ગુજરાતી શુભ સવાર સુવિચાર | Gujarati suvichar good morning


નમસ્કાર મિત્રો અમારો આજનો લેખ ગુજરાતી શુભ સવાર સુવિચાર ૫ર છે આજના અમાર લેખમાં અમે તમને તમારા મિત્રોને રોજે રોજે સવારે શુભ સવારના મેસેજ મોકલવા માટેના કેટલાક સુવિચારો વિશે માહિતગાર કરીશુ જે વાંચીને તમારો તથા તમારા સ્વજનોનો દિવસ એક શુભ વિચાર સાથે શરૂ થાય અને તન-મનમાં એક પોજીટીવ એનર્જીનો સંચાર થાય. આ gujarati ma good morning message તમે તમારા મિત્રો, વડીલો, સ્વજનો, પ્રેમી-પ્રેમીકાને મોકલી પ્રેમ ભર્યા દિવસની શરૂઆત કરાવી શકો છો.જેથી તમારા દિવસ ની શરૂઆત પણ હાસ્ય, પ્રેરણા અને પ્રેમ ભરી સવાર થી થાય. તો ચાલો જાણીએ અવનવા શૂભ સવારના સુવિચારો વિશે.

ગુજરાતી શુભ સવાર સુવિચાર (Gujarati suvichar good morning)

અનુભવ જીવન નો પાઠ છે , જયારે  અનુમાન ફક્ત કલ્પના.
🌹સૌને શુભ સવાર🌹

દરિયો આટલો મોટો હોવા છતાં એની  હદમાં રહે છે…..
ખબર નહીં આ માણસને શેનું અભિમાન છે
🌹શુભ સવાર🌹

પરિસ્થિતિ એક જ હોય છે.
એમાં નિષ્ફળ વ્યક્તિ પાસે કારણો હોય છે, અને
સફ્ળ વ્યક્તિ પાસે તારણો હોય છે.

જિંદગી ત્યાં સુધી જ હલકી લાગે છે, 
જ્યાં સુધી તમારો ભાર, 
તમારા માતા પિતા ઉઠાવે છે !
🌹શુભ સવાર🌹

Must Read : રોમેન્ટિક શાયરી

જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો, 
હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે…
🌹સુપ્રભાત🌹

સંબંધો પણ પહાડ જેવા થઇ ગયા છે, સાહેબ
જ્યાં સુધી આપણે ના બોલાવીએ
ત્યાં સુધી સામેથી અવાજ જ નથી આવતો !!
🌹ગુડ મોર્નિંગ🌹

ગુજરાતી શુભ સવાર સુવિચાર
ગુજરાતી શુભ સવાર સુવિચાર

“મન થી ભાંગી પડેલા ને મિત્રો જ સાચવી લે છે…
સબંધીઓ તો ફક્ત વ્યવહાર જ સાચવે છે..″
🌹ગુડ મોર્નિંગ🌹

“હરીફાઈ રમતોમાં સારી લાગે સાહેબ, સંબંધોમાં નઈ !!”
″એક નાનકડો વિચાર મોટો ચમત્કાર સર્જી શકે છે !..″
🌹ગુડ મોર્નિંગ🌹

આજનું કામ આજે પતાવવાથી,
તમે એ લોકોથી આગળ નીકળી જશો
જે લોકો કાલના ભરોસે બેઠા છે !!
🌹ગુડ મોર્નિંગ🌹

જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો, 
શું ખબર કાલે એ દિવસ હોય
જેનો  વરસોથી તમને ઇંતજાર છે
🌹શુભ સવાર🌹

એ સત્ય છે કે વીતી ગયેલો દિવસ અને 
બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા 
૫રંતુ સમય દરેકનો આવે છે. 
🌹શુભ સવાર🌹

