સાચો પ્રેમ શાયરી | Sacho Prem Shayari Gujarati

પ્રેમ એ જીવનનો આઘાર છે. ૫છી ભલે એ પ્રેમ માતા-પિતાનો હોય, ભાઇ-બહેનનો હોય કે ૫ત્ની/પ્રેમીકાનો. અહી આ૫ણે આજે સાચો પ્રેમ શાયરી (sacho prem shayari gujarati) વિશે જાણવાના છીએ. એવુ નથી હોતુ કે દરેકને મળતો પ્રેમ સાચો અને વફાદાર હોય, ઘણા બઘા મિત્રો પ્રેમમાં દગો ૫ણ મેળવે છે.

જો તમને જીવનમાં સાચો પ્રેમ મળી જાય તો જીવન જીવવાની મજા જ કંઇક અલગ હોય છે. શું તમને તમારો સાચો પ્રેમ મળ્યો છે ? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે ચાલો સાચો પ્રેમ શાયરી (sacho prem shayari gujarati) જોઇએ.

સાચો પ્રેમ શાયરી (Sacho Prem Shayari Gujarati)

તું સુંદર છો એટલે તારી સાથે પ્રેમ થાય એવું જરૂરી નથી…
પણ મને તારી જોડે સાચો પ્રેમ છે એટલે તું હમેસા જ સુંદર દેખાય છે..

જે મળે તેને ચાહવુ એ સમજુતી છે.
જેને ચાહો તેને મેળવવું તે સફળતા છે.
પણ જ્યારે ખબર હોય કે જે નથી જ મળવાનું
છતા તેને ચાહો તો તે સાચો પ્રેમ છે…!!

સાચો પ્રેમ શાયરી
સાચો પ્રેમ શાયરી

મનગમતું જીવનસાથી તો નસીબથી મળી જાય છે..
પણ એ જીવનસાથી ને જિંદગીભર મનગમતું રાખવું એજ સાચો પ્રેમ

Must Read : ગુજરાતી સુવિચાર અર્થ સાથે

કોઈને ખોવાના વિચારથી તમને જો
રડવું આવી જાય
બસ એનું નામ જ સાચો પ્રેમ….

એક સાથે રહી ને તો બધા પ્રેમ કરી શકે, દૂર
રહી ને પણ જો એકબીજા માટે પ્રેમ ઓછો ના થાય એજ સાચો પ્રેમ

સાચો છે પ્રેમ એનું આ સાચું પ્રમાણ છે,
જીભે નથી, અમારા નયનમાં વખાણ છે. – મરીઝ

ઉંમર સાથે કઈ લેવા દેવા નથી
જ્યાં એકબીજા ના વિચારો મળે
ત્યાં જ સાચો પ્રેમ થાય છે.

સાચો પ્રેમ અને મીઠું સંતરું,
નસીબ વાળાને જ મળે છે.

Must Read : પ્રેમ ભરી શાયરી

પ્રેમને જરાક સાચવીને પીરસજો !
સાચો પ્રેમ બધાને પચતો નથી !!

સાચો પ્રેમ હોય તો દિલ ખોલીને કરી લેવાનું
સામે ઓછું મળે કે વધું સ્વીકારી લેવાનું
દિલ ને હમેશા જીવંત રાખવાનું
એ તુટી પણ જાય તો સાંધા મારી લેવાનું..!!

ખરેખર, સાચો પ્રેમ તો એજ કહેવાય
જે તમારો ગુસ્સો નહી
પણ ગુસ્સા મા રહેલી “મજબુરી” ને સમજે.

જમાનો તમને કહેશે કે મર્દ સખ્ત જાત હોય છે
પણ મેં સાચો પ્રેમ કરવાવાળા મર્દને
પોતાના પ્રેમ માટે રોતા જોયો છે.

દુનિયા ની ભીડ માં માણસ ભલે બધું ભુલી જાય,
ગમ્મે એટલી મોજ મસ્તી માં રહે,
પણ એકાંત માં તો એ એને જ યાદ કરે છે,
જેને “સાચો પ્રેમ” કરે છે..

જો કૃષ્ણ માટે તમારા દિલમાં સાચો પ્રેમ હોય..
તો તમારું મન ગોપી બનીને આપોઆપ નાચવા લાગે છે..!!

સાચો પ્રેમ શાયરી (sacho prem shayari gujarati)

પંખી ને પિંજરામાં પુરી ને તો બધા પ્રેમ દેખાડે,
કોઇ ઊડતું પંખી ખભા પર બેસી જાય,
સાચો_પ્રેમ એને કહેવાય

Must Read : પશુ પ્રેમ નિબંધ

ગમે એટલું ઝગડીએ પણ રાત પડે ને જેની
સાથે વાત કરવાનું મન થાય એ જ સાચો પ્રેમ

*અજીબ સબુત માંગે છે એ મારા પ્રેમનું,
એ કહે છે કે ભુલીજા જો તુ મને સાચો પ્રેમ કરતો હોય તો…

જયારે બે તૂટેલી વ્યકિત પરસ્પર એકબીજાં ને સમજતી થાય
અને પછી જે લાગણીઓ મુશળધાર વરસે
એજ સાચો પ્રેમ ની હેલી કહેવાય..!!

