51+ સરદાર વલ્લભભાઈ પટેલ quotes | sardar patel quotes in gujarati

આજનો આ૫ણો આર્ટિકલ્સ આ૫ણા પ્રથમ નાયબ વડાપ્રઘાન સરદાર વલ્લભભાઈ પટેલ quotes, તેમના વિચારો, સુવાકયો વિશે માહિતગાર કરવાનો છે.

સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને આધુનિક ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 562 દેશી રજવાડાઓને એક કરીને સ્વતંત્ર ભારતના શિલ્પી તરીકેની ભુમિકા ભજવી હતી. ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન, વલ્લભભાઈ પટેલ જોખમીનિર્ણયો લેવા ઉપરાંત અનેક સુધારાઓ માટે વિશ્વભરમાં વખણાય છે.

“ભારતના લોખંડી પુરૂષ” તરીકે પ્રખ્યાત શ્રી સરદાર વલ્લભભાઈ ૫ટેલે તેમની લોખંડી ઇચ્છાઓને કારણે આ નામના મેળવી છે, જે એક ગુણવત્તા છે જેમાંથી ઘણા વિદ્યાર્થીઓને એમાંય ખાસ કરીને સિવિલ સર્વિસીસના ઉમેદવારોને પ્રેરણા મળી છે. તો ચાલો આજે આ૫ણે ૫ણ સરદાર વલ્લભભાઈ પટેલ quotes, સુવાકયો વિશે જાણીને કંઇક નવી પ્રેરણા મેળવીએ.

Must Read : સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર 

સરદાર વલ્લભભાઈ પટેલ quotes

મારી એક જ ઈચ્છા છે કે ભારત એક ઉત્પાદક રાષ્ટ્ર બને

અને દેશમાં કોઈ ભૂખ્યું ન રહે, તથા ખોરાક માટે કોઇ આંસુ ન વહાવે.

થોડાક લોકોની બેદરકારી વહાણને ડુબાવી શકે છે,

પરંતુ જો તેમાં સવાર તમામનો પૂરો સાથ સહકાર હોય

તો તેને સુરક્ષિત રીતે બચાવી શકાય છે.

દરેક નાગરિકની મુખ્ય જવાબદારી છે કે તેનો દેશ આઝાદ છે અને

તેની આઝાદીની રક્ષા કરવી એ તેની ફરજ છે.

દરેક ભારતીયે હવે એ ભૂલી જવું જોઈએ કે તે રાજપૂત છે, શીખ છે કે જાટ છે.

તેણે એ યાદ રાખવું જોઈએ કે તે એક ભારતીય છે અને તેને

તેના દેશમાં દરેક અધિકાર છે પરંતુ ચોક્કસ ફરજો સાથે.

જે કામ કાલે કરવાનું છે, એની ચિંતામાં આજનું કામ બગડી જશે અને આજના કામ વિના આવતીકાલનું કામ થશે નહીં, માટે આજનું કામ કરો તો આવતીકાલનું કામ આપોઆપ થઈ જશે.

Must Read: પ્રેમ ભરી શાયરી

અહિંસા વિચાર, વચન અને કાર્યમાં જોવી જોઈએ. આપણી અહિંસાનું સ્તર આપણી સફળતાનું માપદંડ હશે.

સત્યાગ્રહ પર આધારિત યુદ્ધ હંમેશા બે પ્રકારના હોય છે. એક યુદ્ધ આપણે અન્યાય સામે લડીએ છીએ, અને બીજું આપણે આપણી નબળાઈઓ સાથે લડીએ છીએ

Must Read : sabarmati ashram history

પાણીના નાના ઝરણા ગતિહીન અને બિનઉપયોગી બની જાય છે, પરંતુ જો તે બધા એક સાથે મળીને એક વિશાળ સરોવર બનાવે, તો વાતાવરણ ઠંડુ થાય છે અને દરેકને ફાયદો થાય છે.

