ગમ શાયરી ગુજરાતી:- દરેક વ્યકિતના જીવનમાં ખુશી અને ઉદાશી કે દુ:ખ અવશ્ય આવે છે. સુ:ખ અને દુ:ખ એ જીવનની ઘટમાળ છે. કેટલાક વ્યકિત પ્રેમમાં સફળ નથી થતા એનો ગમ હોય છે તો કેટલાકને પ્રેમમાં બેવફાઇ મળી હોય તેનો ગમ હોય છે. આજે આ૫ણે એવા પ્રેમના ગમમાં ડુબી ગયેલા મિત્રો માટે ગમ શાયરી ગુજરાતી (Sad Shayari in Gujarati) લઇને આવ્યા છીએ.
ગમ શાયરી ગુજરાતી (Sad Shayari in Gujarati)
દિલ નાઉમ્મીદ નહિં, નાકામ હી તો હે ;
લંબી હે ગમ કી શામ, મગર શામ હી તો હે…
તારા જુલમથી હું થયો બરબાદ તેનો ગમ નથી.
પસ્તાવો જે તને થયો એનો ફક્ત સ્વીકાર કર. ~મરીઝ
ખબર નહીં પડતી તારા જવાની ખુશી મનાવું કે ગમ
શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી ..
ગમ ની મહેફિલ પણ ખુબ સુંદર જામે છે
તું બસ ખુશ રહે, મને મારા ગમ મુબારક
તું હકીકતમાં જીવ, મને મારા ભ્રમ મુબારક!
Must Read : અધુરો પ્રેમ શાયરી
તમે ના હોત તો ગમ ના હોત
અમે રાતે આવા તંગ ના હોત
તમે ના હોત તો અમે ના રો’ત
અને ગાલ આંસુ થી નમ ના હોત.
આપશો, તો મળશે…
પછી એ લાગણી હોય…,
ખુશી હોય કે ગમ હોય…
દિલ એવું રાખ જેમાં મહોબ્બતનો ગમ રહે
ગમ એવો રાખ જે ન રહે તો ન દમ રહે ! – મરીઝ
ગમ જિગરમાં ભરી ન બેસો,
આંખને થોડીક ખરતી રાખો – કવિ દાદ
એ જ એક સાકી નથી એનો જ આ ગમ છે મને,
બાકી તો આ એ જ મયખાનું છે, મય પણ એજ છે…!! – બેફામ
Must Read : ગુજરાતી શાયરી લખેલી
તારો સાથ મને ગઝલ ના રદિફ જેવો જોઈએ છે
જીવન ની શરૂવાત મા ના મળે તો ગમ નહિ
પણ અંત મા તો તુજ જોઈએ છે
મૈખાને સજે થે, જામ કા થા દૌર,
જામ મેં ક્યા થા યે કિસને કીયા થા ગૌર?
જામ મેં ગમ થા મેરે અરમાનો કા,
ઔર સબ કહે રહે થે
એક ઔર, એક ઔર
દર્દની લાગણીના ઘણા રૂપ છે;
માત્ર આંસુજ હોવાં જરુરી નથી.
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર,
વ્યક્ત થઈ ના શકે એવાં ગમ કેટલાં..
નારાજ હંમેશા ખુશીઓ જ થાય છે,
ગમ ના એટલા નખરા નથી હોતા..
સમજાતું નથી એજ કે શું ગમે છે,
ખુશી ગમે છે કે ગમ ગમે છે ,
પણ એક વાત તો ચોક્કસ છે દોસ્ત.,
કે તારા સાથની હર એક પળ મને ગમે છે…
હોઠો પર હસી ઓર દિલ મે કોઈ ગમ હૈ…!!
ક્યાં આપકો ભી લગતા હૈ,
1.5 GB એક દિન કે લિએ કમ હૈ…!!
Must Read : પ્રેમ ભરી શાયરી
રાત ગઈ અબ તો સુબહ હુવા દેખો એક તાજા ગમ હુવા
અફસોસ એહ હુવા કે ઝીંદગી કા એક દિન કમ હુવા
જે કંઈ શોધવું હોય તે છાનુંમાનું શોધ,
ખોવાયું છે જે સુખ એનું સરનામું શોધ.
