Shradhanjali Message in Gujarati | શ્રધ્ધાંજલિ શાયરી, સુવિચાર, Quotes

Shradhanjali Message in Gujarati : આ દુનિયામાં બીજુ કંઇ સત્ય હોય કે ન હોય, પરંતુ એક સત્ય એ છે કે જે વ્યક્તિ આ ધરતી પર જન્મ લે છે તેને એક ના એક દિવસ મૃત્યુની ગોદમાં સૂવું પડે છે. પરંતુ જ્યારે તમારો કોઈ પ્રિય વ્યક્તિ આ દુનિયા છોડી દે છે, ત્યારે તેની ગેરહાજરી તમારા બાકીના જીવન માટે હંમેશા ખોટ રૂપે રહે છે. આ એવો દુઃખદ સમય છે જેમાં પરિવાર સાથે ધીરજની જરૂર છે.

જ્યારે કોઈ વ્યક્તિ આ દુનિયાને અલવિદા કહે છે, ત્યારે ઘણા લોકો તે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. તેથી, આ લેખમાં અમે કેટલીક પસંદગીની શ્રદ્ધાંજલિ અને શોક સંદેશો (Shradhanjali Message in Gujarati) લાવ્યા છીએ જે તમે શોક વ્યક્ત કરવા માટે મોકલી શકો છો.

Shradhanjali Message in Gujarati (શ્રધ્ધાંજલિ શાયરી, સુવિચાર, quotes)

મૃત્યુ સત્ય અને શરીર નશ્વર છે,
આ જાણીતા હોવા છતાં પણ પ્રિયજનોની વિદાયનું દુઃખ થાય છે,
આપણે ભગવાનને એવી પ્રાર્થના કરવી જોઈએ
દિવંગત આત્માને શાંતિ અને મોક્ષ પ્રદાન કરો.

આ વિશ્વ પ્રકૃતિના નિયમોને આધીન છે
અને પરિવર્તન એ એક નિયમ છે
શરીર માત્ર એક સાધન છે
આ દુ:ખની ઘડીમાં અમે સૌ તમારી સાથે છીએ!
દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ!

હું જે અનુભવી રહ્યો છું,
તેઓ શબ્દોમાં વર્ણવી શકાતો નથી,
મારી પ્રાર્થનાઓ તમારા પરિવાર સાથે છે!
ભગવાન તેમના પવિત્ર આત્માને શાંતિ આપે!

Shradhanjali Message in Gujarati
Shradhanjali Message in Gujarati

જીવન માત્ર એક સંયોગ છે
સુખ અને દુ:ખ કર્મ પ્રમાણે આવે છે
ભગવાન તમને હિંમત આપે અને
ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે!

દુ:ખ ગમે તેટલું મોટું કેમ ન હોય
ધીરજ અને સંતુલન રાખો
સમય તમને હારવા નહીં દે.
ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે!

ઘા તો સમય સાથે રૂઝાઈ જશે,
પણ તમે પાછા કેવી રીતે આવશો?
ભગવાન તમારા આત્માને શાંતિ આપે.

બિછડા કુછ ઇસ અદા સે, કિ રૂત હી બદલ ગઇ
ઇક શકસ સારે શહર કો વીરાન કર ગયા
ઇશ્વર પવિત્ર આત્મા કો શાંતિ દે

(વ્યક્તિનું નામ) ના અવસાનથી ખૂબ જ દુઃખી છુ.
આ બધા માટે ન ભરાઈ શકાય તેવી ખોટ છે
ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે!

કુટુંબ જેનું મંદિર હતું, સ્નેહ જેની શક્તિ.
પરિશ્રમ જેની ફરજ હતી, પરમારથ જેની ભકિત
દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ!

Shradhanjali Message in Gujarati
Shradhanjali Message in Gujarati

ભગવાન રામ દેવતા હોવા છતાં
સંસારના આ ભાગ્યથી બંધાયેલા રહ્યા
તેના પિતા પણ મૃત્યુ પામ્યા.
તો આપણે તો માત્ર માણસ છીએ.

અંજલી અર્પણ કરીએ તો આંસુ સારે છે,
તસ્વિર તમારી જોતા હૈયુ રડે છે.
દરીચા જેવું નિખાલસ હદય,
કુટુંબ સાથેનો આપનો અતુટ નાતો
કાયમી સંભારણું બની રહેશે.
ઈશ્વર તમારા દિવ્ય આત્માને શાંતી આપે
એજ પ્રાર્થના

તમારી અચાનક અણધારી વિદાય થી અમે અત્યંત દુઃખી છીએ.
ભગવાન અમારી પ્રાર્થનાઓ તમારા વતી સ્વીકારે.
💐ઈશ્વર આપની પવિત્ર આત્માને શાંતિ આપે💐

જ્યારે આપણે પૃથ્વી પર કોઈ પ્રિય સ્વજનને ગુમાવીએ છીએ,
ત્યારે આપણે સ્વર્ગમાં એક દેવદૂત મેળવીએ છીએ,
જે આપણી ઉપર ધ્યાન રાખે છે.
હવે આપણી ઉપર નજર રાખવા માટે
આપણી પાસે એક દેવદૂત છે, એ જાણીને આપણને દિલાસો થાય.
🌹 પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે 🌹

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર આપની,
નાની ઉંમરે આપની અણધારી વિદાય
અમો સર્વેના કાળજા કંપાવી ગઈ,
મન હજુ માનતું નથી કે આપ અમારી વચ્ચે નથી.

