સુવિચારો માણસને જીવનની નવી દિશા આપે છે. હતાશ કે નિરાશ વ્યકિતને નવુ આત્મબળ આપે છે. આપણને જીવનુ નવુ કંઇક શીખવાની પ્રેરણા આપે છે. કોઇ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દરેક વ્યકિતને મોટીવેશનની જરૂર અવશ્ય પડે છે. અને આ મોટીવેશન, પ્રેરણા આપણને સુવિચારો થકી જ મળે છે. તો ચાલો આજે આપણે કેટલાક ગુજરાતી શ્રેષ્ઠ સુવિચાર (Shresth Suvichar in Gujarati ) અહી રજુ કરીએ જે તમને જીવનનો નવો માર્ગ બતાવવામાં મદદ કરશે.
શ્રેષ્ઠ સુવિચાર (Shresth Suvichar in Gujarati)
કોઈના ગયા પછી
Miss You લખવા કરતા,
એ જીવતા હોય ત્યારે
With You લખો !!
ઓળખાણ થી મળેલું કામ ઓછા સમય માટે ટકે છે,
પણ કામ થી મળેલી ઓળખ જિંદગીભર ટકે છે.
જો મહેનત કર્યા પછી પણ
સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ
વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ
શિખામણથી રસ્તા મળતા હશે
પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે
ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.
કાલે શું થશે એ વિચારવામાં આજ કાઢી નાખી
જે થશે એ સારું થશે એજ આશાએ આખી જિંદગી કાઢી નાખી
સંબંધો બગડવાનું
એક કારણ એ પણ છે કે
લોકો સમજે છે ઓછું
અને સમજાવે છે વધારે
માણસ ને બધા લોકો
ઓળખે એ ગમે
પણ કોઈ ઓળખી જાય એ ન ગમે
જે તમને ભૂલી ગયા છે
એ પણ તમને યાદ કરશે
બસ એને એક વખત
તમારું કામ પડવા દો
માણસ ગુસ્સામાં
ફાલતુ બકવાસ તો કરે જ છે
પણ ક્યારેક ક્યારેક
એના હૃદયની વાત પણ
બોલી જાતો હોય છે
ભરોસો કરે તો પણ કોની પર કરે
અહીંયા તો પોતાના કહેવાવાળા પણ
અડધે રસ્તે છોડીને ચાલ્યા જાય છેં
જીંદગીમાં
પાછાં વળવાનું ફાવ્યું જ નહીં
કારણ કે
રસ્તામાં કોઈ આપણું આવ્યું જ નહીં
જિંદગી કેટલી છે
કોને ખબર
કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર
જીવી લો થોડા પલ પ્રેમ થી
આ શ્વાસ ક્યારે દગો દઈ જાય
એ કોને ખબર
કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો
આપણે તો માણસ મર્યા પછી જ બેસવા જઈએ છીએ
પરિસ્થિતિ કેવી હશે
તે આપણા હાથમાં નથી
પણ પરિસ્થિતિનો સામનો
કેમ કરવો તે આપણા હાથમાં જ છે
ભૂખ તો લાગણીઓને પણ લાગે છે
સાહેબ
બસ સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ
“અભિમાન કહે છે કોઈની જરૂર નથી,
અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે !”
દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં ખુશી છે 😇
ખોઈ બેસો તો યાદ છે અને જીવી લો તો જીંદગી છે..
આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે
જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય
નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે
જ્યારથી પરીક્ષાની જિંદગી પૂરી થઇ છે
ત્યારથી જિંદગીની પરીક્ષાઓ શરુ થઇ છે
લોકો ભલે તમને ઓળખતા નામથી હોય ! પણ,
યાદ તો હંમેશા તમારા સ્વભાવથી જ કરે છે!
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો.
સમજાતું નથી જિંદગી છે કે જલેબી,
મીઠી તો લાગે છે પણ ગૂંચવાડા બહુ છે !!
એકલતાની નિરાંત માણી તો જુઓ…
તમારી અંદર પણ એક સમંદર છે,
ડૂબકી મારી તો જુઓ..!!
થાકી ને બેઠો છું હારી ને નહીં
બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે
જીંદગી તો તારે જાતે બદલવી પડશે
પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે .
સંબંધ ક્યારેય એની જાતે પૂરો નથી થતો,
પણ, માણસ એને પૂરો કરે છે,
ક્યારેક નફરત થી
તો ક્યારેક નજર અંદાજ કરીને.
જિદગીમાં આગળ વધવુ હોય તો સાચા વ્યકિતના કડવા વેણ પંસદ કરજો,
જુઠા વ્યકિતના મીઠા બોલ નહિ
થોડું હસી ને બોલી દો થોડું હસી ને ટાળી દો
મુશ્કેલી ઓ તો છે બધાને પણ થોડુક સમય ઉપર છોડી દો…
તમે કેટલા સારા છો એ તમારી જાત પરથી નક્કી થાય છે,
અત્યારે બીજાને Blur કરી પોતાને HD દેખાડવાની ફેશન ચાલી રહી છે !!
શરીર માં વ્યાપેલ ઝેર કરતા કાનમાં ફૂંકેલું ઝેર વધુ ખતરનાક સાબિત થાય છે
ખાસ વાંચોઃ-
આશા રાખુ છું તમને આ શ્રેષ્ઠ સુવિચાર (Shresth Suvichar in Gujarati) ખુબ જ ગમી હશે. અમે આવા અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.