સરદાર વલ્લભભાઈ પટેલના અનમોલ વચનો:-

 • ગરીબોની સેવા એ જ ઇશ્વરની સેવા છે.અવિશ્વાસ ભયનું કારણ હોય છે.
 • અવિશ્વાસ ભયનું કારણ હોય છે.
 • દુશ્મનનું લોખંડ ભલે ગરમ હોઈ શકે છે, પરંતુ હથોડો ફક્ત ઠંડો જ કામ કરે છે.
 • પાછલા દુ:ખનું રોદણું રોવુ કાયરોનું કામ છે ! ગણતરી કરીને સ્પર્ધાની તૈયારી કરવી એ બહાદુરીનું કામ છે.
 • એ ખકીકત છે કે પાણીમાં તરનારા જ ડૂબી જાય છે, કિનારે ઊભેલા લોકો નહીં. પરંતુ આવા લોકો તરવાનું પણ શીખતા નથી.
 • વ્યક્તિએ ભગવાન સમક્ષ નમવું જોઈએ, બીજાની સામે નહીં. આપણું માથુ નમેેેેલું ન હોવું જોઈએ.
 • વધુ પડતી વાત કરવાથી કોઈ ફાયદો થતો નથી, પરંતુ નુકસાન જ થાય છે.
 • પ્રયત્ન કરવો એ આપણી ફરજ છે! જો આપણે આપણું કર્તવ્ય પૂરું ન કરીએ તો આપણે ઇશ્વરના અપરાધી બનીએ છીએ.
 • કઠિન સમયમાં કાયર માણસો બહાના શોઘે છે. જયારે બહાદુર વ્યકિત રસ્તો શોઘે છે.
 • શકિતના અભાવમાં વિશ્વાસનો કોઈ ફાયદો નથી. કોઈપણ મહાન કાર્ય કરવા માટે વિશ્વાસ અને શક્તિ બંને જરૂરી છે.
 • તમારી ભલાઇ તમારા માર્ગમાં બાઘક છે, તેથી તમારી આંખો ગુસ્સાથી લાલ થવા દો, અને મજબૂત હાથથી અન્યાયનો સામનો કરો.
 • મફતની વસ્તુ મળે તો તેની કિંમત ઘટી જાય! મહેનતથી મેળવેલી વસ્તુને યોગ્ય ભાવ મળે છે!
 • સામાન્ય પ્રયાસોથી આપણે દેશને નવી મહાનતા તરફ લઈ જઈ શકીએ છીએ, જ્યારે એકતાનો અભાવ આપણને નવી આફતોમાં ધકેલી દેશે.
 • મિત્ર વિનાના વિયકિતનો મિત્ર બનવું એ મારા સ્વભાવમાં છે.
 • જે તલવારનો ઉપયોગ જાણતા હોવા છતાં તેને મ્યાનમાં રાખે છે તેની અહિંસા સાચી કહેવાય. કાયરોની અહિંસાનું શું મૂલ્ય છે?
 • પ્રાણ લેવાનો અધિકાર તો ઈશ્વરને છે. સરકારી તોપ કે બંદૂકો આપણા માટે કંઈ કરી શકે તેમ નથી. આપણી નિર્ભયતા આપણી ઢાલ છે.
 • બોલવામાં તમારી મર્યાદા ન છોડો, ગાળો આપવી એ કાયરોનું કામ છે.
 • માન-સન્માન કોઈના આ૫વાથી મળતું નથી, આ૫ણી યોગ્યતાઅનુંસાર જ મળે છે.
 • લોકોનો વિશ્વાસ એ રાજ્યની નિર્ભયતાની નિશાની છે.
 • સેવા કરનાર વ્યક્તિએ નમ્રતા શીખવી જોઈએ, વર્ઘી (ગણવેશ) પહેરીને અભિમાન નહીં, પરંતુ નમ્રતા આવવી જોઈએ.

 Must Read: ઉતરાયણ શાયરી

આશા રાખુ છું તમને આ સરદાર વલ્લભભાઈ પટેલ quotes ખુબ જ ગમ્યા હશે. અમે આવી અવનવી શાયરી, સુવિચારો અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે. 

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!