જ્યારે જીવનમાં ગમ અને ઉદાસી ઘેરી વળે છે, ત્યારે હ્રદયની ભીતરનો દર્દ શબ્દો દ્વારા વ્યક્ત થાય છે. ગુજરાતી શાયરી એ લાગણીઓની અભિવ્યક્તિ માટે એક અનોખું માધ્યમ છે, જ્યાં દરેક શબ્દ અને પંક્તિ એ મનના ઊંડાણમાં છુપાયેલી લાગણીઓની તસવીર બની જાય છે.
આ લેખમાં આપણે “ગમ શાયરી” અને “ઉદાસ શાયરી” ના રૂપી શબ્દોને સમજીશું, જે પ્રેમ, વિયોગ, નિરાશા અને જીવનમાં ઊપજેલા સુનસાન પળોની અનુભૂતિને અભિવ્યક્ત કરે છે. આ શાયરી માત્ર શબ્દોનું સંગમ નથી, પરંતુ તે દિલથી બંધાયેલાં કિસ્સાઓ છે, જે જીવનના પડછાયાને આકાર આપે છે.
ચલો, ઉદાસી અને ગમના આ સુંદર ભાવનાત્મક કાવ્યસંગ્રહમાં ડૂબી જઈએ અને દિલના ખૂણાઓને છૂવાની કોશિશ કરીએ.
ગમ શાયરી ગુજરાતી (Sad Shayari in Gujarati)
દિલ નાઉમ્મીદ નહિં, નાકામ હી તો હે ;
લંબી હે ગમ કી શામ, મગર શામ હી તો હે…

તારા જુલમથી હું થયો બરબાદ તેનો ગમ નથી.
પસ્તાવો જે તને થયો એનો ફક્ત સ્વીકાર કર. ~મરીઝ
ખબર નહીં પડતી તારા જવાની ખુશી મનાવું કે ગમ
શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી ..
ગમ ની મહેફિલ પણ ખુબ સુંદર જામે છે
તું બસ ખુશ રહે, મને મારા ગમ મુબારક
તું હકીકતમાં જીવ, મને મારા ભ્રમ મુબારક!
Must Read : અધુરો પ્રેમ શાયરી
તમે ના હોત તો ગમ ના હોત
અમે રાતે આવા તંગ ના હોત
તમે ના હોત તો અમે ના રો’ત
અને ગાલ આંસુ થી નમ ના હોત.
આપશો, તો મળશે…
પછી એ લાગણી હોય…,
ખુશી હોય કે ગમ હોય…
દિલ એવું રાખ જેમાં મહોબ્બતનો ગમ રહે
ગમ એવો રાખ જે ન રહે તો ન દમ રહે ! – મરીઝ

ગમ જિગરમાં ભરી ન બેસો,
આંખને થોડીક ખરતી રાખો – કવિ દાદ
એ જ એક સાકી નથી એનો જ આ ગમ છે મને,
બાકી તો આ એ જ મયખાનું છે, મય પણ એજ છે…!! – બેફામ
Must Read : ગુજરાતી શાયરી લખેલી
તારો સાથ મને ગઝલ ના રદિફ જેવો જોઈએ છે
જીવન ની શરૂવાત મા ના મળે તો ગમ નહિ
પણ અંત મા તો તુજ જોઈએ છે
મૈખાને સજે થે, જામ કા થા દૌર,
જામ મેં ક્યા થા યે કિસને કીયા થા ગૌર?
જામ મેં ગમ થા મેરે અરમાનો કા,
ઔર સબ કહે રહે થે
એક ઔર, એક ઔર
દર્દની લાગણીના ઘણા રૂપ છે;
માત્ર આંસુજ હોવાં જરુરી નથી.
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર,
વ્યક્ત થઈ ના શકે એવાં ગમ કેટલાં..
નારાજ હંમેશા ખુશીઓ જ થાય છે,
ગમ ના એટલા નખરા નથી હોતા..
