“સંબંધો બગડવાનું એક કારણ એ પણ છે કે.., લોકો "સમજે" છે ઓછુ અને "સમજાવે" છે વધારે”

દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું, જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું, પ્રત્યક્ષ ભલે ના મળો તમે, પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું..

અસંતોષ અને આનંદ વચ્ચે આ તફાવત છે, ક્યાંક અઢળક પણ ઓછું પડે છે, અને ક્યાંક એક સ્મિત પણ અઢળક થઈ પડે છે

જે વાત દિલમાં છે એને કહેવાની હિંમત રાખો અને* *જે વાત કોઈકના દિલમાં છે એને સમજવાની સમજ રાખો* ..

દિલ ની વાત હોંઠો પર આવીને અટકે છે, આંસુ બની આંખ માંથી કોઈ ટપકે છે, ખુશનસીબ છે જેને સાચા સમજનારા મળે છે, બાકી સાચી લાગણી માટે લાખો તરસે છે..

ગુસ્સો મૂર્ખતા સાથે શરૂ થાય છે અને પસ્તાવા સાથે સમાપ્ત થાય છે.

તાકાત અવાજમાં નહીં, તમારા વિચારોમાં રાખો કારણ કે પાક વરસાદથી થાય છે પૂરથી નહીં!

વઘુ સુવિચારો વાંચો