તમો એક પળમાં જીંદગીનું સંભારણું છોડી ગયા,
જીંદગી હતી ટૂંકી પણ લાગણીઓ અપાર મુકી ગયા.
સ્તબ્ધ થઈ જીંદગી અમારી તમારા વગર,
પરમકૃપાળુ પરમાત દિવંગત આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.💐

આત્મા કદી જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી.
જે નાશ પામે છે તે શરીર છે. આત્મા આજીવન
શાશ્વત અને અમર છે. ઇશ્વર આપના દિવ્ય
આત્માને પરમશાંતિ અર્પે એજ પ્રાર્થના.

રડી પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને. હસમુખો ચહેરો, માયાળુ – ઉદાર સ્વભાવ,
સૌમ્ય વ્યકિતત્વ સદાય યાદ રહેશે અમોને,
ઇશ્વરને પુછીશું અમે કે જેની જરૂર હતી અમારે તેની તમારે શી જરૂર પડી ?
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
ૐ શાંતિ… ૐ શાંતિ… ૐ શાંતિ…

દરિયાદિલી જેમના શ્વાસોમાં હતી,
કરૂણા જેમના હૃદયમાં હતી,
પરોપકાર જેમના પગલામાં હતો.
કોઈના દુખે દુઃખી અને કોઈના સુખે સુખી એવો જીવનમંત્ર હતો,
આખું જીવન તનતોડ મહેનત કરી સુખનો સાગર સોંપતા ગયા.
🌷પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના🌷

આંખો હજુ નિહાળે છે તમને,
અંતર હજુ પોકારે છે તમને,
સ્મરણ તમારૂ થાય છે અમને,
મન મુકીને રડાવે અમને,
શ્રધ્ધાંજલી અર્પવા ઉપાડી કલમ,
આંસુથી ભીજાય ગયા કાગળ.
પરમ કૃપાળુ પરમાત્મા તમારા
આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના

સજજનતા તમારી સુવાસ હતી, પ્રસન્નતા તમારૂં જીવન હતું,
સત્કર્મ તમારી શોભા અને પરોપકાર તમારું કર્તવ્ય હતું,
ધર્મ કદી ભુલ્યા નહીં, વ્યવહાર કદી ચુકયા નહી,
એવા આપના દિવ્ય આત્માને પ્રભુ
પરમાત્મા શાંતિ અર્પે એજ પ્રાર્થના.🌹

અંજલી આપતા શબ્દો ખુટે છે, પુષ્પાંજલી આપતા પુષ્પો ખુટે છે,
રડતા રડતા અશ્રુઓ ખૂટે છે, કુદરતના ખજાને ખોટ પડે છે
ત્યારે માયાળુ માનવીના ખજાના લુટે છે.
આપનો લાગણીશીલ સ્વભાવ કયારેય ભુલાશે નહીં,
💐પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના💐

લોગ કહેતે હૈ કી કીસી એક કે ચલે જાને સે જીંદગી અધુરી નહી હોતી,
લેકીન લાખો કે મીલ જાને સે “……..” કી કમી પુરી નહી હોતી.
મીસ યુ. ( …….. )🌸

સમય ની સાથે જખ્મ તો ભરાય જશે,
પણ જે જિંદગીના સફર માં ખોવાય ગયા,
તે ક્યારેય પાછા નહિ આવે.
🌷 ૐ શાંતિ 🌷

વક્ત કે સાથ જખ્મ તો ભર જાયેંગે,
મગર જો બિછડે સફર જિંદગી મેં,
વો ફિર ના કભી લોટ કર આયેંગે.
🙏 ઓમ શાંતિ 🙏

ઈન આંસુઓ કો બહ લેને દીજિયે,
દર્દ મેં એ દવા કે કામ કરતે હૈ.
સીને મેં સુલગ રહે હૈ અંગારે જો,
યે ઉન્હેં બુજાને કા કામ કરતે હૈ.
🌹 સ્વર્ગસ્થ આત્માને શાંતિ અને મોક્ષ આપે.🌹

જીવનમાં હરપલ હસતા રહયા,
સ્નેહથી સૌના હૈયે વસત રહયા,
આશા અને અરમાનોની શ્રેષ્ઠ
ક્ષણોમાં જીવન જીવ્યા ટૂંકું પણ ઉત્તમ
જીવી ગયા, સર્વત્ર સુવાસ ફેલાવી
સંભારણા સૌના દિલમાં રાખી ગયા.
🙏 પ્રિભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે 🙏

સદ્ભાવના, સ્નેહ, સૌમ્યતા જેનો સ્વભાવ હતો,
સહજતા અને ઉદારતા જેના સદગુણો હતા,
પરમાર્થ અને પુરૂષાર્થ જેની કર્મ નિષ્ઠા હતી,
તેવા દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના 💐

કડવું છે પણ સત્ય છે, મૃત્યુ એ જીવનનું સત્ય છે…ઓમ શાંતિ ઓમ

જાને વાલે કભી નહીં આતે, જાને વાલોં કી બસ યાદ આતી હૈ

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આમારા Shradhanjali Message in Gujarati, શ્રધ્ધાંજલિ શાયરી, સુવિચાર, quotes ખુબ જ ગમ્યા હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!