Must Read : 151+ મા વિશે કહેવતો

ગુજરાતી શુભ સવાર સુવિચાર
ગુજરાતી શુભ સવાર સુવિચાર

ફુલોથી આકર્ષિત થનાર  હદયને 
 કાંટાનો સ્પર્શ ૫ણ સહેવો ૫ડે છે
🌹શુભ સવાર🌹

“જયાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો
જે મળવાનુ હોય છે એ ગુમાવેલા કરતા હંમેશા સારૂ જ હોય છે.″
🌹શુભ સવાર🌹

દિવસ ઉગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે. 
સાંજ થતા જ લાગે કે શાંતિની જરૂર છે.
પ્રભુ સુખ આપો તો એટલુ જરૂર આ૫શો કે…..
અભિમાન ન આવી જાય અને…..
દુ:ખ આપો તો એટલુ જરૂર આ૫શો કે
આસ્થા ન ચાલી જાય.
🌻શુભ સવાર🌻

બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઇએ અને
પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઇએ
”સુખી થવા માટે” ત્રણ વસ્તુ યાદ રાખવી 
રડવુ નહી…..લડવું નહિ ….કોઇને નડવુ નહિ….
🌸સુપ્રભાત🌸

લોકો કહે છે જીવવા માટે સં૫ત્તિ જોઇએ  
એકદમ યોગ્ય વાત છે, ૫ણ
આ સંપત્તિ વ્યવહાર માટે જોઇએ છે.
🌸સુપ્રભાત🌸

જીવવા માટે તો ”પ્રેમાળ લોકો” જોઇએ તમારા જેવા
🌸સુપ્રભાત🌸

જયારે સવાર થાય છે તો જગત આંખો ખોલે છે અને
જયારે આ૫ણી આંખો ખુલે છે
ત્યારથી આ૫ણાં જીવનની સવાર શરૂ થાય છે.
🌸સુપ્રભાત🌸

માન્યુ કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી 
આમને સામને વાત નથી નથી, 
૫ણ દરેક સવારે તમને દિલથી યાદ કરીએ છે 
 કેમકે એના વગર અમારી સવાર નથી થતી.
🌸સુપ્રભાત🌸

જીંદગી નુ દરેક ડગલુ પુરી  તૈયારી
અને આત્મવિશ્વાસ સાથે ભરો
કારણકે જયાં આ૫ણી હાજરી નથી હોતી. 
ત્યાં આ૫ણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે… .
🌸સુપ્રભાત🌸

કોઇ વ્યકિતને હરાવીને નીચુ પાડવુ એ સફળતા નથી
૫ણ કોઇ વ્યકિતને સમ્માન આપીને જીતી લેવી
એ જ સાચી સફળતા છે.
🌸સુપ્રભાત🌸

ગુજરાતી શુભ સવાર સુવિચાર
ગુજરાતી શુભ સવાર સુવિચાર

સગાઓના લીસ્ટમાં હોવું એ વિઘાતાના હાથમાં છે.
વ્હાલાઓના લીસ્ટમાં રહેવુ એ આ૫ણા હાથમાં છે.
🌸સુપ્રભાત🌸

મારો તો સ્વભાવ જ છે, 
દૂઘમાં સાકર ની જેમ ભળી જવાનો 
૫ણ તને જ ગળ્યુ ના ભાવે  
એમા મારો શું વાંક
🌸સુપ્રભાત🌸

દિલ દરિયા જેવડું રાખજો  
નદીઓ સામેથી મળવા આવશે.
🌸સુપ્રભાત🌸

ગુજરાતી શુભ સવાર સુવિચાર
ગુજરાતી શુભ સવાર સુવિચાર

જિંદગી રોજ મને શીખવે છે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તુટશે પણ તું શીવતા શીખ !!
🌻શુભ સવાર🌻

જીવનમાં જ્યારે તમે
બધી જગ્યાએ હારી જાવ સાહેબ,
ત્યારે એક વાત યાદ રાખવી
હિંમત ક્યાંય ભાડે મળતી નથી 
અને કોશિશના ક્યાંય કારખાના નથી હોતા,
બંને પોતે જ કરવી પડે છે. 
🌻શુભ સવાર🌻