સમજાતું નથી એજ કે શું ગમે છે,
ખુશી ગમે છે કે ગમ ગમે છે ,
પણ એક વાત તો ચોક્કસ છે દોસ્ત.,
કે તારા સાથની હર એક પળ મને ગમે છે…
હોઠો પર હસી ઓર દિલ મે કોઈ ગમ હૈ…!!
ક્યાં આપકો ભી લગતા હૈ,
1.5 GB એક દિન કે લિએ કમ હૈ…!!
Must Read : પ્રેમ ભરી શાયરી
રાત ગઈ અબ તો સુબહ હુવા દેખો એક તાજા ગમ હુવા
અફસોસ એહ હુવા કે ઝીંદગી કા એક દિન કમ હુવા
જે કંઈ શોધવું હોય તે છાનુંમાનું શોધ,
ખોવાયું છે જે સુખ એનું સરનામું શોધ.
ગમ તો ઘણાં ય પડ્યા છે જિંદગીમાં,
ચાલ, આજે હસવાનું કોઈ બહાનું શોધ…..!!

જયારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે,
મારો સ્વભાવ આવો મુલાયમ નહીં રહે
ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે,
આજે છે જેવી કાલે એ આલમ નહીં રહે – મરીઝ
Must Read : લવ શાયરી
ના મળે કોઈ નો સાથ તો મને યાદ કરી લેજે…
જ્યારે એકલતા સતાવે ત્યારે મારી જોડે વાત કરી લેજે…
ખુશીયો વહેંચવા તારી પાસે હજારો હશે..
પણ જ્યારે ગમ વ્હેચવું હોય ને ત્યારે મને યાદ કરી લેજે…
જિંદગી એક હસીન સ્વપ્ન છે જેમાં જીવવાની ચાહત હોવી જોઈએ,
ગમ આપમેળે ખુશીમાં બદલાઈ જશે બસ હંમેશા મુસ્કુરાવાની આદત હોવી જોઈએ..
તૂટી જઇશ તોયે તને કાયમ સલામત રાખીશ
હું માવજતમાં કાયમી એવી નજાકત રાખીશ
ક્યારેક ગમ જેવું તને લાગે તો વળગી જાજે
બાહોમાં મારી હું ખૂશીઓની વસાહત રાખીશ
Must Read : ગુજરાતી સુવિચાર અર્થ સાથે
નથી કર્યો કોઈ શણગાર તોય કોઈ ગમ નથી,
“દીકરી”તો કોઈની પણ પરી થી કાંઈ કમ નથી.
ગમ બહુત હૈ ખુલાસા કૌન કરે….
યુ હી મુસ્કુરા દેતા હું તમાશા કૌન કરે…
ચાતક, ચકવાં, ચતુર નર, નિશદિન રહે ઉદાસ;
ખર, ઘુવડ ને મૂર્ખ નર, સુખે સુએ નિજ વાસ.
જે જે પ્રસંગ કૂલની માફક ખીલ્યા હતા ,
આજે ઉદાસ મનમાં વજન થઈ રહી ગયા .
ચંદન સમાન મહેકતી કાયાની પાસ છું,
લાગે છે એમ કે હું સદેહે સુવાસ છું.તારા અધર પે સ્મિત ફરીથી ખીલી ઊઠ્યું,
એ ગૌણ વાત છે કે હજી હું ઉદાસ છું.જોઈ લે છેલ્લી વાર તું રેખાઓ હાથની,
સંધ્યા સમયે ક્ષીણ થતો હું ઉજાસ છું.
હૈયામાં ગમ રાખું છું,
દિલમાં તારૂં નામ રાખું છું,
તારી યાદમાં દુખે છે મારૂં માથું,
ત્યારે તું કહીશ મા ઝંડુ-બામ રાખું છું.
અર્ઝ હૈ, “દિલ કે છાલો કો કોઈ શાયરી કહે તો ગમ નહિ,
તકલીફ તો તબ હોતી હૈ જબ કોઈ વાહ વાહ કેહતા હૈ.”
મને ડૂબવું છે તો સાગર ! તને શું ?
હું એક વાર ડૂબું કે સો વાર ડૂબું.નથી ભાગ્યમાં ડૂબવાનું ખુશીમાં;
ના સહી ગમ મા હુંં સો વાર ડૂબું.
