દિવાળી શુભેચ્છા સંદેશ | Happy Diwali Wishes in Gujarati 2025

દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. ત્યારે ચાલો દિવાળી તહેવાર ૫ર તમારા સ્વજનોને મોકલવા માટે દિવાળી શુભેચ્છા સંદેશ (happy diwali wishes in gujarati 2025) અહી રજુ કરીએ છીએ.

દિવાળીનો તહેવાર ભારત અને બીજા ઘણા દેશોમાં જ્યાં ભારતીય લોકો રહે છે ત્યાં ખૂબ જ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. દીપાવલીને દીપનો ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળી એ ભારતનો એક મુખ્ય તહેવાર છે, જે ભારતમાં બધી જગ્યાએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી રામ રાવણને હરાવીને 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી અયોધ્યા પાછા ફર્યા હતા.

ભગવાન રામના આગમનની આનંદિત થયેલી અયોઘયાની પ્રજાએ દિવાઓ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યુ હતુ. આખુ અયોઘયા નગર રોશનીથી ઝગમગી ઉઠયુ હતુ. ત્યારથી, દર વર્ષે હિન્દૂ સંસ્કૃતિ માં આ દિવસ દિવાળીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. લોકો આજે પણ આ તહેવાર આનંદ સાથે ઉજવે છે. આ ઉત્સવ, બાળકો, વૃદ્ધ અને યુવાનો બઘા માટે આનંદનો તહેવાર છે. શાળાઓ, કોલેજો અને કચેરીઓમાં પણ દિવાળી ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દિવાળીમાં લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને ઘણી ભેટો અને મીઢાઈ આપવામાં આવે છે. તો ચાલો હવે આ૫ણે થોડાક દિવાળી શુભેચ્છા સંદેશ (happy Diwali wishes in gujarati 2025) જોઇએ.

દિવાળી શુભેચ્છા સંદેશ | Happy diwali wishes in gujarati 2025

જમણો હાથ ડાબા હાથને પણ ન  કળી શકે
એવા અંધારામાં તમે બેઠા હોવ
અને તમારા અંદરના ઓરડે આવીને કોઈ દીવો જલાવી જાય
ત્યારે સમજવું કે આજે દિવાળી છે.
———🌻***happy diwali***🌻———-

વાઘ બારસ એ
મારી જોડે “વાઘ” નથી ને બાર એ ચો “સ”?
ધનતેરસ એ મારી જોડે
“ધન” નથી, “તે” રસ એ ચો સ
ને દિવાળી એ “દી લ” વાળી” ચો કોઈ સ!
કાળી ચૌદશનું નહીં કેવું  
——–🌷**દિપાવલીની શુભેચ્છા*🌷———

happy diwali wishes in gujarati
happy diwali wishes in gujarati

હું તારો દીવો ને તું મારી રોશની,
તારા વિના ઝાંખી દિવાળીની રોશની.
———🌻***શુંભ દિવાળી***🌻———-

વેર, દ્રેષ, ખટરાગના અંધારાને ઓગાળી
પ્રેમ, હેત, આનંદના પ્રકાશથી,
સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એવી શુભકામના
અંતરથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ
———🌻***🌷***🌻———-

દિવાળી એટલે હૃદય માં રહેલા
પ્રેમ, લાગણી, સંતોષ, આનંદ-ઉત્સાહ ના
દિવાઓમાં ફરી થી તેલ પૂરવા નો અવસર 
અપના જીવન માં આ  બધા દીવાઓની
અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા
—–🌷**દિવાળીની શુભેચ્છા**🌷——-

happy diwali wishes in gujarati
happy diwali wishes in gujarati

જીવનમાં અરણ્ય વાઘ જેમ નીડર રહો
એવી વાઘ બારસ ની શુભેચ્છા
બારમાસી ના ફૂલોની જેમ ધન દોલતથી સદા  ભરેલા રહો
એવી ધનતેરસ ની શુભેચ્છા
કાળ પણ જેના પરિશ્રમ આગળ પાણી ભરે,
એવી કાળી ચૌદશ ની શુભેચ્છા
દિપો ની જેમ જીવન દીપી  ઊઠે,
એવી દિવાળીની શુભકામના
આવતો વર્ષ  હર્ષ ઉત્સાહથી ભરેલો આવે 
એવા નવા વર્ષની શુભેચ્છા
———🌻***🌷***🌻———-

પોતાના સર્જન સાથે માણેલી હરેક પળ યાદગાર હોય છે
હરરોજ યાદગીરી નિ હારમાર હોય છે
આંખોમાં હોય જો ધુમ્મસ પણ…
દિલમાં  ચોમાસુ બારેમાસ હોય છે
હરરોજ યાદગીરી ની  હારમાર હોય છે
સ્વજન સાથે માણેલી દિવાળી
જોને કેવી યાદગાર હોય છે
હરરોજ યાદગીરી ની હારમાર હોય છે
 તો દરેક તહેવાર માં શું ફરક છે?
હવે તો હૈયે હોળી બારે માસ હોય છે
રોજ યાદગીરી ની હારમાર છે.
———🌻***happy diwali***🌻———-