ગમ તો ઘણાં ય પડ્યા છે જિંદગીમાં,
ચાલ, આજે હસવાનું કોઈ બહાનું શોધ…..!!
જયારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે,
મારો સ્વભાવ આવો મુલાયમ નહીં રહે
ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે,
આજે છે જેવી કાલે એ આલમ નહીં રહે – મરીઝ
Must Read : લવ શાયરી
ના મળે કોઈ નો સાથ તો મને યાદ કરી લેજે…
જ્યારે એકલતા સતાવે ત્યારે મારી જોડે વાત કરી લેજે…
ખુશીયો વહેંચવા તારી પાસે હજારો હશે..
પણ જ્યારે ગમ વ્હેચવું હોય ને ત્યારે મને યાદ કરી લેજે…
જિંદગી એક હસીન સ્વપ્ન છે જેમાં જીવવાની ચાહત હોવી જોઈએ,
ગમ આપમેળે ખુશીમાં બદલાઈ જશે બસ હંમેશા મુસ્કુરાવાની આદત હોવી જોઈએ..
તૂટી જઇશ તોયે તને કાયમ સલામત રાખીશ
હું માવજતમાં કાયમી એવી નજાકત રાખીશ
ક્યારેક ગમ જેવું તને લાગે તો વળગી જાજે
બાહોમાં મારી હું ખૂશીઓની વસાહત રાખીશ
Must Read : ગુજરાતી સુવિચાર અર્થ સાથે
નથી કર્યો કોઈ શણગાર તોય કોઈ ગમ નથી,
“દીકરી”તો કોઈની પણ પરી થી કાંઈ કમ નથી.
ગમ બહુત હૈ ખુલાસા કૌન કરે….
યુ હી મુસ્કુરા દેતા હું તમાશા કૌન કરે…
ચાતક, ચકવાં, ચતુર નર, નિશદિન રહે ઉદાસ;
ખર, ઘુવડ ને મૂર્ખ નર, સુખે સુએ નિજ વાસ.
જે જે પ્રસંગ કૂલની માફક ખીલ્યા હતા ,
આજે ઉદાસ મનમાં વજન થઈ રહી ગયા .
ચંદન સમાન મહેકતી કાયાની પાસ છું,
લાગે છે એમ કે હું સદેહે સુવાસ છું.તારા અધર પે સ્મિત ફરીથી ખીલી ઊઠ્યું,
એ ગૌણ વાત છે કે હજી હું ઉદાસ છું.જોઈ લે છેલ્લી વાર તું રેખાઓ હાથની,
સંધ્યા સમયે ક્ષીણ થતો હું ઉજાસ છું.
હૈયામાં ગમ રાખું છું,
દિલમાં તારૂં નામ રાખું છું,
તારી યાદમાં દુખે છે મારૂં માથું,
ત્યારે તું કહીશ મા ઝંડુ-બામ રાખું છું.
અર્ઝ હૈ, “દિલ કે છાલો કો કોઈ શાયરી કહે તો ગમ નહિ,
તકલીફ તો તબ હોતી હૈ જબ કોઈ વાહ વાહ કેહતા હૈ.”
મને ડૂબવું છે તો સાગર ! તને શું ?
હું એક વાર ડૂબું કે સો વાર ડૂબું.નથી ભાગ્યમાં ડૂબવાનું ખુશીમાં;
ના સહી ગમ મા હુંં સો વાર ડૂબું.
ઉસ્કે જાને કા યું ગમ ના કર…
મિલેંગી તુજેભી એક નઈ ડગર…
બસ તુ રખ થોડા સા સબર…
હોંગે તેરે ભી ચર્ચે દરબદર…
Must Read : સાચો પ્રેમ શાયરી
આશા રાખુ છું તમને આ ગમ શાયરી ગુજરાતી (Sad Shayari in Gujarati) ખુબ જ ગમ્યા હશે. અમે આવા અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.