radha ni shayari gujarati- શ્રી કૃષ્ણ અને રાઘાના પ્રેમ ગાથા અમર છે. એટલે જ લોકમુખે કહેવત છે કે ”પ્રેેમ હોય તો રાઘા કૃષ્ણ જેવો.” શ્રીકૃષ્ણ ભગવાનને ૧૬૦૦ ગોપીઓ હોવા છતાં ૫ણ તેઓ સાચો સ્નેહ પ્રેમ તો રાઘાને જ કરતા હતા. તેમ છતાં ૫ણ કૃષ્ણ રાઘાને તેમની ૫ટરાણી ન બનાવી શકયા.
શ્રીકૃષ્ણ અને રાઘાના પ્રેમની અમર કથાથી પ્રેરીત થઇ અત્યાર યુવાનો ૫ણ પોતાની પ્રેમીકાને રાઘા જ નામ આપી દે છે. તો ચાલો આજે આ૫ણે તમારી રાઘાને મોકલવા માટે રાધા ની શાયરી (radha ni shayari gujarati), radha krishna quotes in gujarati લઇને આવ્યા છીએ.
રાધા ની શાયરી (radha ni shayari gujarati)
થયા નહી એકબીજાના
તો ૫ણ એકબીજા માટે પ્રિત છે.
કૃષ્ણને રાધા ના મળે
એ જ તો આ જગતની રીત છે
———🌻***🌷***🌻———-
એક કવિ એ રાધા ને કહ્યું,
બધા જ કૃષ્ણ પર ભજન લખે છે,
લાવો હું તમારા પર ભજન લખું
જ્યાં કાના નું નામ એકવાર પણ ના આવે
ત્યારે રાધાએ કવિને હસીને કહ્યું
એ શક્ય જ નથી કારણકે
કવિરાજ તમે જ કહો કાના વગર રાધા લખો શી રીતે?
ર ને કાનો રા ધ ને કાનો ધા
આ વખતે રાધા લખવા બે વખત કાનો જોઈએ.
———🌻***🌷***🌻———-
Must Read : પ્રેમ ભરી શાયરી
સ્ત્રીના પ્રેમ માં જો જીદ ના હોત ને સાહેબ,
તો આજે મંદિરમાં કૃષ્ણ ની બાજુ માં રાધા ના હોત.
———🌻***🌷***🌻———-
રાધા રિસાય એટલે કૃષ્ણ મનાવે એવું નથી
કૃષ્ણ મનાવે છે એટલે જ તો રાધા રિસાય છે..
———🌻***🌷***🌻———-
તમને તમારા પ્રેમ ઉપર વિશ્વાસ હોવો જોઈએ સાહેબ,
બાકી કૃષ્ણની સાથે ઘણી ગોપીઓ રાસ રમતી હતી
પણ હૈયે તો બસ એક રાત રાધા જ વસેલી હતી.
———🌻***🌷***🌻———-

કૃષ્ણ પૂછે છે આટલું બધું કેમ ચાહે છે મને
રાધા કહે છે પ્રેમના સેતુ માં ક્યારેય હેતું નથી હોતા.
———🌻***🌷***🌻———-
તમને એવું હોય કે તમે જેને ચાહો છો
ઈ તમને મળસે જ …..તો વાલા
તમારા પ્રેમ કરતા કૃષ્ણ રાધા નો પ્રેમ
સો ગણો વધારે હતો
તો પણ એકબીજાને ના મળ્યા.
———🌻***🌷***🌻———-
આપણને ગમતી વ્યક્તિ દર વખતે
આપણને ગમે એવું વર્તન કરે એ જરૂરી નથી,
આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે
એ આપણને ગમે એજ સાચો સબંધ.
———🌻***🌷***🌻———-
Must Read : ગુલાબ ની શાયરી
પ્રેમ થવાનું કોઇ કારણ નથી હોતુ
અને થઇ જાય ૫છી
એનું કોઇ નિવારણ નથી હોતુ
———🌻***🌷***🌻———-
રાઘા કૃષ્ણ નો પ્રેમ તો જુઓ સાહેબ
એક ૫ણ ન થયા ને
અલગ ૫ણ ન થયા
———🌻***🌷***🌻———-

રાઘાની વેદના તો દુનિયાએ જાણી
૫ણ માઘવની વેદના અજાણી
હૈયા ગોખમહી સાચવીને રાખી
તે હોઠ ઉ૫ર કયારેય ન આણી
———🌻***🌷***🌻———-
પ્રેમથી મોટો આકાર
અને કાન્હાથી મોટો કલાકાર
દુનિયામાં કોઇ નહી મળે
———🌻***🌷***🌻———-
કોણ કહે છે જન્મોજન્મનો
સાથ એટલે પ્રેમ
હું કહુ છું એક૫ળનો સાથ
અને જન્મોજન્મનો અહેસાસ
એટલે પ્રેમ
———🌻***🌷***🌻———-
બે વ્યક્તિ વચ્ચે પ્રેમ એટલે
એક નો “શ્વાસ” બીજા નો “અહેસાસ”.
———🌻***🌷***🌻———-
રાઘા એ પુુુુછયુ કૃષ્ણને : મને કેટલો પ્રેમ કરે છે ?
કૃષ્ણએ સ્મિત સાથે કહયુ : રણમાં ગુલાબ ઉગાડવા જેટલો
કેમ આ યાદોની આઘી થોભતી નથી.
જોને આ જિંદગી રાઘા વિના સોભતી નથી.
માઘવ ભલેને મઘુરો હોય
૫ણ રાઘા વિના તો અઘુરો જ છે.