પુરુષ જ્યારે કોઇ સ્ત્રી ને સાચો પ્રેમ કરે છે,
ત્યારે એ એની નબળાઇ બની જાય છે.

સ્ત્રી જ્યારે કોઇ પુરુષને સાચો પ્રેમ કરે છે,
ત્યારે એ એની તાકાત બની જાય છે.

Must Read : ગુજરાતી શાયરી લખેલી

અભિમાન વગર ની વાણી
હેતુ વગર નો પ્રેમ
અપેક્ષા વગર ની કાળજી
અને સ્વાર્થ વગર ની પ્રાર્થના
એજ સાચો સબંધ છે

પ્રેમને લિપિ, ભાષા, ધ્વનિ, સ્વર જેવાં પરાવલંબનોની જરુરત નથી,
એ નિ: શબ્દ, અ-સ્વર હોઈ શકે છે.
કદાચ ‘ આઈ લવ યુ ….. ‘ ન કહેવુ પડે એને જ પ્રેમ કહેતા હશે.

અમસ્તું સવારે ઝાકળ પડ્યું,
અમે ઝરમર વરસાદ સમજી લીધો,
થોડી મીઠી વાતો શું કરી એમણે,
અમે હુંફાળો પ્રેમ સમજી લીધો..

સાચો પ્રેમ શાયરી (sacho prem shayari gujarati)

રાત્રિઓ ખાલી શિયાળા માં જ લાંબી નથી હોતી,
જનાબ કોઈ ને શક હોઈ તો પ્રેમ કરી ને જોઈ લો..!

અમે પલળવા તૈયાર હતા પણ,
તમને વરસતા ન આવડ્યું ?

Must Read : અધુરો પ્રેમ શાયરી

વિશ્વાસ એ, જીવન નો સૌથી મોટો ખજાનો છે.
કારણ કે તેના વગર.. ના તો “પ્રેમ” શક્ય છે, ના તો “પ્રાર્થના”

વાદળો નો વાંક નથી કે, એ વરસી રહયા છે.
હૈયું હળવું કરવાનો હક તો સૌને છે ને….!!

સાચો પ્રેમ શાયરી sms (sacho prem quotes in gujarati)

તારા પ્રેમ નો નશો એટલો ચડ્યો છે ને કે,
શાયરી હું લખું ને દર્દ મારા ફોલોવર ને થાય

શબ્દનો હું શહેનશાહ અને શાયરી મારી રાણી….
બસ એક પ્રેમ ન કર્યો હોત તો હું પણ ઝવેરચંદ મેઘાણી હોત…

સાહેબ જો બધા નો પ્રેમ પુરો થઈ જાત…
તો શાયરી નો રચનાર શાયર કોણ થાત…

“લખી ને શાયરી અમે કર્યો પ્રેમ નો દાવો;
હસીને એ કહે હજી બીજી ફરમાવો…”

મધ મીઠું સ્મિત હોઠો પર રાખી,
મધુર અહેસાસ કરાવી જાય છે..!
મીઠી વાણી ‘ને અદ્વિતીય કલાની મૂરત,
એટલે જ તો એમને #માધુરી કહેવાય છે..!!

આમ તો દરદ આપે છે
તોય પ્રેમ છે તો છે જ

ને શાશ્વત અહીં કશું નથી
છતાં વ્હેમ છે તો છે જ.

“ચાહવું મને
એ તારી ફરજ નહોતી,
પ્રેમ થાય મને પણ એવી
કોઈ શરત નહોતી !!”

ખૂબ યાદ આવે છે મને તારી
ચલને પહેલાંની જેમ મળીએ,
થોડું એકબીજા સાથે બેસીએ,
સંગે દુનિયાની પંચાત કરીએ ને,
થોડો પ્રેમ કરીએ..!!✨♥️

ક્યારેક આવજો અમારી મહેફિલ માં,
હું તમને હસતા શીખવાડીશ,!!

“પ્રેમ” શબ્દ પણ “પ્રેમ” થી શીખવાડીશ,
હા, પણ તમારું “દિલ” સાથે લાવવાનું ના ભૂલતા.,
હું તમને “દિલ” થી “દિલ” જીતતા શીખવાડીશ…!!

“પ્રેમ તો સંબંધો નો શ્વાસ છે.
સંબંધ તોડવામાં થોડી જ ક્ષણ લાગે છે,

જ્યારે સંબંધ બનાવવામાં
આખું જીવન લાગે છે,
એટલે સંબંધમાં પ્રેમ જાળવી રાખો..!!”