Must Read : પ્રેમ ભરી શાયરી

લાગણીથી ખળખળો તો દિવાળી
 પ્રેમના રસ્તે વળો  તો છે દિવાળી
એકલા છે તે સફરમાં જિંદગીની
 એમને જઈને મળો તો છે દિવાળી
છે ઉદાસી કોઈ આંખોમાં જરાપણ
લઈ ખુશી એમાં ભળો તો છે દિવાળી
ઘાવ છે કંઈક જુના તે લઈને ફરે છે
મલમ જઈને બનો તો છે દિવાળી
 જાતથી ૫ણ જેમણે ચાહયા વધારે
એમના ચરણે ઢળો તો છે દિવાળી
દીવડાઓ બારે પ્રગટાવે શું થશે??
ભીતરથી   ઝળહળો તો છે દિવાળી
———🌻***શુંભ દિવાળી***🌻———-

happy diwali wishes in gujarati
happy diwali wishes in gujarati

જગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી
તમારા ઘરના આંગણામા ધન-ધાન્ય, સુખ, અને
સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે
એવી દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
———🌻***happy diwali***🌻———-

દિવાળીના લાખો દિવડાઓ
તમારા જીવનને ખુશીઓ
આનંદ, શાંતિથી પ્રકાશિત કરે
એવી તમને અને તમારા પરિવારને
દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
—-🌷**દિવાળીની શુભેચ્છા**🌷—–

 

આ  દિવાળીથી આવતી દિવાળી સુધી
ઘરવાળી, બારવાળી, કામવાળી, ફુલવાળી,
શાખવલી બધા નો પ્રેમ મળે એવી શુભકામના
હેપી દિવાળી.
———🌻***happy diwali***🌻———-

 

દિવાળીની રોશની ફટાકડા નો અવાજ
સુરજના કિરણો ખુશીઓની બોછોર 
ચંદનની ખુશ્બુ સાથે સૌ નો પ્યાર
મુબારક છે તમને દિવાળીનો તહેવાર.
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———

આવી રે આવી દિવાળી
હર્ખ, ઉલ્લાસ અજવાળા લાવી રે દિવાળી
નાના અને મોટા સૌ કરે મોજ
ભાઈ આ તો દિવાળીનો તહેવાર
———🌻***happy diwali***🌻———-

diwali wishes in gujarati
happy diwali wishes in gujarati

રંગોળી નો રંગ જામ્યો પ્રકાશનો તહેવાર આવ્યો
મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી દિવાલી.
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———

મારી તો બસ એ જ છે દિવાળી
તું ત્યાં શુભ લખે અને
હું અહીંયા લખું લાભ.
———🌻***happy diwali***🌻———-

 

 

છમ છમ પગલે લક્ષ્મી આવે
દ્વાર ખુલ્લા રાખજો
દિવાળી નો પહેલો દિવસ છે
ખુશીના દીવા પ્રગટાવજો
આવયો દિવાળીનો તહેવાર.
—–🌷**દિવાળીની શુભેચ્છા**🌷—–

ધન એટલું વધે પણ કદી અભિમાન ન આવે તમારા આંગણે
ધન એટલું વધારે પણ કદી ઈર્ષા ના આવે તમારા આંગણે
ધનતેરસ ની શુભકામના
ધન એટલું વધે એ પણ કોઈ ભેદી ન આવે તમારા આંગણે
ધન એટલું વધારે પણ કોઈ ઝંખેની તમારા આંગણે
ધનસમૃદ્ધિ એટલું વધે કે હર પળ હરકોઈ હસતા રહે તમારા આંગણે.
———🌻***happy diwali***🌻———-

દિવાળીનો આ મનોહર તહેવાર
આપના જીવનમાં લાવી ખુશીઓ પાર
તમને અને તમારા પરિવારને દિવાળીની શુભકામના
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———

તહેવાર આવે અને ખુશી લાવે
આપણી ખુશી બીજા માટે દુઃખ ના બને
એનો પૂરેપૂરું ધ્યાન રાખીએ
ખુશી વહેચશો એટલી બે ગણી થઈને પાછી આવશે
સૌ મીત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———

મિત્રો તમને બધાને દિવાળી શુભકામના
આવનારુ વર્ષ તમારા અને તમારા પરિવારજનો માટે
સુખદાયી જાય તેવા આશિષ
હવે કદાચ નવા વર્ષમાં જ મળી શકીએ
માટે નવા વરસના બધાને પહેલેથી સાલ મુબારક
———🌻***શુંભ દિવાળી***🌻———-

દિવાળીના આ પાવન પર્વ પર
જીવનની પાવન શરૂઆત થાય
તેવી બધા મિત્રોને શુભકામના.
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———

માણસ જ્યારે માણસને ઉમંગથી મળે
 તે પળ પણ છે દિવાળી.
હેપી દિવાલી.
———🌻***શુંભ દિવાળી***🌻———-

