નાના સુવિચાર ગુજરાતી | Nana suvichar Gujaratiનાના સુવિચાર ગુજરાતી

નાના સુવિચાર ગુજરાતી શાળા કોલેજોમાં સુવાકય લેખન માટે કે કોઇ પ્રેરણાત્મક વાકયોના લેખન માટે ખૂબ જ ઉપયોગી છે. ઘણીવાર લોકો નાના સુવિચાર ગુજરાતી (Nana suvichar Gujarati) વોટસએપ સ્ટેટસ માટે કે કોઇ વ્યકિતને સવારમાં ગુડ મોર્નિંગનો મેસેજ મોકલવા માટે પણ ઇન્ટરનેટ પર શોધતા હોય છે. તો ચાલો તમારી આ શોધ આજે અહી અમે પુરી કરીએ છીએ.

નાના સુવિચાર ગુજરાતી (Nana suvichar Gujarati)

જયાં પ્રેમ છે, ત્યાં જીવન છે- મહાત્મા ગાંધી

સફળતા બરાબર છે, પરંતુ સૌથી વધારે મહત્વનું એ છે કે
તમે નિષ્ફળતામાંથી શું શીખો છો- બિલ ગેટસ

ઊંઘ આવે ત્યારે ઊંઘી જાવ, પરંતુ જાગૃત અવસ્થાની
એક પણ ક્ષણ નકામી વેડફશો નહી- વિનોબા ભાવે

જીવનમાં હંમેશા એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો,
પરખવાનો નહીં

તમારા ઉદેશ્યમાં નિષ્ઠા એ જ
સફળતાનું રહસ્ય છે.

જયારે તમારી સામે કોઇ સમસ્યા ન આવે
ત્યારે તમે એ સુનિશ્ચિત કરી શકો કે
તમે ખોટા માર્ગે છો.- સ્વામી વિવેકાનંદ

નાના સુવિચાર ગુજરાતી
નાના સુવિચાર ગુજરાતી

આ દુનિયામાં સુખની પાછળ દોડવાથી
સુખ મળતુ નથી, તે હંમેશા આકસ્મિક રીતે મળે છે.- થોમસ કર્લાઇલ

સુખ સવાર જેવું છે, માંગો તો નહીં જાગો તો મળે

પાણી અને વાણી સાચવી ને વાપરો

જેની મતિ અને ગતિ સત્યની છે,
તેનો રથ આજે પણ શ્રીકૃષ્ણ ચલાવે છે.

દુનિયા તમને ક્યારેય હરાવી નથી શકતી,
જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ના જાઓ.

વિચારીને બોલવું કલા છે
અને મૌન રહેવું તપસ્યા છે

કાશ સડકોની જેમ
જીંદગીના રસ્તા પર પણ લખેલુ હોય કે,
“આગળ ભયજનક વળાંક છે”

નાના સુવિચાર ગુજરાતી
નાના સુવિચાર ગુજરાતી

ઠેસ વાગે ને યાદ આવે એ પ્રિયજન અને
ઠેસ વાગે ને હાથ પકડે એ આત્મજન

કિનારે પહોચવુ સહેલું નથી હોતુ દોસ્ત
સાગરના મોઢે પણ ફીણ આવી જાય છે.

સંસારમાં પરિવર્તન નિશ્ચિત છે,
કોઇનું હદય બદલાય છે,
તો કોઇનો સમય

સમજદાર માણસ સબંધ નિભાવવાનું ઓછું કરી દે
ત્યારે સમજી લેવું તેના આત્મસન્માનને ઠેસ પહોચી છે.

મનમાં જીતવાની આશા હોવી જોઇએ
નસીબ બદલાય કે ના બદલાય પણ
સમય ચોકકસ બદલાય છે.

સુખ માત્ર સુખી કરી શકે,
પરંતુ દુઃખ જીવતા શીખવાડે છે.

રસ્તાઓ ક્યારેય બંધ થતા નથી,
લોકો જ હિંમત હારી જાય છે.

નિર્દોષ વ્યક્તિ જ જીવનનો આનંદ માણે છે!
વધુ બુદ્ધિશાળી તો હંમેશા મૂંઝવણમાં રહે છે !!

સમય વ્યક્તિને સફળ બનાવતો નથી,
સમયનો યોગ્ય ઉપયોગ વ્યક્તિને સફળ બનાવે છે.

સત્તા અને પૈસા એ જીવનનું ફળ છે
જ્યારે કુટુંબ અને મિત્રો જીવનનું મૂળ છે.

છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરવો જોઈએ,
ભલે મંઝિલ મળે કે અનુભવ
બંને વસ્તુ અનોખી છે!!

જે વ્યક્તિએ પોતાની ઈચ્છાઓ પર કાબુ મેળવ્યો છે,
સમજો કે તેણે તેના દુ:ખ પર વિજય મેળવ્યો છે.

જીવનમાં વિચારવાથી કશું જ નથી બની શકાતું.
તમે જે બનવાનો પ્રયત્ન કરો છો તેવા જ તમે બનો છો!!

પોતાની જાત પર વિજય મેળવવો એ બીજાને જીતવા કરતાં મોટું કામ છે.

ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડયા રહો- સ્વામી વિવેકાનંદ

પ્રતિકૂળતામાં ધૈર્ય, સમૃદ્ધિમાં દયા અને
સંકટમાં સહનશીલતા એ મહાન લોકોના લક્ષણો છે.

જો તમે દૃઢ નિશ્ચય અને પૂર્ણતા સાથે કામ કરશો
તો સફળતા ચોક્કસ મળશે.

ખુશી થોડા સમય માટે
ધીરજ આપે છે પણ
ધીરજ કાયમ સુખ આપે છે!

મુશ્કેલીઓમાં હિંમત ન હારવી જોઈએ,
પરંતુ તેનો મક્કમતાથી સામનો કરવો જોઈએ.

કોઈપણ માણસની ઈચ્છાશક્તિ અને સંકલ્પશક્તિ
તેને ભિખારીમાંથી રાજા બનાવી શકે છે.

જ્યારે દુનિયા કહે છે કે, હાર માની લે છે,
ત્યારે આશા… કાનમાં હળવેથી કહે કરે છે કે,
ફરીથી એકવાર પ્રયાસ તો કરીલે !

જ્યાં સુધી કોઇ કામ શરૂ ન કરવામાં આવે
ત્યાં સુધી તે અશક્ય લાગે છે.

જીવન એક સફર છે, કોઈ અંતિમ મુકામ નથી,
તેથી આપણે જીવનમાં હંમેશા આગળ વધતા રહેવું જોઈએ.

આખી રાત સારી ઊંઘ મેળવવી એટલી સરળ નથી.
તેના માટે આખો દિવસ ઈમાનદારીથી જીવવું પડે છે.

સત્યનો દરવાજો એટલો નાનો અને સાંકડો હોય છે
જેથી તેમાં પ્રવેશતા પહેલા માથું નમાવવું પડે છે.

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આ નાના સુવિચાર ગુજરાતી (Nana suvichar Gujarati)ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો  શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેરનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!