51+ સારા સુવિચાર | Best Sara Suvichar Gujarati

સુવિચારો એ માનવ જીવનને આદર્શવાદી બનાવવામાં ખૂબ જ ઉ૫યોગી બને છે. સારા સુવિચાર વ્યકિતના જીવનમાં હકારાત્મક અસર કરે છે. એક સારો સુવિચાર કે વાકય ઉદાસ માણસને ૫ણ નવો રસ્તો બતાવી શકે છે. આ૫ણામાં હકારાત્મક એનર્જીનો સંચાર થાય અને કામ કરવાની નવી ઘગસ જાગે એવા પ્રેરક સારા સુવિચાર (sara suvichar) અહી રજુ કરીએ છીએ.

સારા સુવિચાર (sara suvichar gujarati)

પાંદડાએ ડાળીને પુછયુ
કે તને ભાર લાગે છે મારો
ડાળીએ હસીને કહયુ કે
જયાં ભાવ હોય ત્યાં ભાર શેનો
———🌻🌷🌻———-

હું બોલીને ઘણો ૫સ્તાયો છું
૫રંતુ ચુ૫ રહીને શાંત કે મૌન રહીને
કયારેય ૫સ્તાયો નથી.
———🌻🌷🌻———-

જો ભૂલમાંથી શીખવામાં આવે તો નવા નવા અનુભવ મળે છે..!
અનુભવમાંથી શીખવામાં આવે તો જિંદગીનો નવો રસ્તો મળે છે..!!
———🌻🌷🌻———

જે લોકો લાગણીના ભાવ સમજી શકતા નથી,
તેમને સ્નેહ કે ક્રોધ બતાવવાનો કોઈ અર્થ નથી..!!
———🌻🌷🌻———-

જેમને માત્ર સપનાઓ જોવા છે એમને રાત નાની લાગે છે..!
જેમને સપનાઓ પૂરા કરવા છે એમને દિવસ નાનો લાગે છે..!!
———🌻🌷🌻———-

Must Read : લવ શાયરી

એક પથ્થર ઘસાય છે અને “પગથિયું “બને છે અને
એક પથ્થર ઘડાય છે અને “પરમેશ્વર “બને છે
“ઘસાવુ અને ઘડાવુ”
આ વીશે સમજ પડી જાય એટલે
જીવન ” ઉત્સવમય” બની જાય
———🌻🌷🌻———-

વિતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય છે.
બાકી બધાને શાયરી અને સુવિચાર જ દેખાય છે.
———🌻🌷🌻———-

મેં પહાડમાંથી તૂટતા પથ્થર જોયા છે
મેં અભિમાનના કેફ તૂટતા માણસ જોયા છે
———🌻🌷🌻———

સારા સુવિચાર (sara suvichar gujarati)
સારા સુવિચાર (sara suvichar gujarati)

માણસ ને માણસ નહીં પણ મદારી થવું છે,
પોતાની આંગળી પર બીજાને નચાવવા છે
———🌻🌷🌻———-

કુંડળી મેળવ્યા વગર,
આજીવન ચાલે એવો એક અદ્ભુત સંબંધ,
એટલે માત્ર ને માત્ર “મિત્રતા”
———🌻🌷🌻———-

તું દોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી…
દોસ્તોમા પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી…
તારા વગર પણ ઝીંદગી હતી…
પણ તું ઝીંદગી બનીશ એવી કયા ખબર હતી…
———🌻🌷🌻———-

ભલે અરિસાની કિંમત હીરા કરતા ઓછી હોય..
પણ હીરાના આભૂષણો પહેર્યા પછી દરેક વ્યક્તિ અરિસો શોધે છે…!!
———🌻🌷🌻———-

જે કાંઈ શોધવું હોય તે છાનુમાનું શોધ,
ખોવાયું છે જે સુખ એનું સરનામું શોધ,
ગમ તો ઘણાય પડ્યા છે જીંદગીમાં,
ચાલ, આજે હસવાનું કંઈક બહાનું શોધ.
———🌻🌷🌻———-

કાચીંડા પોતાના પર આવતી મુસીબત જોઈને પોતાનો રંગ બદલે છે,,,
જ્યારે માણસ પોતાનો ફાયદો જોઈ ને રંગ બદલે છે…
———🌻🌷🌻———-

હૃદય માં રહેતા શીખો,
હવા માં તો કેટલાય રહે છે
———🌻🌷🌻———-

સમસ્યા શીખવાડે છે જીવન જીવતા પરંતુ,
સુખ તો આળસુ બનાવે છે.
———🌻🌷🌻———-

સારા સુવિચાર (sara suvichar gujarati)
સારા સુવિચાર (sara suvichar gujarati)

કપડાં અને ચહેરા હંમેશા ખોટું બોલે છે,
માણસ ની સાચી હકીકત સમય જ બતાવે છે
———🌻🌷🌻———-

કોણે કહ્યું કે
જિંદગીના હપ્તાઓ મેં ભર્યા નથી
લોન લીધી છે શ્વાસની
બસ કાગળિયાં થયા નથી
———🌻🌷🌻———-

મૃત્ય, સમય અને મૌસમ
આ ત્રણ કોઈના સગા નથી.
માટે શરીર, સંપતિ અને સિક્કા ઉપર
કોઈ દિવસ અભિમાન ના કરવું
———🌻🌷🌻———-

શ્રેષ્ઠ કર્મ એ નથી કે જેનું પરિણામ શ્રેષ્ઠ હોય,
શ્રેષ્ઠ કર્મ એ છે જેનો ઉદ્દેશ્ય સર્વશ્રેષ્ઠ હોય
———🌻🌷🌻———-

જીવનમાં એ ક્યારેય સ્પષ્ટ ના સમજાયું કે.,
જે ટુટે છે એ આપણો વિશ્વાસ હોય છે કે ભ્રમ.??
———🌻🌷🌻———-

આંખોના ઝરૂખામાં તને વસાવી લઉં,
જીવનને મારા એમ જ સજાવી લઉં
———🌻🌷🌻———-

કોઈના ખરાબ સમય પર હસતા નહીં સાહેબ,
કેમ કે આ સમય હંમેશા
પારકો જ રહ્યો છે બધા માટે !!
———🌻🌷🌻———-

આ ૫ણ વાંચો

  1. પ્રેમ ભરી શાયરી
  2. રાધા ની શાયરી
  3. બાળપણ શાયરી
  4. દર્દની શાયરી
  5. ગુલાબ ની શાયરી

આશા રાખુ છું તમને આ સારા સુવિચાર (sara suvichar gujarati) ખુબ જ ગમ્યા હશે. અમે આવી અવનવા સુવિચાર/શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો  શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!