દિવાળી નું નામ છે ખુશીયો નો  પ્રકાશ
દિવાળીમાં તમારી જિંદગીમાં ખુશીનો પ્રકાશ
અને લક્ષ્મી થી ભરેલું રહે તેવી શુભકામના.
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———

ઉગતી ઉષાએ આથમતી સંધ્યાએ
વિધિ જાહેરાત ઉગે  નૂતન પ્રભાત
હા, નવલા વર્ષની વાત
નવા વર્ષના વધામણાં
સવંત ૨૦૭૮ નું આ નવું  વર્ષ આપ 
આપ અને આપના પરિવાર માટે ભક્તિમય
સુખમય શાંતિમય સ્વસ્થ મન સફળ રહે
અને આ નવા વર્ષમાં આપની અને આપના પરિવારની 
સુખ-સમૃદ્ધિ અને શાંતિ નો ઉત્તરો ઉત્તર વધારો થાય
દરેક ક્ષેત્રમાં કલ્યાણ મયી પ્રગતિ થાય
એવી શુભકામનાઓ
———🌻***happy diwali***🌻———-

મૂકી બે ટીપાં તેલ ના કોડિયામાં
અંધકારને અધવચ્ચે અટકાવી દીધો
તમારા જીવનમાં અંઘકાર દુર થાય અને
પ્રકાશની રોશની હંમેશા ઝગમગતી રહે એવી શુભકામના
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———

 

ફુલ ખીલતું નથી બાગમાં પણ સવારમાં મળી આવે છે
બસ કંઇક આવી જ રીતે મારા ઘરમાં દિવાળી આવે છે.
———🌻***શુંભ દિવાળી***🌻———-

સંબંધો મા વગેરે ધૂળને સાફ કરીને ઉજવીએ આ દિવાળી
નફરતને પણ જડમૂળમાંથી કાઢી ને ઉજવીયે દિવાળી
ઠેરઠેર પ્રગટાવી દેશ માનવતાથી ભરેલા દીવડા
અમાનવના રાક્ષસનો ફુલ સાફ કરીને ઉજવીયે આ દિવાળી
છે, દિવાળી ભક્તિ, જ્ઞાન, ને પ્રકાશનો અનેરો પર્વ
અંધકાર રૂપી સુળ સાફ કરીને ઉજવીયે આ દિવાળી
ચાલ પૂરી થઈ એ સૌના જીવનમાં આનંદની રંગોળી
આ રાગ દ્વેષનો ધૂળ સાફ કરીને ઉજળીયે  આ દિવાળી
પ્રેમના કુંડીયા ભરી દઈએ લાગણીનો તેલ
અંધવિશ્વાસને ધૂળ સાફ કરીને ઉજવી આ દિવાળી
દિવાળીની શુભ કામનાઓ
———🌻***happy diwali***🌻———-

હૈયે  છે હરખ ને મનમાં છે મસ્તી
અંતરના કોડિયામાં છે સ્નેહનો દીવડો
આંગણે રચાઈ છે આવકાર ની રંગોળી
ચાલો બનાવીએ દિલથી આ દિવાળી
લાવીએ હરકોઈ ના મુખ પર સ્મિત
તિમિર કરી દૂર ઓજસ પાથરી એ
વેરઝેરની ગોઠડીને પ્રેમથી છોડીએ
ચાલો બનાવીએ દિલથી આ દિવાળી
નૂતનવર્ષ અને મનથી બનાવીએ
જીવનના સ્વપ્નને સાકાર બનાવીયે
અંતરની બસ એક જ અભિલાષા
રંગ જાતિના ભેદભાવ ભૂલીને 
ચાલો બનાવીએ દિવાળી.
🌻***happy diwali***🌻—-

 

આશા રાખું છું કે તમને આ દિવાળી શુભેચ્છા સંદેશો (Happy Diwali Wishes in Gujarati 2025) દિલથી ગમ્યા હશે. 🌟અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે ગુજરાતી ભાષાની મીઠાશ અને લાગણીને શબ્દોમાં ઉતારીને તમારી સામે રજૂ કરીએ.

અમારા બ્લોગ પર તમને આવનારા દિવસોમાં પણ આવી જ નવીન, પ્રેમભરી અને ઉત્સવમય શાયરીઓ વાંચવા મળશે.તો “સુવિચાર ગુજરાતી”ની મુલાકાત લેતા રહેજો — અને જો અમારી શાયરી તમને ગમે, તો તેને તમારા મિત્રો, સ્નેહી, પ્રેમી કે પ્રિયજન સાથે જરૂરથી શેર કરજો. 💌

તમારી એક Like, Comment, અને Share અમારે માટે માત્ર પ્રતિભાવ નહીં, પણ એક પ્રેરણાસ્રોત છે — જે અમને વધુ સુંદર અને અર્થસભર શબ્દો લખવા માટે ઉર્જા આપે છે. 🙏💫

Leave a Comment

x
WhatsApp ગ્રૂપમાં જોડાવો!