ઉસ્કે જાને કા યું ગમ ના કર…
મિલેંગી તુજેભી એક નઈ ડગર…
બસ તુ રખ થોડા સા સબર…
હોંગે તેરે ભી ચર્ચે દરબદર…
ઉદાસ શાયરી ગુજરાતી

ઉદાસ સાંજનો ચહેરોય નિખરતો લાગે,
તું ભીનું બોલે ને વરસાદ વરસતો લાગે.
~ હનીફ સાહિલ
જોઈને એકલો મને અંબર ઉદાસ છે,
જ્યાં જઈને બેસતા’તા, એ પથ્થર ઉદાસ છે;
છે હોઠ પર તો સ્મિતનચમકાર દીસતો,
કિંતુ કો’ એક જણ મારી અંદર ઉદાસ છે !
ચાલને જગડો કરીએ
તું મને વઢે મને બોલે તું
ને હું સાવ બાળક જેવું
રિસાઈ જાઉં ઉદાસ થાઉ
ને તું મને ખુબ જ મનાવે
કપાળે ચુંબન કરી કરીને
ઉદાસ ડાળ પછી સાંજ લગી રહી રડતી,
ઘડીક કોઈ થયું ખુશ ફૂલ તોડી લઈ.
ધારો કે અમથું અમથું કશું પણ ન ધારીએ
ધારો કે જે બન્યું હતું તે પણ વિચારીએ
પણ તમને જો ઉદાસ હવેલીની બારીએ
ઊભેલાં જોઈએ તો બીજું શું વિચારીએ ?
ઉદાસ ના થઈશ કેમ કે હું તારી સાથે છું,
સામે નથી પણ તારી આસપાસ છું,પલકો ને બંધ કરીને જ્યારે તમે દિલ ખોલસો
એ દરેક પળમાં હુ તારી સાથે છું
હું રોજ ઉદાસ થાઉં છું ને રાત નીકળી જાય છે,
એક દિવસ રાત ઉદાસ થશે અને હું નીકળી જઈશ !!
ઉદાસ થવા ને આખી જિંદગી પડી છે
નજર ઉપાડો સામે જિંદગી પડી છે,પોતાની મુસ્કાન ને હોઠો થી દુર ના જવાદો
તમારી હસીમાં જ અમારી ખુસી પડી છે.
તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું,
મારું ગજું નથી કે તને છેતરી શકું;
આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં?
કહેવાને આમ સાત સમંદર તરી શકું.
દિવસ થયો તો રાત પણ થશે,
ન થાવ ઉદાસ, વાત પણ થશે.
આટલા પ્રેમ થી કરી છે દોસ્તી,
વિશ્વાસ રાખ મુલાકાત પણ થશે.
એક ભોમિયો, ઉદાસ થઈને બોલ્યો-
” હું રસ્તો ભૂલવાની મજા માણી શકથો નથી ! “
દુ:ખ શોધી લેવાની, માણસની જન્મસિધ્ધ આદત છે !
વાયુની લહરીઓમાં પરિચિત સુવાસ છે,
મારા હ્રદયની ઊર્મિઓ શાને ઉદાસ છે?
ખીલે જખમનાં ફૂલ ફરી આવી છે વસંત,
થીજેલા આ રુધિરને ઝાકળની પ્યાસ છે.
ચંદન સમાન મહેકતી કાયાની પાસ છું,
લાગે છે એમ કે હું સદેહે સુવાસ છું.તારા અધર પે સ્મિત ફરીથી ખીલી ઊઠ્યું,
એ ગૌણ વાત છે કે હજી હું ઉદાસ છું.જોઈ લે છેલ્લી વાર તું રેખાઓ હાથની,
સંધ્યા સમયે ક્ષીણ થતી હું ઉજાસ છું.
Must Read : સાચો પ્રેમ શાયરી
આશા રાખુ છું તમને આ ગમ શાયરી ગુજરાતી (Sad Shayari in Gujarati) ખુબ જ ગમ્યા હશે. અમે આવા અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.