🌻———-

પિતાના હૃદયમાં દીકરી માટે ના પ્રેમની પરિભાષા સુંદર છે.
વૃદ્ધ પિતા ના ધ્રુજતા હાથ સંભાળવાનો સુંદર છે,
માટે જ બાપ દીકરી નો સંબંધ સુંદર છે.
———🌻***🌷***🌻———-

Must Read : ગુલાબની શાયરી

થાક ઘણો હતો ચહેરા ૫ર ૫ણ
અમારી ખુશી માટે પરિશ્રમ કરતા જોયા છે
આંખોમાં ઊંઘ ઘણી હતી છતાં પણ
ચિંતામાં જાગતા જોયા છે
 તકલીફો ચારે બાજુ હતી પણ,
હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે
કોઈને તકલીફ વર્ણવતા ન હતા પણ,
અડધી રાતે ખુલી આંખે અમારા ભવિષ્યના સપનાં સજાવતા જોયા છે,
પાઈ પાઈ ભેગી કરીને અમારી ખુશી ખરીદતા જોયા છે,
એ ખુશી માટે પોતાના શમણાંઓ ને રોળતા જોયા છે,
પોતાની પસંદગીને નાપસંદ કરી,
તમારી પસંદગીને અપનાવતા જોયા છે,
વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ અને એક હતી,
પિતા સ્વરૂપે સર્જનહાર ને જોયા છે.!!
———🌻***🌷***🌻———-

પિતા એટલે વિચાર નો દરિયો,
પિતા એટલે ગણિતનો બેતાદ બાદશાહ,
પિતા એટલે સંતાનનો પ્રથમ શિક્ષક,
પિતા એટલે ઘરના આધાર નો સ્તંભ,
પિતા એટલે અસંખ્ય ગણતરી નો સરવાળો
પિતા એટલે દરેક મુશ્કેલી ની બાદબાકી
પિતા એટલે દરેક તહેવારો માં બાળકોના સાન્તા ક્લોસ,
પિતા એટલે દીકરી નો પ્રથમ હીરો,
પિતા એટલે દીકરાનો રોલ મોડલ,
પિતા એટલે એના અધૂરા સપના ને એના સંતાનમાં જોનાર,
પિતા એટલે એની અધુરી ઈચ્છાઓ દિલમાં દબાવનાર,
પિતા એટલે એની જૂની વસ્તુઓ ચલાવનાર,
પિતા એટલે બિનજરૂરી વસ્તુઓનો કરકસર કરીને ચરાવનાર,
પિતા એટલે માનો તો નર માં  નારાયણ 
પિતા એટલે દિકરી ના વિદાય સમયે ઘરના ખૂણામાં જઈને ફિબકા ભરનાર.!!
———🌻***🌷***🌻———-

મને રમકડાંઓ આનંદ આયો મારા પપ્પાએ
મને ફુગા ની મજા મનાવી મારા પપ્પાએ
મને આઈસ્ક્રીમ નો જલસો કરાવ્યો મારા પપ્પાએ
મને ટ્રેનની સફર ની મોજ કરાવી મારા પપ્પાએ
મને ગાર્ડનમાં હીચકે જુલાવી  મારા પપ્પાએ
મને સારી સ્કૂલમાં ભણાવી મારા પપ્પાએ
મને સ્વાવલંબી બનાવી મારા પપ્પાએ
તો કેમ એમનો ગુસ્સો આપણે આપણા  હિતમાં નથી ગણતા
તો કેમ એમના કટુ શબ્દો આપણા ગળે નથી જતા
આ જિંદગીની સફરમાં મમ્મી ની મમતાનો તો સૌ ઉલ્લેખ કરે છે 
પણ પપ્પાના યોગદાનનો કોઈ આભાર નથી માનતું .. આઇ લવ યુ પપ્પા
———🌻***🌷***🌻———-

મા ની કોમલ મમતાને બધાએ સ્વીકાર્યું છે,
પણ પિતાની પરવરીશ ને કોઈએ લલકાર્યું નથી…
હેપ્પી ફાધર્સ ડે.!
———🌻***🌷***🌻———-

papa shayari in gujarati
papa shayari in gujarati

સપના તો મારા હતા પણ
એને  દિશા દેનાર મારા પિતા હતા..
———🌻***🌷***🌻———-

મુશ્કેલીના પળમાં હંમેશા સાથે ઉભા હતા તે,
મારી ભૂલો હતી છતાંયે મારી માટે લડ્યા હતા.!!
———🌻***🌷***🌻———-

એમના હોંસલાઓએ ને ક્યારેય પણ,
આંખો નમ  થવા દીધી છે,
જેટલી હતી મારી જરૂરત બધી પૂરી કરી છે…
———🌻***🌷***🌻———-

Must Read : દર્દની શાયરી

શોખ તો પિતાની  કમાણીથી જ થઈ શકે
બાકી પોતાની કમાણીથી તો ગુજારો જ  ચાલે…
———🌻***🌷***🌻———-

ક્યારેક કોઈ ટેન્શન ના લીધે
એમને પુરી રાત ઊંઘ નથી આવતી
પણ જલ્દી આવ ખુલી ગઈ
એમ કહીને કોઈને ચિંતિત નથી થવા દેતા
ક્યારેક કોઈ ટેન્શન ના લીધે
એમને કપાળ પર બહુ પરસેવો થતો હોય છે
એતો ગરમીના લીધે થાય છે
એમ કહીને કોઈને ચિંતિત નથી થવા દેતા
ક્યારેક કોઈ ટેન્શન ના લીધે
એમને જમવાનું મન નથી થતું
ભૂખ નથી લાગી
એમ કહીને કોઈને ચિંતિત નથી થવા દેતા
ક્યારે કોઈ ટેન્શન ના લેતી
એમને ઘરના ખર્ચાની બહુ મુજવણ રહેતી હોય છે
પણ એમના માટે કોઈ વસ્તુ ખરીદવાની જરૂર નથી
એમ કહીને કોઈને ચિંતા થવા દેતા નથી
આખા પરિવારનું રક્ષણ કરે
આખા પરિવારને ખુશી માટે પરિશ્રમ કરે
એને કહેવાય પિતા
———🌻🌷🌻———-

આશા રાખુ છું તમને આ પિતા માટે સુવિચાર (papa shayari in gujarati ) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

1 thought on “પિતા માટે સુવિચાર | Best papa shayari in gujarati”

  1. દીકરી માટે તેના પપ્પા જ ભગવાન હોય છે.
    કારણકે ભગવાન બધી ઇચ્છા પુરી નથી કરતા
    પણ પપ્પા દીકરીની બધી ઇચ્છા પુરી કરે છે.
    ———🌻***🌷***🌻———-

    Reply

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!