અઘરી રચના પ્રેમની કયાં કોઇને સમજાણી છે?
ઝેર મીરા પીએ તોયે, રાઘા દિલની રાણી છે..
રાધા કૃષ્ણ શાયરી ગુજરાતી
જગત આખું એમ જાણે કે રાધા એ જ રોયું છે,
કોઈ કાના ને તો પુછો એણે તો જગત ખોયું છે..!
ભલે ઉલ્લેખ ન હોય ક્યાંય ગ્રંથોના કાગળિયાંમાં,
બાકી કૃષ્ણ પણ રડ્યા હશે બેસી એક ખૂણામાં..!!

કાળ ને વીંધીને કૃષ્ણ ને પ્રેમ કરે તે રાધા,
કાળ નો કોળીયો કરી ને કૃષ્ણને પ્રેમ કરે તે મીરાં.
નજર જો કૃષ્ણ ની હોય, તો જગત આખા માં પ્રેમ છે.
અને નજર જો રાધા ની હોય તો, જગત આખા માં કૃષ્ણ છે.
રાધા રિસાય એટલે કૃષ્ણ મનાવે એવું નથી
કૃષ્ણ મનાવે છે એટલે જ તો રાધા રિસાય છે..
સ્ત્રીના પ્રેમ માં જો જીદ ના હોત ને સાહેબ,
તો આજે મંદિરમાં કૃષ્ણ ની બાજુ માં રાધા ના હોત..!!

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
કૃષ્ણ પ્રેમ નિર્ભય સદા, રાધા કા આધાર,
રાધા-કૃષ્ણ સંગ સદા, કૃષ્ણ રુપ સાકાર..
તીરની વેદનાંમાં પણ વાચા હતી,
કૃષ્ણ નાં મુખે તો ફક્ત રાધા હતી
મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,
હૃદય હૃદય મેં રાધા દીઠી,
હું બન્યો મુગ્ધ નરસૈંયો
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
નજર જો કૃષ્ણની હોય તો જગત આખા માં પ્રેમ છે ને..
નજર જો “રાધા”ની હોય તો જગત આખામાં કૃષ્ણ છેપ્રેમ માં કોઈ વિકલ્પ નહીં, માત્ર સંકલ્પ હોય છે,
“રાધા” ની માટે માત્ર ને માત્ર શ્રીકૃષ્ણ જ હોય છેકણ કણમાં કૃષ્ણ મળે જો “રાધા” દિવાની હોય ,
રણ રણમાં કેશવ મળે જો યોદ્ધા અર્જુન હોય
કૃષ્ણ એટલે રાધા મા છુપાયેલો શ્વાસ…!!
રાધા એટલે કૃષ્ણએ સ્વીકારેલો શ્વાસ…!!
આ કેશ ગૂથ્યા તે કાનજીને સેથી પુરી તે રાધા રે…
આ દીપ જલે તે કાનજીને આરતી તે રાધા રે…
આ લોચન મારાં તે કાનજીને નજરું જુવે તે રાધા રે…
રાધા રસ છે,મીરા સુગંધ,તો કૃષ્ણ મંથન છે,
રાધા શબ્દ છે,મીરા મૌન છે,તો કૃષ્ણ અર્થ છે.
હર એક શ્વાસ…કૃષ્ણ છે!
હયાતી નો અહેસાસ…કૃષ્ણ છે!
કૃષ્ણ છે…તો…રાધા છે!
ને અંતે તો રાધા એ જ…કૃષ્ણ છે..!
ડાળીએ ડાળીએ દામોદર ને
પાંદડે પાંદડે પુરુષોત્તમ
કળીએ કળીએ કૃષ્ણ ને
રજે રજમાં રાધા.
રાધા રસ છે,
મીરા સુગંધ,
તો કૃષ્ણ મંથન છે…
રાધા શબ્દ છે,
મીરા મૌન છે,
તો કૃષ્ણ અર્થ છે..!
રાધે કૃષ્ણ
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
દરેક ને રાધા કૃષ્ણ જેવો પ્રેમ જોઈએ..
પણ સબંધ બધા ને રુકમણી અને કૃષ્ણ નો જોઈએ.
કૃષ્ણ પૂછે રાધા ને આટલો પ્રેમ કેમ હોતો હશે..
રાધા કહે પ્રેમ સેતુ માં વળી હેતુ હોતો હશે…
રાધા મેલી ગોકુળમાં રુખમણી મોહી રે,
દેહ થયો રુખમણી ને નામ આત્મા તો રાધા ની જ રે,
રાધા ને દિલમા વસાવી વાસળીના શૂર ગોકુળ મેલ્યા રે,
મુખે સ્મિત રાખી રુખમણી માટે ન વાગડી કદી મોરલી રે
તારાં વગર હું એટલી જ અધૂરી
જેમ કે રાધા વગર કૃષ્ણ ની બંસરી..!!⚘
આ ૫ણ વાંચો
🌸 રાધાની શાયરી માત્ર શબ્દો નથી, એ તો પ્રેમ, ભક્તિ અને લાગણીનો અહેસાસ છે – જ્યાં કાન્હાની યાદો હૃદયમાં સૂર બની ઝણઝણે છે.💫
🙏 આશા છે કે તમને આ રાધાની શાયરી (Radha Ni Shayari Gujarati) હૃદયસ્પર્શી લાગી હશે. પ્રેમ અને ભક્તિથી ભરેલી આવી વધુ શાયરીઓ વાંચવા માટે અમારા બ્લોગની મુલાકાત લેતા રહો.
💖 રાધા જેવી ભક્તિ અને પ્રેમ તમારા જીવનમાં પણ ખીલે – એવી શુભકામનાઓ!
🌹 જય શ્રી રાધે! | Radhe Radhe! 🌷
So nice and lovely and beautiful😍💓😍💓😍💓