કિંમતી તો ઘણુ બધુ હોય છે
જીવન માં પણ દરેક વસ્તુ ની કિંમત
ફકત સમય જ સમજાવી શકે છે
🌻શુભ સવાર🌻

ભગવાન પણ કેવા કેવા સંબંધ બંધાવી દે છે
કયારે?, કયાં?, કેવી રીતે? મળાવી દે છે
જેને આપણે કયારેય મળ્યા પણ ન હોય ,
ઓળખતા પણ ન હતા
તેને જ આપણા સૌથી વ્હાલા બનાવી દે છે
🌻શુભ સવાર🌻

કુટુંબ મા કપટ ના હોય……..! 
દોસ્તી મા દગો ના હોય……!
બાકી……સાહેબ વિશ્વાસ વારસા માં……  
અને ખુમારી ખાનદાની માં  હોય……
એના વાવેતર ના હોય…….!
🌻શુભ સવાર🌻

દરેક પળમાં પ્રેમ અને દરેક ક્ષણમાં ખુશી છે,
ખોઈ બેસો તો યાદ અને જીવી લો તો જિંદગી છે !!
🌻શુભ સવાર🌻

બને તો સંબંધોની કદર કરો, કેમ કે
પછી તસ્વીરોથી કોઈની કમી પૂરી નહીં થાય સાહેબ !!
🌻શુભ સવાર🌻

ધીરજ અને સહનશીલતા કમજોરી નથી હોતી
એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી
🌻શુભ સવાર🌻

ભરોસો બધાનો કરવો પણ સાવચેતી રાખવી, 
ક્યારેક પોતાના દાંત પણ જીભ કાપી નાખે છે સાહેબ !!
🌻શુભ સવાર🌻

મંદિર સુધી પહોંચવું એ શરીર નો વિષય છે પરંતુ
ઈશ્વર સુધી પહોંચવું એ મનનો વિષય છે…
🌻શુભ સવાર🌻

જીંદગીમાં આગળ વધવાનો એક જ રસ્તો છે, 
બસ પાછુ વળીને જોવાનું છોડી દો સાહેબ !!
🌻શુભ સવાર🌻

જીંદગીના તડકાને સહન કરતા શીખો, 
એ છોડ મોટાભાગે સૂકાઈ જાય છે
જેનો ઉછેર છાંયામાં થાય છે..!!
🌻શુભ સવાર🌻

આકર્ષણ વગર આત્મીયતા ન જન્મે,  
વાત્સલ્ય વગર વિશ્વાસ ન જન્મે
અને સ્નેહ વગર શ્રધ્ધા ન જન્મે
🌻ગુડ મોનિૅંગ🌻

ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ  
ઠોકર તો એટલા માટે વાગે છે કે તમે સમજી જાઓ
🌹શુભ સવાર🌹

આશા ભલે ગમે તેટલી નાની હોય,
પણ નિરાશા કરતા તો સારી જ હોય છે !!
🌹શુભ સવાર🌹

જિંદગી રોજ મને શીખવે છે કે જીવતા શીખ, 
એક સાંધતા તેર તુટશે પણ તું શીવતા શીખ !
🌹શુભ સવાર🌹

પ્રેમ”અને “દોસ્તી”માં ચઢીયાતી દોસ્તી છે.. સાહેબ,

ત્યારે તો “રાધા” રડે છે “કૃષ્ણ” માટે અને
“કૃષ્ણ” રડે છે, “સુદામા”_
માટે ..
🌹શુભ સવાર🌹

મને આશા છે કે આપને અમારો આ લેખ ગુજરાતી શુભ સવાર સુવિચાર (good morning suvichar gujarati ) જરૂર પસંદ આવ્યો હશે. જો તમને ગુજરાતી શુભ સવાર સુવિચાર લેખ દ્વારા કંઈક શીખવા મળ્યું હોય અને અમારો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયાના માઘ્યમો જેવા કે ફેસબુક, ટ્વિટર, whatsapp વિગેરેમાં અવશ્ય શેર કરજો.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!