મહેલ મોટા… પણ મન સંકુંચિત! 🌸
દુનિયાની ચમકધમક પાછળ જે ખોટો અભિમાન છુપાય છે, એવા હૃદયવિહિન જીવનની એક સચોટ છબી…
એક એવો ભજન કે જે માત્ર કાનથી નહિ, હ્રદયથી સાંભળવા લાયક છે.
શબ્દોમાંથી ટપકતું છે વિવેક, નમ્રતા અને ભક્તિનો સાદ. 🙏
🎶 “મહેલ મોટા ને મન જેના સાંકડા રે…”
અવા લોકોના આંગણે જવાનું પણ નથી… કારણકે જ્યાં પ્રેમ, દયા અને રામનું નામ ન હોય, એ વસતુઓ ખાલી ભાતિક હોય છે – આત્મીય નહિ.
🎵 મહેલ મોટા ને મન જેના સાંકડા રે 🎵
(એક સાવધ અને સરળ ભજન)
મહેલ મોટા ને મન જેના સાંકડા રે,
જેના મુખમાં નહી રામનું નામ છે રે,
કોઈ જશો ના એવા ને આંગણે રે
કદી સારા ન કામ થાય હાથથી રે,
જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે,
કોઈ જશો ના એવા ને આંગણે રે
અંદર મેલાને બહારથી છે ઉજળા રે,
નામ મોટાને કામ જેના કાળા રે
કોઈ જશો ના એવા ને આંગણે રે
જમ જેવા મહેમાન જેને લાગતા રે,
જેની વાણીમાં નહી આદર ભાવ છે રે,
કોઈ જશો ના એવા ને આંગણે રે
અમે ડાયાને બીજા બધા મુરખા રે,
જેના અંતરમાં હોય અભિમાન છે રે,
કોઈ જશો ના એવા ને આંગણે રે
વાત ગોવિંદની જેને ગમે નહી રે,
બાંધી પાપો જગતમાંથી જાય છે રે,
કોઈ જશો ના એવા ને આંગણે રે
મહેલ મોટા ને મન જેના સાંકડા રે,
જેના મુખમાં નહી રામનું નામ છે રે,
કોઈ જશો ના એવા ને આંગણે રે
અંતે, મહેલ ન હોય તો ચાલે… પણ મન વિશાળ હોવું જોઈએ.
જેના હૃદયમાં રામ છે, તે પોતે એક ચાલતું ફરતું મંદિર છે. 🛕
હંમેશા એ ઘર તરફ જવો જ્યાં પ્રેમ છે, ભક્તિ છે અને સૌમ્યતા છે.
કારણ કે એ જ જગ્યા સાચો સ્નેહ આપે છે અને આત્માને શાંતિ આપે છે. 🌿💛
➡️ સાચું ધન એ છે – પ્રેમ, ભક્તિ અને નમ્રતા.
🕊️ ચાલો મનના દરવાજા ખોલીયે – રામનું નામ લઈએ, પ્રેમ વહાવીએ.
🙏 જય શ્રી રામ!
💬 કોમેન્ટમાં લખો: તમારું મનપસંદ પંક્તિ કઈ છે?