100+ અધુરો પ્રેમ શાયરી | adhuro prem shayari in gujarati

અધુરો પ્રેમ શાયરી:- નમસ્કાર મિત્રો, આ૫ણે આ બ્લોગ ૫ર રોજ બરોજ અવનવી શાયરી અને સુવિચારો શેયર કરીએ છીએ. એ જ રીતે આજે અમે આ૫ણા જે મિત્રોનો પ્રેમ અધુરો રહી ગયો છે એવા મિત્રો માટે અધુરો પ્રેમ શાયરી (adhuro prem shayari in gujarati ) લઇને આવ્યા છે.

દરેક વ્યકિત પોતાનો પ્રેમ મેળવી શકે એવુ ૫ણ નથી બનતુ. કેટલાક મિત્રો એવા ૫ણ હશે જેમનો પ્રેમ સાચો અને ખૂબ જ ગાઢ હોવા છતાં કોઇને કોઇ કારણોસર તેને આ૫ણે પામી શકતા નથી. તેને જીદગીભરનો સાથી બનાવવાનું સ૫નું અઘુરુ રહી જાય છે. માણસ કયારેક ખૂબ જ નિરાશ ૫ણ થઇ જાય છે. તો ચાલો આ૫ણે કેેેેેટલીક અધુરો પ્રેમ શાયરીઓ જોઇએ.

અધુરો પ્રેમ શાયરી (adhuro prem shayari in gujarati)

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

જેમનો પ્રેમ અધુરો હોય છે,
એમની કહાની ખુબ સુંદર હોય છે.

બસ, એટલા માટે જ પ્રેમ અધુરો રહ્યો મારો,
મને એની ચિંતા હતી એને દુનિયાની

Must Read : ગુજરાતી શાયરી લખેલી

ઈજ્જત વગરનો પ્રેમ, હંમેશા અધુરો રહી જાય છે !!

રાત્રે રડી ને સુઇ જવું અને સવારે કોઇ ને ખબર પણ ના પડવા દેવી,
આ હુન્નર તો માત્ર અધુરો પ્રેમ જ શિખવાડી શકે છે.

પ્રેમ નાં પુસ્તક માં,
તમે એક તથ્ય ઉમેરી દેજો….
વિરહ વગર પ્રેમ અધુરો,
એ સત્ય ઉમેરી દેજો….

પ્રેમ બેહદ હોવો જોઈએ..
અધુરો કે પુરો એ પછીની વાત છે..

“પ્રેમ એટલે પ્રેમ”
વ્યાખ્યા આપવાની ક્ષમતા આપણાં જ્ઞાનની ક્ષમતા ઉપર આધાર રાખે છે…
એક શબ્દ પણ પુરતો છે અને
ગ્રંથ લખાય તો પણ અધુરો છે…!!!

Must Read : પ્રેમ ભરી શાયરી

અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના,
જેમ અધૂરી છે રાધા તેના શ્યામ વિના..!

અધુરો પ્રેમ શાયરી
અધુરો પ્રેમ શાયરી

પ્રેમ ક્યારેય અધુરો રહેતો જ નથી,
અધુરી રહી જાય છે તો બસ એકબીજા
સાથે રહેવાની ઈચ્છા !!

રાત્રે ઊંઘ અધૂરી રહી જાય તો આખો દિવસ આંખો બળે,
તો આતો અધુરો પ્રેમ છે દિલ કેમ ના બળે…..

બેશક પ્રેમ અધુરો રહ્યો ,
પણ બદનામી પુરેપુરી થઇ છે ! !

પ્રેમ ના પુસ્તક મા એક લાગણી ઉમેરી દેજો …
વિરહ વગરનો પ્રેમ અધુરો છે એ સત્ય ઉમેરી દેજો…

પ્રેમ અધુરો રહી જાય તો ખુદ પર નાઝ કરજો,
કહેવાય છે કે સાચો પ્રેમ પૂરો થતો જ નથી.

Must Read : ગુજરાતી સુવિચાર અર્થ સાથે

લાગણી અને સંવેદના વગર પ્રેમ અધુરો છે
મળે જો સાથે બન્ને તો સાથ મધુરો છે..

અધુરો પ્રેમ શાયરી
અધુરો પ્રેમ શાયરી

“બેવફા” આ “જીંદગી”ના નામે એક “દાદ” થઇ જાય. . .
અધુરો છે એક “પ્રેમ”
એના નામે પણ આજે એકાદ “વાહ” થઇ જાય. . .

પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે,
સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે..
પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી
પણ પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે…

બસ આ અધુરો પ્રેમ જ છે જે જીવાડી રહ્યો છે,
બાકી શોખ તો અમે ક્યારનાય પતાવી દીધા છે..!!

હું માવઠું બની અચાનક તને આલીંગન આપું
કે અનરાધાર વરસીને હેત,
ઋતુએ ઋતુએ તું સ્વભાવ બદલે
મને સમજાય નહિ,
અને દર ઋતુએ રહે અધુરો મારો પ્રેમ.

ખુદ કૃષ્ણ ને ઉદાહરણ બનવું પડ્યું,,
અધુરો પ્રેમ રાખવા પાછળ નું કારણ ખરેખર મોટું હશે..

પ્રેમ ભલે અધુરો રહ્યો
પણ કૃષ્ણ તો રાધાનો જ રહ્યો

એને મન ન વસી કોઈ રાણી
એનો જીવ તો રાધામા જ રહ્યો

જગતને જેણે પ્રેમ શીખવ્યો
એ કાન જ એની રાધા વિના સુનો રહ્યો

ગોકુળની ગલીઓ ને દ્વારિકાનો પટ
રાધાની યાદોમાં ગુંજતો રહ્યો

પ્રેમ ભલે અધુરો રહ્યો
પણ કૃષ્ણ તો રાધાનો જ રહ્યો

બધાને પોતાનો પ્રેમ મળે એ જરૂરી તો નથીં ,
કારણ કે ઉદાહરણ તો હંમેશા અધૂરા પ્રેમ ના જ અપાય છે…

ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને
જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને.! – બેફામ

અસ્તિત્વ ના ઉજરડાં આમ જ રહી ગયા,
એ કોરોના ના બહાને ઘરભેગા થઈ ગયા…..

અધુરો પ્રેમ શાયરી ( adhuro prem shayari in gujarati)

અધુરો પ્રેમ પણ ક્યારેક ભાગાકાર જેવો હોય છે,
એમાં દાખલો પતી જાય તો પણ કયારેક શેષ વધતી હોય છે,
એ “શેષ” કાયમ રિકતતા બની ડંખ્યાં કરે.

બધા બહુ હોશિયાર હતા, હું જ એક ડોબો નીકળ્યો,
જેમાં ભરી લાગણીઓ, એ ખાલી ખોબો નીકળ્યો.

Must Read : happy birthday wishes for wife in gujarati

આશા રાખુ છું તમને આ અધુરો પ્રેમ શાયરી (adhuro prem shayari in gujarati) ખુબ જ ગમ્યા હશે. અમે આવા અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે. 

 

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!