કર્મ સુવિચાર

કર્મ એટલે ક્રિયા કે કામ. આપણે મન, વાણી અને શરીરથી જે કંઈ કરીએ, એ બધું કર્મ છે. કર્મ આપણા જીવનને અસર કરે છે. કેટલાક કાર્યો શુભ હોય છે જે આપણને સુખ અને મોક્ષ તરફ લઈ જાય છે. કેટલાક કાર્યો અશુભ હોય છે, જે આપણને સંસારમાં દુ:ખ અને બંધનમાં રાખે છે.

કર્મનો સિદ્ધાંત એ છે કે આપણને આપણા કાર્યોનું ફળ ચોક્કસપણે મળે છે, પછી તે આ જન્મમાં હોય કે પુનર્જન્મમાં. આપણા સંસ્કાર, સ્વભાવ, વૃત્તિ, ભાગ્ય, પ્રયત્ન, સુખ-દુઃખ, પુણ્ય-પાપ, સત-તમ-રજ-ગુણ, આસક્તિ-સ્નેહ-લોભ-ક્રોધ-અભિમાન-ઈર્ષ્યા-હિંસા-કામ-સમય બધુ જ કર્મને આધિન છે. તો ચાલો આજે આપણે અહી કેટલાક કર્મ સુવિચારો વિશે જાણીએ.

કર્મ સુવિચાર

તમારું કર્મ જ તમારી સાચી ઓળખ છે,
બાકી દુનિયામાં એક જ નામના હજારો લોકો હોય છે!

નસીબ મારુ કર્મ મા હતુ હુ શોધતો રહ્યો હાથની લકીરોમા
હરિ મારા હદય મા હતો હુ શોધતો રહ્યો એને મંદીરો મા

પરિણામ પર આપણું નિયંત્રણ નથી,
પરંતુ આપણા કર્મ પર આપણું નિયંત્રણ છે”

ધર્મ કરતા કર્મ ચડીયાતો છે….
કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે…
જ્યારે સારા કર્મ કરો એટલે ભગવાને આપવું પડે છે…

જીવનમાં બીજાની
ખુશી માટે ઈશ્વર
આપણને નિમિત્ત બનાવે.
એ જ શ્રેષ્ઠ કર્મ

ધર્મ તો ફક્ત રસ્તો જ બતાવે છે,
મુકામ પર તો માત્ર કર્મ જ પહોચાડે છે.

આ દુનિયામાં ભગવાન ને યાદ કરવા વાળા કરતા
સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે.

રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી,
કર્મ જ માણસ નું સાચું ગૌરવ છે.

સંપતિ માત્ર ને માત્ર આપણી જીવનશૈલીનું સ્તર બદલી શકે છે,
વિચારો, સમય, દાનત અને કર્મ નહિ…..

કર્મ તો કામધેનુ છે,
એને દોહતાં આવડે તો
આનંદરૂપી દૂધ મળે

કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે ,
એવી સમજણ જેના હદયમાં છે;
તેના કર્મ માં સુગંધ હોય છે.

આળસ આપણને આકર્ષિત લાગે છે
પરંતુ કર્મ આપણને સંતોષ આપે છે.❜

પૈસા ઘર સુધી સાથે રહેશે,
પરિવાર સ્મશાન સુધી સાથે રહેશે,
જ્યારે કર્મ અને ધર્મ…
આ લોકની સાથોસાથ
પરલોકમાં પણ સાથે રહેશે…

ભાગ્ય ની લાઈટ
ચાલુ હોય કે બંધ ,
કર્મ ના દીવાને
કયારેય ફૂંક ના મરાય.

સંપત્તિ કરતાં સંસ્કાર ચઢિયાતા છે સાહેબ…*
કારણકે…
સંપત્તિ હોય તો “વીલ” બને છે અને
સંસ્કાર હોય તો “ગુડવીલ” બને છે
કોઈ મારૂ ખરાબ કરે એ એનું “કર્મ”…..
*પણ હું કોઇનું ખરાબ ના કરૂ એ “મારો ધર્મ”

દુઃખ નું કારણ કર્મ નો અભાવ
સુખ નું કારણ કર્મનો પ્રભાવ,
અને શાંતિ નું કારણ પોતાનો સ્વભાવ

કોઈની ખુશી માટે આપણે નિમિત્ત બનીએ
તે જ શ્રેષ્ઠ કર્મ…!

ક્યાંક ને ક્યાંક તો “કર્મો” ની બીક છે,
બાકી શાને ગંગા પર આટલી ભીડ છે.
જે “કર્મ” ને સમજે છે એને કોઇ “ધર્મ”
સમજવાની જરૂર નથી.
પાપ શરીર નથી કરતું વિચારો કરે છે.
અને ગંગા વિચારોને નહીં શરીરને ધોવે છે.

પ્રભુ તુ સંગ છે તેથી જીવન પ્રસંગ છે
નાનીમોટી જંગ છતા પળેપળ ઉમંગ છે

કર્મ ને સારથી બનાવો
જીવન નુ દરેક કુરુક્ષેત્ર
હસ્તિનાપુર પાછુ અપાવશે

મહત્વપુર્ણ સુવિચાર/શાયરીઓ

આશા રાખુ છું તમને આ કર્મ સુવિચાર, શાયરી ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!