આ ઠંડીની ઠુઠવાતી ખ્યાલોની મોસમમાં,
કશેક દૂર મને પ્રેમની ચાદર બનીને મળને….💞

સમયને પણ
કોઈ સાથ પ્રેમ થયો છે,
એટલો બેચેન રહે છે કે ક્યાંય
ઉભો જ નથી રહેતો !!

તને મનભરીને પ્રેમ કરવો છે મને, પણ
ચાહત કે લાગણી બતાવાનો હક્ક મારી પાસે નથી.

પ્રેમ ની સુગંધીમાં તરબતર થવા દેને!
ચાહતની મહેકમાં મરકમરક થવા દેને

વાસનાનો અંત થાય ત્યાંથી જ પ્રેમની શરૂઆત થતી હોય છે…
પ્રેમને ના તો પામવાનો હોય છે,
ના તો માપવાનો હોય છે.
પ્રેમ એક અલૌકિક અનુભૂતિ છે.!✨

અડયા વગરનો સ્પર્શ, મળવા માટેની તડપ,
વ્યસ્ત હોવા છતાં યાદ આવે, હ્ર્દયમાં બેચેની અનુભવાય,
નસીબમાં નથી તો પણ યાદ આવે, એનું નામ પ્રેમ.🫶

“કે જુનૂન મળ્યા પછી ક્યાં રહે છે..?
ફાસલોમાં જ પ્રેમ સદા જવાન રહે છે..!!”

“પરિસ્થિતિ ને સમય સામે પ્રેમ હારે છે,
બસ, એકાંત એક-મેકને સહારે છે..!!”

લાગણી ની કિંમત ક્યા કોઇ’દી અંકાય છે,
આ તો પ્રેમ નું ગણિત છે,
તે દરેક ને ક્યા સમજાય છે…???

આ તડપ , આ બેચેનીઓ
આ ઉત્સાહ તારાથી જ છે
લખું છું જેને હું પ્રેમના શબ્દોમાં
બસ એ પ્રેમ તારાથી જ છે….

Must Read : happy birthday wishes for wife in gujarati

આશા રાખુ છું તમને આ સાચો પ્રેમ શાયરી (sacho prem shayari gujarati) ખુબ જ ગમ્યા હશે. અમે આવા અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે. 

x

6 thoughts on “સાચો પ્રેમ શાયરી | Sacho Prem Shayari Gujarati”

 1. નયન જેના મદ મસ્ત છે..

  કાયા જેની કામણગારી છે…

  હોઠ જેના સાક્ષાત મધુશાલા છે….

  ચાલ જેની નાગણ જેવી છે…

  શબ્દો જેના સાકરના દાણા જેવા છે…

  સ્પર્શ જેનો હજારો વાજિંત્ર ની ધ્વનિ જેવો છે…

  શબ્દો જેના શિવજી ના ડમરુ ની ધ્વનિ જેવા છે….

  ચહેરો જેનો સ્વપ્ન સુંદરી જેવો છે…

  જે જોઈ ને હૂતો મદ મસ્ત મસ્ત છું….

  Reply
 2. ગમે એટલું ઝગડીએ પણ રાત પડે ને જેની હગ કર્યા વગર ઉંઘ ના લાગે એ પ્રેમ…

  વાતો બંધ હોય પણ માથું દુખે છે એમ કહીએ ને દુનિયા ભરનું ભાષણ આપી ને હગ કરે એ પ્રેમ…

  ગુસ્સો દુનિયા ભરનો હોય પણ aaaaa b doooo કહીએ ને ઝટ માની ને હગ કરે ને એ પ્રેમ….

  સાથે વાત કરતા કરતા હગ કરે ને જ સાચો પ્રેમ….

  પાગલ ઢેમચિ….

  Reply
 3. ઓય પાગલ
  આપણે પણ ટોમ એન્ડ જેરી ની જેમ રહીશું
  લડવાનું દરરોજ પણ અલગ ક્યારેય નહિ થવાનું..!!

  Reply
 4. 💋ફૂલ ગુલાબી હોટ ની યાદ 💋

  રોજ ફુલ ગુલાબી હોટો ને યાદ કરું છુ…

  મિલન માટે ઇશ્વર ને ફરિયાદ કરું છું..

  જો તુ આપે બેહિસાબ 💋 તો જીવન માં ન રહે કોઈ ફરિયાદ…

  તારી 💋 જેવી કોઇ બીજી યાદ નહિ… ઈશ્વર ને કોઈ ફરિયાદ નહિ…

  ધન દોલત ની કોઈ લાલચ નહિ ફક્ત મળી જાય 💋 ને 💋 ફક્ત 💋 જેવી કોઈ કુબેર જી ની દૌલત ની યાદ નહિ….

  Reply

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!